સરસવ તેલના આ ગુણો જાણીને તમને થશે આશ્વર્ય, કેન્સરથી લઈને ત્વચા સુધીમાં બધામાં છે ફાયદાકારક

સરસવ ભારતમાં પેહલીવાર 3000 ઇસાની આસપાસ ઉગાડવામાં આવ્યો હતો અને તે તેના ઔષધીય મૂલ્યો માટે જાણીતો છે.સરસવનું તેલ તેના બીજમાંથી કાઢવામાં આવે છે અને સરસવનું તેલ વર્ષોથી રસોઈમાં વપરાય છે.આ તેલ મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડમાં સમૃદ્ધ છે.તેમાં ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ,એન્ટીઓકિસડન્ટો અને અન્ય ખનિજો છે જે ઘણા આરોગ્ય લાભો પૂરા પાડે છે.આ તેલ હૃદયરોગના જોખમને ઓછું કરી શકે છે,શરદી અને ઉધરસથી રાહત આપી શકે છે અને વાળ અને ત્વચા સંબંધિત સમસ્યાઓની સારવાર કરી શકે છે.

સરસવના તેલમાં મોનોસેચ્યુરેટેડ અને પોલીસેચ્યૂરેટેડ ફૈટી એસિડ (એમયુએફએ અને પીયુએફએ) અને ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ ઉંચી માત્રામાં હોય છે તેમાં હાજર ચરબી 50% દ્વારા ઇસ્કેમિક હૃદય રોગ માટે ફાયદાકારક છે.

image source

સરસવમાં હાયપોકોલેસ્ટેરોલેમિક (કોલેસ્ટરોલ-લોઅરિંગ) અને હાયપોલીપિડેમિક (લિપિડ-લોઅરિંગ) અસરકારક છે.સરસવનું તેલ ખરાબ કોલેસ્ટ્રોલ (એલડીએલ) નું સ્તર ઓછું કરી શકે છે અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલ (એચડીએલ) નું સ્તર વધારી શકે છે.તેનાથી હૃદયને લગતા રોગોનું જોખમ ઓછું થઈ શકે છે.

image source

સરસવ એન્ટીબેક્ટેરિયલ,એન્ટિફંગલ અને બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે.સરસવના તેલમાં એન્ટીબેક્ટેરિયલ,એન્ટિફંગલ ગુણ હોય છે.તાજેતરના અધ્યયનોએ બતાવ્યું છે કે સરસવનું તેલ કોલાઈ સામે એન્ટીબેક્ટેરિયલ એજન્ટ તરીકે કામ કરે છે.સરસવના તેલમાં ગ્લુકોસિનોલેટ હોય છે,જે બેક્ટેરિયા અને અન્ય સુક્ષ્મજીવાણુઓને શરીરમાં આવતા અટકાવે છે.સરસવના તેલમાં શક્તિશાળી એન્ટિફંગલ ગુણધર્મો છે જે ત્વચા પર ફોલ્લીઓ અને બળતરા જેવા ચેપમાં અસરકારક છે.

image source

સરસવનું તેલ શરદી અને ઉધરસથી રાહત આપે છે,સરસવનું તેલ શરદી અને ઉધરસથી રાહત માટે દાયકાઓથી વપરાય છે.તેમાં એક હીટિંગ ગુણ રહેલો છે જે શ્વસન માર્ગમાં જામેલા કચરાને સાફ કરી શકે છે. જો તમે તેને લસણમાં ભેળવીને છાતી અને પીઠ પર માલિશ કરો તો તમને મોટો ફાયદો થશે.
સરસવનું તેલની વરસ લેવાથી પણ શરદી અને ઉધરસમાં ફાયદો થઈ શકે છે.વરાળ લેવા માટે સરસવનું તેલ ખૂબ ફાયદાકારક છે.આ રીતે બનાવો વરાળ,એક વાસણમાં પાણી ઉકાળો પછી તેમાં થોડા સ્ટીમ નાબીજ અને બે થી ત્રણ ચમચી સરસવનું તેલ નાંખો અને તે વરાળ લો.આ કરવાથી શ્વાસની નળીમાં અટકાયેલો કફ સાફ થશે. માનવામાં આવે છે કે સરસવનું તેલ ખૂબ શક્તિશાળી કુદરતી દવા તરીકે કામ કરે છે.તમે તેનો ઉપયો તમારા ચેહરા પર પણ કરી શકો છો તમારા ચહેરા પર માલિશ કરીને તમે તમારી ચહેરાની ત્વચાને સ્વસ્થ બનાવી શકો છો.

