શું તમે જાણો છે સાઇલેન્ટ હાર્ટ એટેક વિશે? જો ‘ના’ તો અત્યારે જ જાણી લો કારણકે..

શુ હોય છે સાઇલેન્ટ હાર્ટ અટેક, તમને પણ તો નથી આવયોને ક્યારેક?

હૃદય રોગના હુમલાનું સૌથી મોટું લક્ષણ માનવામાં આવે છે છાતીમાં થતા તીવ્ર દુખાવાને. ઘણીવાર કોઈ ફિલ્મી દ્રશ્યમાં જ્યારે કોઈકને હૃદય રોગનો હુમલો થાય છે તો એ પોતાની છાતી પર જોરથી હાથ દબાવી દે છે, દુખાવાના કારણે એમની આંખોમાં ગભરાહટ દેખાવા લાગે છે અને એ જમીન પર પડી જાય છે. આપણને બધાને જ એવું લાગે છે કે હૃદય રોગનો હુમલો થાય ત્યારે આવું જ કંઈક થતું હશે.. એવું લાગતું હશે જાણે આપણી છાતીને કોઈ ભીંસી રહ્યું હોય. આવું થાય પણ છે પણ દર વખતે નહિ.

image source

જ્યાંરે હૃદય સુધી લોહી નથી પહોંચતું ત્યારે હૃદય રોગનો હુમલો થાય છે. સામાન્ય રીતે લોહીનો કોઈ ગાઠ્ઠો વચ્ચે આવી જાય તો એને કારણે લોહી હૃદય સુધી નથી પહોંચી શકતું અને એના કારણે છાતીમાં તીવ્ર દુખાવો થાય છે. પણ ક્યારેક ક્યારેક હૃદય રોગના હુમલામાં દુખાવો નથી થતો.

કેટલીક વાર બહુ જ હળવો દુખાવો થાય છે અને લોકોને લાગે છે કે અપચાને લીધે ગેસના કારણે આ દુખાવો થઈ રહ્યો છે અને પછી જ્યારે હોસ્પિટલમાં ઇસીજી થાય છે ત્યારે ખબર પડે છે કે એમને હૃદય રોગનો હુમલો થયો હતો. આને સાઇલેન્ટ હાર્ટ અટેક કહેવામાં આવે છે.

છાતીમાં દુખાવો નથી થતો.

image source

વર્ષ 2016માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ હૃદય રોગના હુમલાના 45 ટકા કેસ સાઇલેન્ટ હાર્ટ અટેકના હોઇ શકે છે. જોકે અભ્યાસ માટે આ આંકડા 1990થી એકઠા કરવામાં આવી રહ્યા છે અને ત્યારથી અત્યાર સુધીમાં હૃદય રોગના હુમલાના નિદાનમાં ઘણો સુધારો થયો છે. એટલે બની શકે કે હકીકત આટલી ભયાવહ ન પણ હોય, પણ હજી પણ ઘણા એવા લોકો છે જેમને ખબર જ નથી પડતી કે એમને હૃદય રોગનો હુમલો થયો છે.

image source

અમુક વાર દર્દીના જડબા, ગરદન, પેટ કે પીઠમાં દુખાવો થાય ચ3, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, અશક્તિ લાગ્યા કરે છે, ચક્કર આવે છે, પરસેવો થાય છે, ઉલટી જેવું થયા કરે છે પણ છાતીમાં તીવ્ર દુખાવો નથી થતો અને એ સમજી નથી શકતા કે ખરેખર તો એમને હૃદયની બીમારી છે.

સ્ત્રીઓમાં થાય છે વધુ દુખાવો.

image source

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે છાતીમાં દુખાવો થયા વગર હૃદય રોગનો હુમલો થવાના કેસ સ્ત્રીઓમાં વધુ હોય છે. જેના કારણે એમને મેડિકલ હેલ્પ મોડી મળે છે અને એમની બચવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. આ માન્યતા અંગે હકીકત જાણવા માટે કેનેડાના શોધકર્તાઓએ વર્ષ 2009માં હૃદય રોગના હુમલાના લક્ષણોને માપવા માટે એન્જીયોપ્લાસ્ટી કરાવનારા 305 દર્દીઓનો અભ્યાસ કર્યો હતો.

