માત્ર યોગ જ નહીં, શિલ્પાના આ 4 ફિટનેસ મંત્ર રાખો યાદ અને બનાવો શેટ્ટી જેવી ફિગર

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ હાલમાં જ (૮ જુનના દિવસે) પોતાનો 45 મો જન્મદિવસ મનાવ્યો છે. આ ઉમરમાં પણ શિલ્પા શેટ્ટી પોતાના ટોન બોડી ફીગર માટે ખુબ જ જાણીતી છે, અને તે પોતાની ફિટનેસના કારણે ચાહકો માટે પ્રેરણારૂપ પણ છે. શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટીવ રહે છે અને તે દરરોજ પોતાના ફિટનેસ વિડિઓ અને ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તો અમે આજે આપને શિલ્પાના સ્વસ્થતાનું રહસ્ય જણાવવા જઈ રહ્યા છે.

image source

તંદુરસ્તીનું રહસ્ય છે નિયમિત યોગ

પોતાના સ્વાસ્થ્ય બાબતે શિલ્પા કહે છે કે ‘ઘણીવાર લોકો મારી પાસેથી એ જાણવા માગે છે કે, હું શું ખાઉં છું? હું કેટલું વર્કઆઉટ કરું છું? અને હું હંમેશા મારી તંદુરસ્તીનો શ્રેય યોગ અને મારી તંદુરસ્ત જીવનશૈલીને આપું છે.’ ઉલ્લેખનીય છે કે પોતાના સ્વાસ્થ્યને જાળવવા માટે, શિલ્પા કાર્ડિયોથી લઈને તાકાત તાલીમ અને યોગ સુધીની તમામ પ્રકારની કસરતો કરવાનું પસંદ કરે છે.

image source

શિલ્પાનો નિયમિત વર્કઆઉટ પ્લાન આ પ્રમાણે હોય છે

શિલ્પા શેટ્ટી અઠવાડિયામાં 5 દિવસ એક્સરસાઇઝ અને યોગાસન કરે છે. જેમાં 2 દિવસ યોગ, 2 દિવસ શક્તિ વર્ધક કસરત અને 1 દિવસ કાર્ડિયો માટેની કસરતો શામેલ હોય છે. યોગ કર્યા પછી શિલ્પા રોજ 10 મિનિટ સુધી ધ્યાન કરે છે. યોગ્ય કસરતમાં સમય વિતાવીને પછી શિલ્પા પ્રોટીન શેક પીવે છે. આ સિવાય તે રોજ 8 કિસમિસ અને બ2 ખજુરનું પણ સેવન કરે છે.

હું ડાયેટમાં વિશ્વાસ નથી રાખતી : શિલ્પા

image source

એમણે જણાવ્યું હતું કે, ‘હું ડાયેટિંગમાં જરાય વિશ્વાસ કરતી નથી. હું તંદુરસ્ત અને સંતુલિત આહાર લઉં છું. હું બ્રાઉન કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનયુક્ત ખોરાક જેવા કે બ્રાઉન બ્રેડ, બ્રાઉન રાઈસ, બ્રાઉન સુગર, બ્રાઉન પાસ્તા વગેરે પર વધુ ધ્યાન આપું છું. એમણે જાણાવ્યું કે હું પેકેજ ડ્રિંક્સ અને કોલ્ડ ડ્રિંક્સ લેવાનું ટાળું છું. અઠવાડિયામાં છ દિવસ તંદુરસ્ત આહાર લઉં છું, જેમાં શાકાહારી અને પૌષ્ટિક આહાર સામેલ હોય છે.

આ પ્રકારનો હોય છે શિલ્પાનો દિવસ

દિવસની શરૂઆત શિલ્પા એલોવેરા જ્યુસથી કરે છે. શિલ્પા શેટ્ટી દિવસમાં 1800 કેલરી લે છે. એમના દિવસની શરૂઆત આમલા અને કુંવારપાઠાના રસથી થાય છે. આ સાથે તેઓ ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા કાર્બોહાઇડ્રેટ લેવાનું પણ ભૂલતા નથી.

અઠવાડિયાના દર રવિવારે તે ચીટ ડાયટ લે છે. તે દર રવિવારે ચીટ ભોજન લેવાનું પસંદ કરે છે, જેમાં તે ફાસ્ટ ફૂડ, મીઠાઈઓ, તેલયુક્ત વાનગીઓ જેવી તેની પસંદગીની બધી જ વસ્તુઓ ખાય છે. તે હંમેશાં તેના ચીટ ભોજનના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. એણે જણાવ્યું કે ‘હું રાત્રે આઠ વાગ્યા પછી ક્યારેય જમતી નથી, પણ રવિવારના દિવસે હું આહાર માટે કોઈ જ નિયમને ફોલો નથી કરતી. આ દિવસે, મને જે ગમે છે તે હું ખાઈ લઉ છું.

image source

વજનને નિયંત્રણ રાખવામાં શિલ્પા સાવચેત રહે છે. જો તમને લાગ્યું હોય કે ચીટ ડાયટ લેવાથી શિલ્પાનું વજન વધતું નહી હોય તો તમને જણાવી દઇએ કે તે નિયમિત 20 મિનિટ કાર્ડિયો અને બર્પી કસરતો કરે છે. આ સિવાય તે રોજ સૂર્ય નમસ્કારનો અભ્યાસ પણ કરે છે.
શિલ્પા પોતાના આહારમાં આ વસ્તુઓ જરૂર લે છે.

image source

નાસ્તો (સવાર) – ૧ કટોરી દળિયું અને એક કપ ચા

કસરત કર્યા પછી – પ્રોટીન યુક્ત જ્યુસ, ૨ ખજુર અને ૮ કીસમીસ

ભોજન (બપોરે) – ઘી ચોપડેલ ૧ રોટલી (અલગ અલગ અનાજથી બનેલી), ચીકન, ડાળ, રીફાઈન તેલમાં બનેલ શાક

બપોર પછી – એક કપ ગ્રીન ટી

સાંજે – સોયા મિલ્ક

ભોજન (રાત્રે) – સફરજન અને સલાડ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત