ઓહ માય ગોડ! મહિલાને દફનાવવાની ચાલી રહી હતી તૈયારી, શબપેટી ખખડાવી બોલી- હું જીવિત છુ

તમે ફિલ્મોમાં મૃત લોકોને ફરી જીવતા જોયા હશે. પરંતુ જો ખરેખર આવું કંઈક જોવામાં આવે તો કોઈના પણ હોશ ઉડી શકે છે. પેરુમાં ભૂતકાળમાં આવી જ એક ઘટના બની હતી. તેના વિશે સાંભળીને દરેક વ્યક્તિ દંગ રહી ગયા હતા. કાર અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાને દફનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી. મહિલાના મૃત્યુ પર પરિવારના સભ્યો અને મિત્રો ખૂબ જ રડી રહ્યા હતા. ત્યારબાદ શબપેટીની અંદરથી ધક્કો મારવાનો અવાજ આવ્યો અને મહિલા જીવતી ઊભી થઈ ગઈ. આ જોઈને લોકો નવાઈ પામ્યા જ નહી પણ ગભરાઈ પણ ગયા. ચલો જાણીએ શું છે આખી વાત.

image source

એક અહેવાલ મુજબ પેરુમાં રહેતી આ મહિલાની ઓળખ રોઝા ઈસાબેલ સેસ્પીડેસ કેલાકા (Rosa Isabel Cespedes Callaca) તરીકે થઈ છે. રિપોર્ટ અનુસાર, ઇસાબેલ રોડ અકસ્માતમાં જીવ ગુમાવ્યા બાદ લોકો તેના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ પછી એવો ચમત્કાર થયો, જેને જોઈને ત્યાં હાજર દરેક લોકો દંગ રહી ગયા. જે મહિલાનું અગાઉ મૃત્યુ થયું હતું તે શબપેટીને પછાડીને તરત જ બહાર આવી હતી. આ દરમિયાન જે લોકો તેમના મૃત્યુ પર ઘણા આંસુ વહાવી રહ્યા હતા તેઓ આ નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈને પણ આવા ચમત્કારની અપેક્ષા નહોતી.

image source

તમને જણાવી દઈએ કે રોઝા ઈસાબેલ એક ભયાનક કાર અકસ્માતનો ભોગ બની હતી. પરિવારના અન્ય સભ્યો પણ તેમની સાથે હતા. તેમાંથી ત્રણની હાલત ગંભીર છે, જ્યારે ડોકટરોએ રોઝા ઈસાબેલ અને તેની સાથેના અન્ય એક વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. રિપોર્ટ અનુસાર, 26 એપ્રિલે જ્યારે તેમને દફનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે કંઈક એવું બન્યું કે જેના પર લોકોને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો. અંતિમ સંસ્કાર દરમિયાન, ઇસાબેલના મૃત્યુથી પરિવારના સભ્યો રોકકડ કરી રહ્યા હતા. પછી શબપેટીમાંથી પછાડવાનો અવાજ સંભળાયો. જ્યારે કબ્રસ્તાનના કેરટેકરે શબપેટી ખોલી તો તે સ્તબ્ધ થઈ ગયો. રોઝા ઇસાબેલ જીવિત હતી.

આ પછી, રોઝા ઇસાબેલને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવી હતી. પરિવારજનોનું કહેવું છે કે અકસ્માત બાદ રોઝા ઈસાબેલ કદાચ કોમામાં જતી હશે અને ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ અંગે પેરુ પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે.”