પ્રેગનન્સીમાં બહુ થાય છે ઉલટી? તો આ ઘરેલું ઉપાયો તમારા માટે છે બેસ્ટ

દરેક ગર્ભવતી સ્ત્રીને ગર્ભધારણ કર્યાના પહેલા ત્રણ ચાર મહિનાઓમાં ઉલ્ટીની ફરિયાદ રહેતી હોય છે. એનું મુખ્ય કારણ શરીરમાં વિજાતીય પદાર્થોની વધુ માત્રા છે. વારંવાર ઉબકા આવવા કે ઉલટી થવી એ ખૂબ જ કષ્ટદાયક હોય છે. એવામાં થોડા ઘરેલુ નુસ્ખા લાભદાયી સાબિત થઈ શકે છે

.

  • * ગર્ભવતી સ્ત્રીએ દરરોજ સવારે ઉઠીને મોઢું ધોઈને હળવા ગરમ પાણીમાં એક લીંબુ નીચોવીને ખાલી પેટ થોડા દિવસ પીવું જોઈએ. આવું કરવાથી ઉલટી બંધ થઈ જાય છે.

    image source
  • * જો વધુ પ્રમાણમાં ઉલટી થતી હોય તો એવી સ્થિતિમાં ભોજનમાં ફક્ત લિકવિડ પદાર્થો જેવા કે લીંબુનું શરબત, સંતરા અને મોસંબીનું જ્યુસ, પાકી કેરીનો રસ અને નારિયેળ પાણી લેવી લાભદાયી નીવડે છે.

    image source
  • * જો ગરમીની સિઝન હોય તો બરફના પાણીનું સેવન કરવાથી પણ ઉલ્ટીમાં ઘણી રાહત થાય છે..
  • * ગર્ભવતી સ્ત્રીના પેટ પર ભીની માટીની પટ્ટી અને પાણીની પટ્ટી રાખવાથી પણ ઉબકા અને ઉલટીમાં ઘણી જ રાહત મળે છે.
  • * જ્યારે ઉલટી થતી હોય એવા સમયે ગર્ભવતી સ્ત્રીએ જેમ બને એમ વધુ આરામ કરવો જોઈએ.

    image source
  • *સગર્ભાવસ્થામાં ઉલટી થતી અટકાવવા આદુ પણ એક ઉપાય છે. એક કપ ગરમ પાણીમાં એકથી બે ઇંચ આદુને દસ મિનિટ સુધી ઉકાળો. આ પછી તે પાણીને થોડુંક ઠંડુ થવા દો અને ત્યારબાદ તેને ગાળી લો અને તેમાં મધ ઉમેરીને પીવો. તમે આ ચાને દિવસમાં બેથી ત્રણ વખત પી શકો છો.

    image soucre
  • * ગર્ભવતી સ્ત્રીને ઉલટી થતી હોય તો તેમાં ગુલકંદ લાભદાયી હોય છે ગુલકંદ અને માખનને સરખા પ્રમાણમાં લઈને 10 10 ગ્રામના પ્રમાણમાં દિવસમાં ત્રણ વાર સેવન કરવાથી લાબજ થાય છે. એનાથી ગર્ભવતી સ્ત્રીને ઉલટી બંધ થઈ જાય છે અને શરીરને શક્તિ પણ મળે છે.

    image source
  • * એક આખા લીંબુને વચ્ચેથી કાપીને બે ટુકડા કરી લો. પછી બંને ભાગ ઉપર મરી પાઉડર અને મીઠું નાખીને એને ગરમ કરી લો અને ચૂસી લો. એનાથી ગર્ભવતી સ્ત્રીને ઉલ્ટીથી રાહત મળે છે.
  • * ગર્ભવતી સ્ત્રી દ્વારા એક બે દાડમનો રસ થોડો થોડો કરીને ચૂસવાથી પણ લાભ થાય છે. નિયમિત રીતે એવું કરવાથી ઉલટી કે ઉબકામાં ઘણી રાહત થાય છે.

    image source
  • *જ્યારે તમને ઉબકા અથવા ઉલટી જેવું લાગે છે, ત્યારે જીભ પર એક ચમચી સંતરાની છાલનો પાઉડર રાખી ચૂસવો. આ પછી એક કપ સંતરાનો રસ પીવો. સંતરાનો રસ તાજો અને સાઇટ્રિક સુગંધયુક્ત હોય છે જે ઉલટી અટકાવવામાં મદદ કરે છે.
  • *સગર્ભાવસ્થામાં ઉલટી અટકાવવા માટે, એક ગ્લાસ ઠંડા પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો. તેમાં મધ ઉમેરો અને આ પાણી પીવો. દરરોજ રાત્રે આ પાણીનું સેવન કરવાથી ગર્ભાવસ્થા દરમ્યાનની ઉલટી થવાની સમસ્યા બંધ થઈ જશે.

ઉલ્ટીમાં ધાણાનો ઉકાળો.

ધાણાનો ઉકાળો બનાવીને એમના મીશ્રી તેમજ ચોખાનું પાણી ભેળવીને પીવાથી ગર્ભવતી સ્ત્રીને ઉલટી બંધ થઈ જાય છે.

ઉકાળો બનાવવાની રીત.

image source

10 ગ્રામ ધાણા પાઉડર 2 કપ પાણીમાં ઉકાળો. અડધું રહે ત્યારે એને ઉતારીને મૂકી દો. એમાં એક ચમચી મીશ્રી પાઉડર અને અડધો કપ ચોખાનું પાણી ભેળવીને પીઓ. લીલા ધાણાનો રસ પણ થોડો થોડો કરીને બે ત્રણ વાર પીવાથી ઉલ્ટીમાં રાહત મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત