Site icon Health Gujarat

રશિયા યુક્રેન યુદ્ધ વિશે મોટો ઘટસ્ફોટ, રશિયન સૈનિકો બળજબરીથી 2 લાખ બાળકોને પોતાની સાથે લઈ ગયા

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ બુધવારે કહ્યું કે રશિયન સૈનિકોએ પોતાની સાથે બળજબરી યુક્રેન જીતવા નાગરિકોને લઇ ગયા છે જેમાં 2 લાખ બાળકો પણ સામેલ છે. તેમણે કહ્યું કે આમાં અનાથાશ્રમમાંથી લઈ જવામાં આવેલા બાળકોનો સમાવેશ થાય છે, માતાપિતા સાથે લઈ જવામાં આવે છે અને તેમના પરિવારોથી અલગ થઇ ગયેલા બાળકો સામેલ છે.

image source

તેમનો ઉદ્દેશ્ય યુક્રેનની યાદોને ભૂંસી નાખવાનો છે

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ બુધવારે રાત્રે દેશને એક વીડિયો સંદેશમાં કહ્યું, “આ ગુનાહિત નીતિનો હેતુ માત્ર લોકોને ચોરી કરવાનો નથી, પરંતુ લોકોની યુક્રેનની યાદોને ભૂંસી નાખવાનો અને તેમને પાછા ફરવા માટે અસમર્થ બનાવવાનો છે.”

Advertisement
image source

યુદ્ધમાં અત્યાર સુધીમાં 243 બાળકો માર્યા ગયા છે

રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયાના કબજા હેઠળના પ્રદેશોમાં યુદ્ધમાં 243 બાળકો માર્યા ગયા, 446 ઘાયલ થયા અને 139 ગુમ થયા. તેમણે કહ્યું કે આ સંખ્યા વધુ હોઈ શકે છે કારણ કે તેમની સરકાર રશિયન સૈનિકોના કબજામાં રહેલા વિસ્તારોની સ્પષ્ટ સ્થિતિથી વાકેફ નથી. તેમણે 11 બાળકોના નામનો ઉલ્લેખ કર્યો અને તેમના મૃત્યુની માહિતી આપી.

 

Advertisement
Advertisement
Exit mobile version