image source

સરસવનું તેલ કેન્સરનું જોખમ ઘટાડી શકે છે.સરસવના તેલમાં કેન્સર સામે લડવાના ગુણધર્મો રહેલા છે.તેમાં લિનોલેનિક એસિડ પૂરતા પ્રમાણ હોય છે.કેટલાક સંશોધન સૂચવે છે કે આ એસિડ આંતરડાના કેન્સરની તીવ્રતાને ઘટાડી શકે છે.સાઉથ ડકોટા યુનિવર્સિટીએ કરેલા એક અભ્યાસમાં પણ તે જ સાબિત થયું.તેઓએ કોલોન કેન્સરથી પ્રભાવિત ઉંદર પર સરસવ મકાઈ અને માછલીના તેલની અસરકારકતાનું પરીક્ષણ કર્યું.સરસવનું તેલ માછલીના તેલ કરતા ઉંદરમાં આંતરડાના કેન્સરને રોકવા માટે વધુ અસરકારક હોવાનું જોવા મળ્યું છે.ઘણા દેશોમાં નવજાત શિશુ માટે સરસવના તેલની માલિશ ખૂબ જ પ્રચલિત છે.તેથી બાળકો અથવા મોટા લોકોએ મસાજ માટે સરસવના તેલનો ઉપયોગ કરવો જોઇએ. સરસવના તેલની માલિશ કરવાથી શરીરના સ્નાયુઓ મજબૂત થાય છે અને લોહીનું પરિભ્રમણ પણ સુધરે છે. તે શરીરમાં હૂંફ બનાવવા માટે પણ મદદગાર છે.

સરસવનું તેલ ખૂબ પૌષ્ટિક માનવામાં આવે છે,તેથી ઉષ્ણતાને મતે શિયાળામાં તે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

image source

સરસવના તેલમાં મીઠું નાખીને તે દાંત પર ઘસવાથી દાંતની અગવડતામાં રાહત મળે છે,તેથી દાંત પહેલા કરતાં મજબૂત બને છે.

ત્વચા સંબંધિત સમસ્યાઓમાં પણ તે ખૂબ ફાયદાકારક છે.તે શરીરના કોઈપણ ભાગમાં થતા ખીલને વધતા અટકાવે છે અને ત્વચાને સ્વસ્થ અને ચળકતી બનાવે છે.

તે વાળના મૂળને પોષણ આપે છે અને લોહીનું પરિભ્રમણ વધારે છે, જેથી વાળ ખરતા અટકે છે.તેમાં ઓલીક એસિડ અને લિનોલીક એસિડ હોય છે,જે વાળના વિકાસમાં વધારો કરવા માટે સારું છે.

image source

ઘણા લોકો સરસવના તેલનો ઉપયોગ ટોનિક તરીકે પણ કરે છે.તે શરીરની ક્ષમતામાં વધારો કરીને શરીરની નબળાઇ દૂર કરવામાં મદદ કરે છે આ તેલની માલિશ કર્યા પછી નહાવાથી શરીર અને ત્વચા બંને સ્વસ્થ રહે છે.

image source

સરસવનું તેલ ઠંડા દિવસોમાં ગરમી મેળવવાનો એક ઉપચાર છે,શુષ્ક અને રૂખી ત્વચા હળવા ગરમ તેલની મસાજથી નરમ,મુલાયમ અને સરળ બની જાય છે.સરસવના તેલની માલિશ કરવાથી સંધિવા અને સાંધાનો દુખાવો પણ મટે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત