શું તમે જાણો છો બેબી પાવડર બાળક માટે કેટલું નુકસાનકારક છે?

બાળકોને નવડાવ્યા અને ડાયપર બદલ્યા પછી ટેલ્કમ પાઉડરનો ઉપયોગ ઘણી વાર કરવામાં આવે છે,પરંતુ શું તમે જાણો છો કે બાળકની ત્વચા પર પાવડરનો ઉપયોગ કરવો સલામત છે કે નહીં.
બેબી પાવડર લગાડવાથી બાળકના શરીરમાંથી સુગંધ આવે છે અને મોટાભાગની બધી માતાઓ તેમના બાળક માટે બેબી પાવડર અથવા ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરે છે.પાવડર સામાન્ય રીતે બાળકની ત્વચા પર શોધું લગાડવામાં આવે છે,તેથી બેબી પાવડર પસંદ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.

ટેલ્કમ પાવડર કેવી રીતે બનાવવામાં આવે છે ?

image source

ટેલ્કમબેસ્ડ બેબી પાવડર મિનરલ ટેલ્કથી બનેલું છે,જેમાં મોટાભાગે મેગ્નેશિયમ,સિલિકોન અને ઓક્સિજન હોય છે.તે પરસેવાને શોષી લે છે અને ત્વચાને નરમ બનાવે છે,જેનાથી બાળકને થતી ફોલ્લીઓની સમસ્યા દૂર રહે છે અને ડાયપરને કારણે થતા ચાંભા અટકાવવામાં મદદ કરે છે.ઘણાં બેબી પાઉડરમાં ટેલ્ક નથી હોતું,તેથી ખરીદતા પહેલા તેના લેબલ તાપસ જરૂરથી કરો.

ટેલ્કમ પાવડર હંમેશાં બે બાબતો ધરાવે છે ટેલ્ક અને પરફ્યુમ બેબી પાવડર કાં તો ટેલ્ક અથવા કોર્નસ્ટાર્ક ધરાવે છે,કેમ કે તે પરસેવાને શોષી લે છે.
બેબી પાવડર સુરક્ષિત છે

image source

અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ અનુસાર,બાળકોને બેબી પાવડરની જરૂર હોતી નથી.કેટલાક અભ્યાસો દ્વારા જાણવામાં આવ્યું છે કે જો પાવડર બાળકના શ્વાસ દ્વારા પાવડર અંદર જાય છે,તો તે ફેફસાના ગંભીર નુકસાન પહોંચાડે છે અને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ,ગૂંગળામણ અને મૃત્યુનું કારણ પણ બની શકે છે.

કયા બેબી પાવડર યોગ્ય છે

image source

તમને બજારમાં ઘણા બ્રાન્ડના પાવડર મળશે,પરંતુ જો તમે જાતે સંશોધન કરો અને તમારા બાળક માટે પાવડર પસંદ કરો તો તે વધુ સારું રહેશે.એક સારી અને વિશ્વસનીય બ્રાન્ડ પસંદ કરો.

શક્ય તેટલું ટેલ્કમ બેબી પાવડરનો ઉપયોગ કરશો નહીં.ડોકટરો મકાઈના સ્ટાર્ચમાંથી બનેલા બેબી પાવડરને લગાડવાની સલાહ વધુ આપે છે કારણ કે તેના કણો મોટા હોય છે અને હવામાં સરળતાથી ઉડી જતા નથી.

image source

જો કે,મકાઈના સ્ટાર્ચ બેઝ બેબી પાવડર કેટલીક પરિસ્થિતિઓમાં સમસ્યા પેદા કરી શકે છે.આ કેન્ડિડાનું કારણ બની શકે છે,જે ડાયપર દ્વારા થતી ફોલ્લીઓને વધુ તીવ્ર બનાવી શકે છે.તેથી,બેબી પાવડરનો ઉપયોગ ઓછો કરવો અથવા ન વાપરવું વધુ સારું છે.

બેબી પાવડરના ઉપયોગમાં સાવચેતીઓ રાખો

હંમેશાં યોગ્ય બેબી પાવડર પસંદ કરો અને તેનો યોગ્ય ઉપયોગ કરો.

હથેળી પર થોડો પાવડર લો અને તેને બાળકની ત્વચા પર થોડો-થોડો લગાવો.

પાઉડર લગાવતી વખતે,પાવડરના ડબ્બા અથવા બોક્સને બાળકથી દૂર રાખો અને હથેળી પર ખૂબ ઓછો પાવડર લો.આ કરવાથી બાળકને શ્વાસ દ્વારા પાવડર અંદર જવાનો ડર રહેશે નહીં.

image source

બાળકના ચહેરા પર પાવડરનો ઉપયોગ ન કરો કારણ કે જયારે બાળક શ્વાસ લે છે,ત્યારે પાવડર અંદર જવાનો ડર રહેશે.તો ફેફસાંને નુકસાન થઈ શકે છે.

ભીની ત્વચા પર પાવડર ના લગાવો.કારણ કે,ભીનાશ દ્વારા પાવડર ત્યાં જામી જાય છે,જે બાળકની ત્વચામાં બળતરા અને અસ્વસ્થતા લાવી શકે છે.
જો તમને લાગે કે બાળકની ત્વચામાં પાવડર વારંવાર જામી રહ્યો છે,તો તેને નવડાવતા પહેલા અથવા વધારે પાવડર લગાવતા પહેલા તે જગ્યાને નરમ કપડાથી સાફ કરો.

image source

પાવડરને હંમેશાં તમારા બાળક અથવા બાળકની પહોંચથી દૂર રાખો.બાળકોને તેમના માતા અથવા પિતાનું અનુકરણ કરવાનું ખુબ જ ગમતું હોય છે,તેથી આ પાવડરમાં પણ જોખમ રહેલું છે કે જ્યારે તેઓને પાવડરનો ડબ્બો મળે ત્યારે તેઓ પોતાના પર ખુબ પાવડર લગાવી શકે છે.
ધ્યાનમાં રાખો કે બાળકની ત્વચા પર પાવડર લગાવવાથી કોઈ નુકસાન થાય છે.જો તેને બળતરા અથવા ત્વચાની અન્ય સમસ્યાઓ થાય છે,તો પાઉડરનો ઉપયોગ બંધ કરો અને તરત જ તમારા બાળકના ડોક્ટરની સલાહ લો.

બેબી પાવડરના વિકલ્પો

image source

જો તમે બેબી પાવડરનો સલામત વિકલ્પ શોધી રહ્યા છો,તો તમે લવંડર અથવા કેમોમાઈલ જેવા આવશ્યક તેલનો ઉપયોગ કરી શકો છો.આ તેલમાં બળતરા વિરોધી ગુણધર્મો છે અને ત્રણ મહિનાના બાળકને લગાડી શકાય છે.જો આના ઉપયોગ પછી બાળકના શરીરમાં લાલ ફોલ્લીઓ અથવા કોઈપણ એલર્જી દેખાય છે,તો તરત જ તેનો ઉપયોગ કરવાનું બંધ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત