Site icon Health Gujarat

રેલવેએ કર્યો મોટો ફેરફાર, જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો ખાસ જાણી લો, હવે ઘરેથી લઈ જવી પડશે આ વસ્તુ

જો તમે આવનારા સમયમાં એસી કોચમાં ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. રેલ્વેએ ધાબળા અને બેડશીટના વિતરણમાં ઘટાડો કર્યો છે. હવે તમને AC ઇકોનોમી ક્લાસમાં ધાબળા અને બેડશીટ નહીં મળે. મુસાફરોએ તેને પોતાની સાથે લઈ જવાના રહેશે. તમને જણાવી દઈએ કે 21 માર્ચથી રેલવેએ એસી કોચમાં કોવિડ પહેલા સિસ્ટમ લાગુ કરી હતી.

બુધવારે, રેલ્વેએ એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું કે ટ્રેનોના એલએચબી એસી ઇકોનોમી કોચમાં પડદાની સાથે ધાબળા અને બેડશીટની વ્યવસ્થા હવે પાછી ખેંચી લેવામાં આવી છે. એટલે કે હવે આ કોચમાં મુસાફરોને ફ્રીમાં બેડ રોલ અને ધાબળા નહીં મળે. હવે રેલવે આ કોચમાં તાપમાનને નિયંત્રિત કરશે જેથી મુસાફરોને ધાબળાની જરૂર નહીં પડે.

Advertisement
image source

શું છે એસી ઇકોમીની કોચ

રેલ્વેએ ગયા વર્ષે જ એસી ઇકોનોમી કોચ રજૂ કર્યા હતા. તેનું ભાડું એસી થ્રી ટાયર કરતા ઓછું છે. આ કોચ LHB એટલે કે Linke Hoffmann Busch ડિઝાઇન પર તૈયા કરવામાં આવ્યા છે, આ કોચ વજનમાં હલકો છે. તેમની પાસે હાઇ સ્પીડ ક્ષમતા છે અને તેઓ વધુ વજન વહન કરી શકે છે.

હવે આ કોચમાં જ સુવિધા ઉપલબ્ધ થશે

ધાબળા અને ચાદરની સુવિધા હવે ઉચ્ચ વર્ગના મુસાફરોને મળશે. રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેનના ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી અને થર્ડ એસી ઈકોનોમી ક્લાસમાં બેડ રોલની સુવિધા આપવામાં આવે છે. આ સાથે એસી ક્લાસની બારીઓ પર પડદા પણ છે.

Advertisement

 

Advertisement
Advertisement
Exit mobile version