હૃદય ના ધબકારા અચાનક વધારી શકે છે આ 5 ખોરાક, લાંબા સમય પછી હૃદય ની બીમારી નું જોખમ રહે છે.

હૃદય ની ધબકારા વધવા જરૂરી નથી પરંતુ કોઈ બીમારી નું જોખમ છે. ઘણીવખત સામાન્ય કારણો થી હૃદય ના ધબકારા વધી જાય છે. જ્યારે તમે વધારે ચિંતા માં હોવ તો અને જો કંઈક અચાનક ડરાવના દેખાય તો તમારા તરત જ હૃદય ના ધબકારા વધી જાય છે. આના સિવાય લોહીની ઉણપ ક્યારેક કોઈ દવા ના સેવન થી હૃદય ના ધબકારા વધે છે. આ સિવાય કંઈક ખોટું ખાવા પીવા થી ધબકારા વધી જાય છે. એવા આહાર જો ખાવા પીવા થી હૃદય ના ધબકારા વધે તો લાંબા સમય પછી ઘાતક સાબિત થાય છે. હૃદય ની બીમારી વધી જાય છે. એટલે એવા આહાર નું સેવન વિચારી ને કરવું.

image source

1. ચા અને કોફી.

image source

ચા અને કોફી નું વધારે સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. એનું કારણ એમાં કેફીન હોય છે. કેફીન વાળી વસ્તુ નું સેવન તમે વધારે કરો છો તો હૃદય ના ધબકારા વધે છે. વૈજ્ઞાનિક બતાવે છે કે જો આનું સેવન જો તમે દરરોજ કરો છો તો તેનું સેવન સીમિત માત્રા માં કરવા માં આવે તો તો તમારા સ્વાસ્થ્ય પર ઓછી અસર થશે. જો તમે 3 કપ થી વધારે પીશો તો તમને બહુ જ બીમારી જોખમ રહેલું છે.

2. કોલ્ડડ્રિન્ક અને ચોકલેટ.

કોલ્ડડ્રિન્ક અને ચોકલેટ નું સેવન કરો તો તમારા હૃદય ના ધબકારા વધી જાય છે.ઘણીવાર તમને ખબર પડતી નથી પરંતુ ધબકારા માપવાનું સાધન હોય તો તરત જ ટ્રેક કરી શકો છો. કોલ્ડડ્રિન્ક માં ખાંડ ની માત્રા વધારે હોય છે.શરીર માં ખાંડ પ્રમાણ વધી જાય છે. એ. સિવાય બન્ને વસ્તુ માં કેફીન હોય છે. જેથી નુકસાનકારક સાબિત થાય છે.

3.આલ્કોહોલ પીવાથી:

image source

આલ્કોહોલ એટલે દારૂ ની આદત સ્વાસ્થ્ય માટે સારી નથી. દારૂ પીવાથી હૃદય ના ધબકારા અચાનક વધી જાય છે. જે દરરોજ સેવન કરે છે એમનું હૃદય જે સેવન નથી કરતું એમના હૃદય કરતાં કમજોર હોય છે. આ સિવાય જે દરરોજ પીવે છે. એને એટેક અવાના ચાન્સ વધે છે. જીવલેણ સાબિત થાય છે. તેથી દારૂ નું સેવન ના કરવું જોઈએ.

4.MSG નાખી ને બનવેલું ચાઈનીઝ ફૂડ.

image sorce

જયારે ઇન્ડિયન કોઈ પણ રેસ્ટોરન્ટ માં જઈએ ત્યારે આ ફૂડ જોવા મળે છે.જેમાં મન્ચુરિયન મોમોસ હક્કા નુડલ્સ જેમાં MSG એટલે મોનોસોડિયમ ગ્લુકોમેટ નાખવા માં આવે છે. આને આજીનો મોટો પણ કહે છે.આ સફેદ ખાંડ જેવો પદાર્થ લાગે છે. આ વસ્તુ ખોરાક જલ્દી કૂક કરવા માટે નાખવા માં આવે છે . આના સેવન થી ધબકારા વધે છે.કેટલીય ખતરનાક બીમારી ને આમંત્રણ આપે છે.

5.એનર્જી ડ્રીંક.

image source

જે એનર્જી ડ્રીંક ને તમે હેલ્થી સમજી ને ગટાગટ પીવો છો. એ તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. આવા ડ્રીંક થી તમારા શરીર માં એટલે આ એનર્જી આવે છે કે એમાં ખાંડ માત્રા વધુ હોય છે. એમાં કેફીન નો પણ ઉપયોગ થાય છે.

તો આજે જ દૂર થઈ જાવ આ પાંચ વસ્તુ થી તમે રહો હેલ્થી અને ફિટ.