Site icon Health Gujarat

તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરશે આ ખાદ્ય વસ્તુઓ…

રોગ પ્રતિકારક ક્ષમતા વધારતા આહાર

વર્તમાન સમયમાં જેવી રીતે લોકો ભાગદોડ ભરેલી જિંદગી જીવી રહ્યા છે આવામાં તેઓના શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા ઘટવા લાગે છે. તેમજ આજની પેઢીની કેટલીક ખરાબ આદતો જેવી કે, જંક ફૂડનું વધારે સેવન કરવું, સમયસર અને સ્વાસ્થ્ય વર્ધક ભોજનનું સેવન ના કરવાથી, એકબીજાની દેખાદેખીમાં મોટાભાગે બહારનું ભોજન આરોગવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે, જેના કારણે લોકો વાતાવરણમાં નજીવો ફેરફાર થાય છે તો પણ જલ્દી જ બીમારીનો ભોગ બની જાય છે.

Advertisement

આજે અમે આપને કેટલાક એવા સુપરફૂડસ વિષે જણાવીશું કે જેનું સેવન કરવાથી આપના શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધી જાય છે અને ઋતુ બદલવાના લીધે કે પછી કોઈ કારણોના લીધે જો આપ વારંવાર બીમાર પડતા હશો તો આપ પોતાને હંમેશા સ્વસ્થ રાખી શકશો. હવે અમે આપને એવા જ કેટલાક સુપરફૂડસ વિષે જાણકારી આપીશું.

-લીંબુ.:

Advertisement
image source

લીંબુના રસમાં એસીડીક તત્વ વધારે હોય છે. જે આપણા શરીરમાં એસીડ આલ્ક્લીનનું સંતુલન બનાવી રાખવામાં ખુબ મદદરૂપ થાય છે. લીંબુમાં રહેલ એસીડીક તત્વ શરીરમાં ઉત્પન્ન થતા હાનિકારક બેકટેરિયાને ખત્મ કરવાનું કામ કરે છે. ઉપરાંત વાયરસના લીધે વધી ગયેલ શરીરના પીએચ લેવલનું સંતુલન પણ યથાવત રાખે છે.

-જાંબુ.:

Advertisement
image source

જાંબુમાં એંટીઓક્સીડન્ટ અને વિટામીન સી ભરપુર પ્રમાણમાં મળી આવે છે. જાંબુનું સેવન કરવાથી શરીરમાં બ્લડ સેલ્સનું પ્રમાણ વધારે છે જેના કારણે આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. જેના કારણે આપનું શરીર ઋતુ બદલવાના કારણે થતા રોગો સામે રક્ષણ પૂરું પાડે છે.

-લસણ.:

Advertisement

જુના જમાનામાં લોકો નિયમિત રીતે લસણનું સેવન કરતા હતા જેના લીધે તેઓના શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા યથાવત રાખી શકવા માટે સક્ષમ હોતા હતા. લસણમાં ભરપુર પ્રમાણમાં સલ્ફર નામનું તત્વ મળી આવે છે. જે આપણા શરીરમાં રહેલા ફ્રી રેડીકલ સેલ્સ અને ઇન્ફેકશન કોશિકાઓને શરીર માંથી બહાર કાઢીને રોગ સામે સુરક્ષા પૂરી પાડે છે. લસણમાં રહેલ સલ્ફર તત્વ આપણા શરીરમાં હાજર વધારે પડતા ઝીંકનું શોષી લે છે.

-જવ.:

Advertisement
image source

જવ એક એવું અનાજ છે જેમાં બીટા-ગ્લુકોન નામનું એક ફાઈબર ભરપુર પ્રમાણમાં મળી આવે છે. ઉપરાંત જવમાં એંટી માઈક્રોબીયલ અને એંટી ઓક્સીડન્ટ જેવા તત્વોથી ભરપુર હોય છે. જે આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં તો મદદ કરે છે. ઉપરાંત આપણા શરીરના હિલીંગ પાવરને પણ વધારે છે.

-અળસી.:

Advertisement

અળસીમાં હાજર આલ્ફા-લીનોલેનીક એસીડ, ઓમેગા ૩ ફેટી એસીડ અને પાયથોએસ્ટ્રોજન ભરપુર પ્રમાણ મળી આવે છે. જે કેટલાક પ્રકારના લિગ્નન તરીકે જાણવામાં આવે છે. અળસીમાં રહેલ આ ત્રણ તત્વો આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે.

-ગાજર.:

Advertisement
image source

ગાજરમાં બીટા-કેરોટીનનું તત્વ ભરપુર પ્રમાણમાં મળી આવે છે. જેને વિટામીન એ માં પરિવર્તિત થાય છે. વિટામીન એ એક પાવરફુલ પાયથોન્યુટ્રીશન માનવામાં આવે છે. આ વિટામીન એ આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવામાં ખુબ જ મદદગાર સાબિત થાય છે. વિટામીન એની સાથે સાથે ગાજરમાં વિટામીન બી૬ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે.

-ચણા.:

Advertisement

ચણા એક એવું કઠોળ છે જેમાં એંટી ઓક્સીડન્ટઅને ઝીંક ભરપુર પ્રમાણમાં મળી રહે છે. ચણાનું સેવન કરવાથી શરીરમાં થતી બળતરાને ઘટાડવામાં મદદ કરે છે. આપણા શરીરમાં ઉત્પન્ન થતી ઝીંક જેવા પોષકતત્વોની ઉણપને દુર કરે છે અને આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે.

-શક્કરીયા.:

Advertisement

શક્કરીયામાં વિટામીન એ, વિટામીન સી અને એંટી ઓક્સીડન્ટ ભરપુર પ્રમાણમાં હોય છે. જે આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા તો વધારે જ છે ઉપરાંત આખા દિવસ દરમિયાન શરીરને જરૂર પડતા વિટામીન એ નું પ્રમાણ પણ પૂરું પાડે છે.

Advertisement
Advertisement
Exit mobile version