image source

એન્જયોપ્લાસ્ટીમાં બંધ રક્તવાહીનીમાં એક નાનો બલૂન મૂકી એને ફુલાવવામાં આવે છે જેથી કરીને એને ફરી ખોલી શકાય. આ પ્રક્રિયાના લક્ષણ હૃદય રોગના હુમલાના લક્ષણો સાથે મળતા આવે છે. એટલા માટે શોધ દરમિયાન જ્યારે રક્તવાહિનીની અંદર બલૂન ફુલાવવામાં આવ્યો ત્યારે દર્દીને પૂછવામાં આવ્યું કે એમને શુ મહેસુસ થાય છે. છાતીમાં બેચેની, શ્વાસ લેવામાં તકલીફ, પરસેવો થવો જેવા લક્ષણો પુરુષ અને સ્ત્રીઓમાં એક જેવા જ હતા પણ સ્ત્રીઓએ છાતીમાં દુખાવાની સાથે સાથે ગરદન અને જડબામાં દુખાવાની ફરિયાદ પુરુષોની સરખામણીમાં વધુ કરી.

કેટલાક બીજા પણ અભ્યાસ કરવામાં આવ્યા, પણ આ માન્યતાને લઈને કોઈ પાક્કા પુરાવા ન મળ્યા.પછી વર્ષ 2011માં એક વ્યાપક સમીક્ષા કરવામાં આવી, જેનો એક માત્ર ઉદ્દેશ એ સમજવાનો હતો કે શું હૃદય રોગના હુમલાની બાબતે સ્ત્રીઓ અને પુરુષોના અનુભવમાં કોઈ ફેર હોય છે. સમીક્ષામાં અમેરિકા, જાપાન અને કેનેડાના અભ્યાસને સામેલ કરવામાં આવ્યો હતો. આ સૌથી મોટા અભ્યાસમાં 9 લાખથી પણ વધુ હૃદય રોગના દર્દીઓની સમીક્ષા કરાઈ હતી. 26 સર્વોત્તમ અભ્યાસના આંકડા લેવામાં આવ્યા, એમને એકબીજા સાથે મેળવવામાં આવ્યા અને પછી એમનું ફરી વિશ્લેષણ કરવામાં આવ્યુ.

image source

આ સમીક્ષા એ નિષ્કર્ષ પર પહોંચી હતી કે હૃદય રોગનો હુમલો થાય ત્યારે સ્ત્રીઓમાં છાતીમાં દુખાવાની ફરિયાદ પુરુષો કરતા ઓછી હોય છે પણ થાક, ચક્કર, ગરદનમાં દુખાવો, જડબામાં દુખાવો વગેરે ફરિયાદો પુરુષોની સરખામણીમાં વધુ હોય છે. પણ એ પણ સામે આવ્યું કે મોટાભાગના કેસમાં સ્ત્રીઓ અને પરુષોને હૃદય રોગના હુમલામાં બંનેને જ છાતીમાં દુખાવાની ફરિયાદ હોય છે પણ લગભગ 33 ટકા સ્ત્રીઓને હૃદય રોગના હુમલા વખતે છાતીમાં દુખાવો કે બળતરા કે બેચેનીનો અનુભવ નહોતો થયો અને એ જ કારણે એમને એ સમજવામાં તકલીફ પડી કે આખરે એમની સાથે થઈ શુ રહ્યું છે.

ડોકટરી મદદ

image source

સીધી વાત છે જો તમે લક્ષણોની ગંભીરતાને સમજશો જ નહીં તો તમે મદદ પણ નહીં જ માંગો. મોટાભાગના લોકો ડોકટરની મદદ લેતા પહેલા 2થી 5 કલાકની રાહ જોવે છે. એક નવા અભ્યાસમાં લોકોની વિચાર પ્રક્રિયાને સમજવાની કોશિશ કરવામાં આવી કે લોકો કેવી રીતે નક્કી કરી છે કે હવે સ્થિતિ વધુ ગંભીર છે અને ડોકટરની મદદ લેવી જોઈએ.
તો બધાનું એવું જ માનવું છે કે છાતીમાં અસહ્ય દુખાવો થાય તો એને હૃદય રોગનો હુમલો માનવામાં આવે છે પણ એટલે જ ખતરનાક બીજા લક્ષણો પણ છે જેમ કે જડબા અને ગરદનમાં દુખાવો, બેચેની લાગવી, ચક્કર આવવા. એટલે આ લક્ષણોને અવગણશો નહિ અને તરત ડોકટરની મદદ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત