શાકહારી લોકો જલદી નથી બનતા આ રોગના ભોગ, જાણી લો આ વિશે શું કહ્યું નિષ્ણાંતોએ

શાકાહારી હોવું લાભકારી છે કે માંસાહારી આ વાત વર્ષોથી ચર્ચાનો વિષય રહ્યો છે. ઘણા લોકો આ બાબતે ચર્ચા કરતાં હોય છે કે શાકાહારી હોવાથી શું લાભ છે અને માંસાહાર કરવાથી શું થાય છે. બંને બાબતોના તર્ક અલગ અલગ છે. પરંતુ એક રિસર્ચમાં જે ખુલાસો થયો છે તેને ધ્યાને લઈએ તો શાકાહારી હોવું લાભકારી છે.

image source

શાકાહાર અને માંસાહાર સંબંધે થયેલી એક રિસર્ચમાં સામે આવ્યું છે કે શાકાહારી લોકોની બાયોમાર્કર પ્રોફાઈલ માંસાહારી લોકોની સરખામણીમાં વધારે સ્વસ્થ હોય છે. એટલે તેનો અર્થ એવો થાય છે કે શાકાહારી લોકોને ગંભીર બીમારીઓ થવાનું જોખમ માંસાહારી લોકોની સરખામણીમાં ઓછું હોય છે.

image source

ઉલ્લેખનીય છે કે કોઈપણ માણસના બાયોમાર્કર્સ સારા હોવાનો અર્થ એ થાય છે કે તે માણસના સ્વાસ્થ્યને સારું રાખે છે. આવા વ્યક્તિ સ્વસ્થ હોય છે. સામાન્ય રીતે શરીરમાં ડાયટ અને આપણા સ્વાસ્થ્ય વિશે જાણવા માટે ડોક્ટર્સ બાયોમાર્કર ટેસ્ટ કરાવે છે.

યૂનિવર્સિટી ઓફ ગ્લાસગોના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જે રિસર્ચ કરી હતી તેમાં દાવો કરવામાં આવ્યો છે કે શાકાહારી લોકોના બાયોમાર્કર વધારે સારા હોય છે. એટલે કે શાકાહારી લોકોનું સ્વાસ્થ્ય માંસાહારી લોકોની સરખામણીમાં વધારે સારું હોય છે.

image source

વૈજ્ઞાનિકોએ આ રિસર્ચ 1,77,000 લોકો પર કરી હતી. આ રિસર્ચમાં જે લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમની ઉંમર 37થી 73 વર્ષની વચ્ચેની હતી. રિસર્ચમાં શાકાહારી લોકોને હાર્ટની સમસ્યા, કેન્સર જેવી બીમારી થવાનું જોખમ માંસાહારી લોકોની સરખામણીમાં ઓછું જણાયું હતું. શાકાહારી લોકોમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં જણાયું હતું. સાથે જ શાકાહારી લોકોનું લીવર પણ માંસાહારી લોકોની સરખામણીમાં વધારે સારું હતું.

image source

વૈજ્ઞાનિકોનું આ મામલે કહેવું છે કે ઘણી બીમારીઓ એવી છે જેનો સંબંધ વ્યક્તિની ખાવાપીવાની આદતો સાથે વધારે હોય છે. આવી બીમારીમાં હાર્ટ, બીપી, ડાયાબિટીસ, હૃદયની ગંભીર બીમારી અને કેટલાક પ્રકારનું કેન્સર એવું હોય છે જેનો સીધો સંબંધ આપણી ખાણીપીણીની આદતો સાથે હોય છે.

image source

માંસાહારી લોકોમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધારે હોય છે. આ કોલેસ્ટ્રોલના કારણે આપણી રક્ત વાહિકાઓમાં બ્લોકેજ આવી જાય છે. તેના કારણે હૃદયની બીમારનું જોખમ વધી જાય છે. જો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મીટને આહારમાંથી સાવ બાદ કરી દેવું પણ યોગ્ય નથી. જો કે તેમણે રેડ મીટને બદલે ચિકન, ફિશ મીટનો ઉપયોગ કરવાની વાતને યોગ્ય ગણાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત