વાળને કાળા કરવા અને શાઈનિંગ જાળવી રાખવા માટે કરી લો આ ખાસ ઉપાયો, કમાલનો છે નુસખો

ઝડપથી બદલાતી અને વ્યસ્ત લાઈફમાં વાળ ખરવા અને સાથે વાળના ફાટવાની એટલે કે બે મોઢાના વાળની સમસ્યા સામાન્ય જોવા મળે છે. ખરતા વાળને કંટ્રોલમાં લેવા માટે કોઈ પણ પ્રકારના કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા માટે લોકો તૈયાર રહે છે તેમ છતાં અનેકવાર આ સમસ્યાનો કોઈ ઉકેલ મળતો નથી. એવામાં આ માટે ઘરેલૂ ઉપાયો કારગર અને મદદરૂપ સાબિત થતા હોય છે. તો તમે પણ જાણી લો આવા ખાસ ઉપાયો અને કરી લો ફટાફટ ટ્રાય, તમારા વાળ ખરતા બંધ થશે અને તેમને નવું શાઈનિંગ પણ મળશે.

image source

મોંઘા હેર પ્રોડક્ટ્સની તુલનામાં આયુર્વેદિક ઘરેલૂ નુસખાની શોધમાં લોકો રહેતા હોય છે. જો તમે પણ વાળને ચમકદાર અને ઘેરા બનાવવા ઈચ્છો છો તો તમે અહીં આપેલા ઘરેલૂ નુસખાને ટ્રાય કરી લો તે જરૂરી છે.

વાળને માટે લાભદાયી છે ભૃંગરાજ

image source

ભૃંગરાજનો ઉપયોગ અનેક આયુર્વેદિક હેર ઓઈલ્સમાં કરવામાં આવે છે. તેનાથી વાળને માટે કોઈ રામબાણથી ઓછું માનવામાં આવી રહ્યું નથી. હેર એક્સપર્ટ્સની વાત માની લઈએ તો ભૃંગરાજના ઉપયોગથી વાળનું ખરવું, ડેન્ડ્ર્ફ અને વાળનું જલ્દી સફેદ થવું ઘટે છે. આ સાથે આ વાળને મજબૂત પણ બનાવે છે. આયુર્વેદમાં કહેવાયું છે કે ભૃંગરાજ વાળને માટે રસાયણ છે તેની અંદર સ્પેશ્યિલ એન્ટી એજિંગ ગુણ અને કાયાકલ્પ કરવાની ક્ષમતા હોય છે. તેનાથી વાળને તેલ અને માસ્કના રીતે સારી રીતે યૂઝ કરી શકાય છે.

આમળા પણ વાળને આપે છે ખાસ ફાયદો

image source

આયુર્વેદના જાણકાર કહે છે કે આમળામાં એવા તત્વો હોય છે જે વાળને સોફ્ટ બનાવે છે અને સાથે સાથે તેને ચમકદાર અને ગ્રોથ વધારવામાં મદદ કરે છે. આમળઆની પેસ્ટ બનાવીને વાળમાં લગાવી લેવાથી હેર ગ્રોથ સારો રહે છે. આમળાની પેસ્ટમાં તમે થોડી જડી બુટટીઓ મિક્સ કરી શકો છો. જે વાળને મજબૂત અને લાંબા કરવામાં મદદ કરે છે.

નારિયેળનો ઉપયોગ

image source

વાળને માટે નારિયેળ તેલનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે. તમે સૂકા ગોળાનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય ગોળાને પાણીને એનર્જી ડ્રિંકની રીતે પણ પી શકો છો. સાથે ઓઈલને વાળને માટે સારું બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. વાળને મજબૂતી આપવામાં તેને કારગર માનવામાં આવી રહ્યું છે.

વાળને માટે અલોવેરા

image source

આયુર્વેદના અનુસાર તમે અલોવેરાને હેર માસ્કના રૂપમાં કામમાં લઈ શકો છો. અલોવેરા જેલને સ્કેલ્પ પર લગાવીને રહેવા દો અને એક કલાક બાદ શેમ્પૂ કરીને વાળ ધોઈ લો. તે તમારા ડેમેજ વાળને સારા કરે છે અને સાથે ડ્રાય હેરને સિલ્કી અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.