Site icon Health Gujarat

પ્રેગનન્સી દરમિયાન શરીરમાં થાય છે આ મોટા ફેરફાર, જાણી લો આ પાછળનું કારણ….

તમે ગર્ભવતી છો કે નહીં ? આ વાત ચેકઅપ કરાવ્યા વગર કેવી રીતે જાણવી.આમ તો એવું કહેવામાં આવે છે કે જ્યારે પીરિયડ્સ સંપૂર્ણ રીતે બંધ થાય છે,ત્યારે સમજી શકાય છે કે તમે ગર્ભવતી છો.જો તમને માસિક સ્રાવની તારીખ યાદ નથી અને તમે એવું વિચારી રહ્યા છો કે તમે ગર્ભવતી છો,તો તમારે તેના જવાબ માટે ચેકઅપ કરાવ્યા વગર જ તમારા શરીરમાં થતા નાના અને આંતરસ્ત્રાવીય પરિવર્તન પર નજર રાખવી જોઈએ.જો તમને 21 દિવસની અંદર અહીં જણાવેલા લક્ષણોમાં કોઈ નોંધપાત્ર ફેરફાર દેખાય છે,તો તમારે ગર્ભાવસ્થા પરીક્ષણ કરાવવું જ જોઈએ.

1. પીરિયડ્સ ન આવવા

Advertisement
image source

જો કે તાણ,નબળાઇ અને ઊંઘના વધુ અભાવના કારણથી તમને પીરિયડ્સની આગળ અને પાછળ થવાની ખૂબ જ ગંભીર સમસ્યા ઉભી થઈ શકે છે,પરંતુ જો તમારી તારીખ ઉપર ઘણા દિવસો જાય અને બીજા મહિનાની નજીક પહોંચી જાય તો તે ગર્ભાવસ્થાના લક્ષણ હોય શકે છે.જો તમને ક્યારેય પણ આવી સમસ્યા થાય તો તમારે ગર્ભાવસ્થા પરિક્ષણ જરૂરથી કરાવવું જોઈએ.

2. પેટમાં દુખાવો થવો

Advertisement
image source

પીરિયડ્સ ન આવવા છતાં પણ પેટમાં અતિશયદુખાવો થાય તો પણ તમારે ગર્ભાવસ્થા પરિક્ષણ કરાવવું જરૂરી છે.તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જો તમારી પીરિયડ્સની તારીખ જતી રહી છે અને તમે પીરિયડ્સમાં નથી થયા છતાં પણ પેટમાં દુખાવો થાય છે તો ડોક્ટરની સલાહ લીધા વગર કોઈપણ જાતની ગોળી ન ખાવી જોઈએ.આ તમારા ગર્ભાવસ્થામાં નુકસાન પોહચાડી શકે છે.

3. સ્તનમાં દુખાવો

Advertisement
image source

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સનું પ્રમાણ ખૂબ વધી જાય છે.આ હોર્મોન્સ ગર્ભાશયને વધારવામાં ઘણી મદદ કરે છે.આનાથી સ્તનો ભારે થાય છે અને સ્તનમાં તીવ્ર પીડા થાય છે.

4 શારીરિક પરિવર્તન

Advertisement
image source

જો તમને થાક,ભૂખ ઓછી થવી અથવા વારંવાર યુરિન કરવા જેવા શારીરિક પરિવર્તન 21 દિવસની અંદર દેખાવાનું શરૂ થાય તો પછી તમારે ચોક્કસપણે ગર્ભાવસ્થા પરિક્ષણ કરાવવાની જરૂર છે.

5 તમારા મૂડ પર અસર થવી

Advertisement
image source

ગર્ભાવસ્થા દરમિયાન તમારા લોહીમાં વધતા પ્રમાણમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના કારણે શરીરમાં હોર્મોનનું સ્તર ઝડપથી વધે છે.આ વધેલા હોર્મોનનું સ્તર તમારા મૂડને અસર કરી શકે છે.તમે તમારી અંદર સારી અને ખરાબ બંને અનુભૂતિ કરી શકો છો અથવા તમે સામાન્ય કરતાં વધુ બેચેન થઈ શકો છો.જો તમને ખૂબ જ અસ્વસ્થતા લાગે છે અથવા વારંવાર નાની-નાની વાતોમાં ગુસ્સો આવે છે તો તરત ડોક્ટર પાસે તાપસ કરાવો.

6 ઉલ્ટીની સમસ્યા થવી

Advertisement
image source

જો કંઈપણ ખાવા-પીવા પર અથવા તે વિશે વિચારવાથી પણ તમને ઉબકા અથવા ઉલ્ટી થાય છે,તો તમારે ડોક્ટરની તાપસ કરાવવી જોઈએ.કારણ કે ઉબકા એ ગર્ભાવસ્થાના પ્રારંભિક સમયનું સામાન્ય લક્ષણ છે.તે ઘણીવાર ગર્ભાવસ્થાના છઠ્ઠા અઠવાડિયામાં શરૂ થાય છે,પરંતુ કેટલીકવાર તે શરૂઆતના દિવસોમાં જ શરૂ થઈ શકે છે.ગર્ભાવસ્થાના સમયે તમને ઉલટી થઈ શકે છે અથવા ફક્ત ઉબકા થવા લાગે છે,તો તમારે તરત જ પરીક્ષણ કરાવવું જોઈએ.

7 શરીરનું તાપમાન બદલવું

Advertisement
image source

જો તમે દરરોજ તમારા શરીરના તાપમાનનું નિરીક્ષણ કરી રહ્યાં છો,તો તમે આ પરિવર્તનને સમજી શકો છો.18 દિવસ સુધી સતત શરીરના મૂળભૂત તાપમાનમાં વધારો થવાનો અર્થ એ છે કે તમે સગર્ભા હોઇ શકો છો. ગર્ભાવસ્થા દરમ્યાન તમારું તાપમાન હંમેશા વધેલું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version