Site icon Health Gujarat

રજાઓ માણવા જતાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની કાર સાથે ભયંકર અકસ્માત, 16 કરોડની કિંમતની બુગાટીના ભૂક્કે ભૂક્કા બોલા ગયા, પોલીસે નોંધ્યો કેસ

મેજોર્કામાં રજાઓ ગાળવા પહોંચેલા દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના રૂ. 16 કરોડના બુગાટી વાહનને સોમવારે સવારે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી પરંતુ સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. અકસ્માત સમયે કારમાં રોનાલ્ડોનો એક બોડીગાર્ડ હાજર હતો.

image source

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હાલમાં માન્ચેસ્ટર સિટી સાથેની તેની નબળી સિઝન પછી ફ્રેશ થવા માટે દેશની બહાર છે. તે મેજોર્કામાં તેના સમગ્ર પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. તેણે પોતાની કારને અહીં જ લઈ જવી હતી, જેમાં અકસ્માત થયો હતો.

Advertisement

રોનાલ્ડોનો બોડીગાર્ડ કાર ચલાવી રહ્યો હતો અને અકસ્માત સમયે તે કારમાં એકલો હતો. તેણે પોતાનો કાબુ ગુમાવી દીધો હતો. કારનો આગળનો ભાગ ખરાબ રીતે તૂટી ગયો હતો. પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે અકસ્માતમાં અન્ય કોઈ વાહન સામેલ નથી. ડ્રાઈવરે કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો. ડ્રાઇવરે પોતે અકસ્માતની જાણ કરી હતી.

image source

ત્યાં હાજર એક સૂત્રએ કહ્યું, ‘કાર દિવાલ સાથે અથડાઈ પરંતુ ડ્રાઈવરને ઈજા થઈ નથી. આ અકસ્માતની સંપૂર્ણ જવાબદારી ડ્રાઈવરે લીધી છે.કાર રોનાલ્ડોના નામે છે અને તેના નામે જ પોલીસમાં ઘટના નોંધવામાં આવી છે. રોનાલ્ડોએ આ કાર વર્ષ 2016માં યુરો કપ જીત્યા બાદ ખરીદી હતી.

Advertisement

બુગાટી રોનાલ્ડોની લક્ઝરી કાર કલેક્શનનો એક ભાગ છે. તેમના સંગ્રહમાં એસ્ટન માર્ટિન, બેન્ટલી અને ફેરારી મોન્ઝાનો પણ સમાવેશ થાય છે. તેણે થોડા સમય પહેલા પોતાના સ્પેશિયલ કલેક્શનમાં રૂ. 66 કરોડની લિમિટેડ એડિશન બુગાટીનો સમાવેશ કર્યો છે.

Advertisement
Advertisement
Exit mobile version