પ્રેગનન્સીમાં કેળા ખાવાથી ફાયદો થાય છે કે નુકસાન, જાણો તમે પણ આ વિશે

મિત્રો, ગર્ભાવસ્થા દરમિયાન મહિલાએ તેની સાથે જન્મેલા તેના બાળકના ઉછેરનું પણ ધ્યાન રાખવું પડશે. તે એ છે કે, ગર્ભવતી મહિલાઓ ખાસ કરીને તેમના આહાર વિશે સ્વાચેતી વર્તવી પડે છે. આ સ્થિતિમાં વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી મહિલાઓ માટે ખુબ જ સારા સાબિત થાય છે. આ જ રીતે કેળા પણ ખૂબ જ ગુણકારી અને ફાયદાકારક સાબિત થતા હોય છે.

image soucre

ઘણીવાર સ્ત્રીઓ એવી દુવિધામા હોય છે કે, તેમણે ગર્ભાવસ્થામા કેળા ખાવા જોઈએ કે નહીં? ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે ગર્ભાવસ્થામાં કેળા ખાવા મહિલાઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ લેખમા આજે આપણે ગર્ભાવસ્થા સમયકાળ દરમિયાન કેળા ખાવાના ફાયદા અને ગેરફાયદા વિશે ચર્ચા કરીશું.

ગર્ભાવસ્થા સમયે કેળાનુ સેવન કરવાથી થતા ફાયદા :

image source

જો તમે મોર્નિંગ સિકનેસ એટલે કે ઊલટી અને ઉબકા જેવી સમસ્યાઓથી પરેશાન હોવ તો તમે તેમાંથી મુક્તિ મેળવવા માટે કેળાનો ઉપયોગ કરી શકો છો. તમે કેળાની પ્યુરી બનાવીને એક ચમચી ખાઈને ઊલટી અને ઉબકાની સમસ્યામા રાહત મેળવી શકો છો. એવુ માનવામા આવે છે કે, કેળા એ પેટની અસ્વસ્થતાને દૂર કરી શકે છે અને તેનાથી ઊલટી અને ઉબકાની સમસ્યા ઓછી પણ થઈ શકે છે.

image soucre

આ ફળ એ ઊર્જાનો એક સારો એવો સ્રોત છે. ૧૦૦ ગ્રામ કેળામાં ૧૧૬ કેલરી ઊર્જા સમાવિષ્ટ હોય છે. આ ઉપરાંત કેળામાં ત્રણ કુદરતી શર્કરા એટલે કે સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ સમાવિષ્ટ હોય છે. તેમની મદદથી શરીરને નિરંતર ઊર્જા મળી રહે છે. તેથી જ તેને ઊર્જા મેળવવાનુ એક સારુ સાધન માનવામા આવે છે. આ ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન ઉર્જાવાન અનુભવવા માટે પણ કેળાનુ સેવન કરી શકાય છે.

image soucre

આ સિવાય ગર્ભાવસ્થા દરમિયાન કબજિયાતની સમસ્યા થવી એકદમ સામાન્ય છે. તે તમારી અનેકવિધ સમસ્યાઓને દૂર કરવામા સહાયરૂપ સાબિત થઇ શકે છે. વાસ્તવમા કેળામા પુષ્કળ માત્રામા ફાઇબર સમાવિષ્ટ હોય છે. આ સિવાય ઝાડાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે પણ કેળા સારા સાબિત થઈ શકે છે. સવારે તેને દરરોજ ખાવાથી લેક્સેટિવ અસર જોવા મળે છે, તેથી જ કબજિયાત દૂર કરવામા કેળાને લાભદાયી ગણી શકાય.

image soucre

ગર્ભાવસ્થામાં કેળા ખાવા બ્લડપ્રેશર માટે પણ સારા માનવામાં આવે છે. એક સંશોધન અનુસાર કેળામાં ડાયેટરી ફાઇબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. આ પોષકતત્વો બ્લડપ્રેશર પર સકારાત્મક અસર કરી શકે છે. તેથી જ કેળાને બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવા માટે ખુબ જ લાભદાયી કહી શકાય છે.

image soucre

આ ફળમા રહેલા પોષકતત્વો એ તમારા હાડકા માટે ખુબ જ સારા માનવામા આવે છે. એક સંશોધન મુજબ આ ફળ તમારા હાડકાની ઘનતા જાળવવામા ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. આ ફળમા હાડકાના સ્વાસ્થ્ય માટે આવશ્યક વિટામિન-એ અને પોટેશિયમ સમાવિષ્ટ હોય છે. તે તમારા શરીરમાં કેલ્શિયમના શોષણમા સહાયરૂપ સાબિત થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત