Site icon Health Gujarat

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુએ બોલિવૂડમાં અવવાને લઈ આપ્યું સ્ફોટક નિવેદન, કહ્યું- બોલિવૂડ મને એફોર્ડ નહીં કરી શકે

દેશમાં સાઉથની ફિલ્મોનો ક્રેઝ સતત વધી રહ્યો છે. સતત સાઉથની ફિલ્મો બોલિવૂડમાં પણ કમાલ કરી રહી છે અને સાઉથની ફિલ્મોના ચાહકો વધી રહ્યા છે. આ દરમિયાન સાઉથના મહાન અભિનેતા મહેશ બાબુએ બોલિવૂડને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે તે હિન્દી ફિલ્મોમાં પોતાનો સમય વેડફવા માંગતો નથી.

image source

તમને જણાવી દઈએ કે અભિનેતાએ હાલમાં જ આદિવી શેષની ફિલ્મ મેજરના ટ્રેલર લોન્ચ દરમિયાન તેના બોલિવૂડ ડેબ્યૂ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

Advertisement
image source

મીડિયા સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેને પોસાય તેમ નથી તેથી તે હિન્દી ફિલ્મમાં કામ કરીને પોતાનો સમય બગાડે નહીં.

image source

હિન્દી ફિલ્મો વિશે વાત કરતાં મહેશ બાબુએ કહ્યું- ‘મને હિન્દી ફિલ્મોની ઘણી ઑફર્સ મળે છે, પરંતુ મને નથી લાગતું કે તેઓ મને અફોર્ડ કરી શકે. હું એવા ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા નથી માંગતો જે મને અફોર્ડ ન કરી શકે.

Advertisement
Advertisement
Exit mobile version