સિમ્પલ અને સરળ ટ્રિકસ ગૃહિણીઓને ચોમાસામાં કરશે મસાલાને સ્ટોર કરવામાં મદદ, કરી લો ફોલો

ભારતીય મસાલા સ્વાદ અને સુગંધનું એક અનોખું મિશ્રણ હોય છે જે કોઈ પણ વ્યંજનનો સ્વાદ સરળતાથી વધારી શકે છે. સદીઓથી ભારતીય મસાલાને પોતાના અલગ સ્વાદ માટે માનવામાં આવે છે. આ જ કારણ છે કે ભારતીય વ્યંજનો દુનિયામાં સ્વાદિષ્ટ માનવામાં સફળ રહ્યા છે. આજના સમયમાં દરેક ગ્રોસરીની દુકાને તમામ ભારતીય મસાલા સરળતાથી મળી રહે છે.

image source

ચોમાસાની સીઝનમાં અનેક ગૃહિણીઓને મસાલાને રાખવામાં મુશ્કેલી રહે છે. સ્વાદ, સુગંધ અને ભેજથી યુક્ત મસાલા ભોજનનો સ્વાદ વધારે છે. આ સાથે તમારી ડિશને એક અલગ ટેસ્ટ આપી શકે છે. મસાલામાં આવશ્યક તેલના કારણે તે સુગંધિત રહે છે પણ આ તેલ વધારે અસ્થિર રહે છે. તેના કારણે ક્યારેક એવું બને કે તેનો સ્વાદ ખોવાઈ જાય છે. આ માટે તેને સારી રીતે સ્ટોર કરવાની જરૂર રહે છે.

ચોમાસાની સીઝન એવી છે કે જેમાં મસાલાને રાખવાનું મુશ્કેલ રહે છે. હવામાં રહેલા ભેજના કારણે પીસેલા અને આખા મસાલાને પણ હવા લાગી શકે છે અને તે ખરાબ થવાનો ડર રહે છે. ચોમાસામાં તેને સારી રીતે સંગ્રહિત ન કરાય તો તે તેનો ઓરિજિનલ સ્વાદ પણ ખોવી દે છે. વરસાદની સીઝનમાં તેમાં સૌથી વધારે કીડા પડવાનો ડર રહે છે. તો ધ્યાન રાખો કે મસાલાને માટે હંમેશા સૂકી જગ્યા પસંદ કરો. ખાસ કરીને વરસાદ એટલે કે ચોમાસાની સીઝનમાં તેનું ખાસ ધ્યાન રાખો તે જરૂરી છે.

એરટાઈટ કન્ટેનરમાં રાખો

image soure

મસાલાને સ્ટોર કરવા માટે સૌથી ખાસ અને જરૂરી વાત છે કે તમે તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખો. આમ કરવાથી મસાલામાં બહારનો ભેજ જશે નહીં અને તે સૂકાશે નહીં. આ સિવાય તેનો જે ભેજ છે તે કાયમ રહેશે તો તેની સ્મેલને પણ નુકસાન થશે નહીં. આ સિવાય જો તમે કાચ કે પ્લાસ્ટિકના કન્ટેનર યૂઝ કરો છો તો તે પણ બરોબર છે. આ સિવાય પારંપરિક ભારતીય મસાલા કન્ટેનરના નાના જાર હોય છે જે મસાલાને સ્ટોર કરવાની એક ખાસ રીત છે.

આગથી રાખો દૂર

image soucre

જ્યારે પણ તમે ખાવાનું બનાવો છો ત્યારે દરેક સામગ્રીને તમારી પાસે રાખવાનું પસંદ કરો છો. પણ ધ્યાન રાખો કે મસાલાને ગેસ સ્ટોવની નજીક રાખો. તમે ખાવાનું બનાવતી સમયે તેના હાથની લંબાઈ પર રાખો અને પછી ખાવાનું બનાવો. ખાવાનું બનાવતી સમયે ગેસની પાસે એક શેલ્ફ પર પણ તેને રાખી શકો છો. આ મસાલા જારમાં ભેજ બની રહેશે તો તેનો સ્વાદ અને રંગ જળવાઈ રહેશે.

લાઈટથી પણ મસાલાને રાખો દૂર

image source

ઘણા લોકોને રસોઈમાં વધારે જગ્યા જોઈએ છે અને સાથે ખૂબ જ વધારે નેચરલ લાઈટની જરૂર રહે છે.પણ ભારતીય કિમતી મસાલાને સ્ટોર કરવાની વાત આવે ત્યારે લાઈટ જેટલી ઓછી હશે તેટલા તે વધારે સારા રહેશે. લાઈટ મસાલાના સ્વાદને ખરાબ કરી સકે છે. આ માટે હંમેશા ધ્યાન રાખો કે મસાલાને ઠંડી અને અંધારી જગ્યાએ રાખો. આ માટે જ પહેલાના ઘરોમાં સ્ટોર રૂમ રખાતા અને ત્યાં મસાલા, અનાજ અને અથાણા રાખવામાં આવતા. જેથી તે લાંબા સમય સુધી સારા રહેતા. લાઈટનો પ્રવેશ ઓછો કરવા માટે તમે રંગીન કન્ટેનરોનો ઉપયોગ પણ કરી શકો છો.

ઠંડીમાં ન રાખો

image soucre

અનેક લોકોને આદત હોય છે કે તે મસાલાને ફ્રિઝમાં સ્ટોર કરે છે જેથી તે તાજા રહે પણ તમને જણાવી દઈએ કે ભીના મસાલા ફ્રિઝમાં થોડા દિવસો સુધી સારા રહે છે. સૂકા મસાલા ભેજ વાળા હોય છે જેના કારણે તે સુગંધ ખોવી બેસે છે. આ માટે મસાલાને વેક્યૂમ પેકિંગ અને ફ્રિઝરમાં સ્ટોર કરવાનું સારું રહે છે. આ સિવાય સૌથી સારો વિકલ્પ તેમને ઓછી માત્રામાં ખરીદવાનો કે પીરસવાનો રાખવો. તેનાથી તમારું નુકસાન ઓછું થશે.

પાણીથી રાખો દૂર

image source

મસાલાના મિશ્રણને સ્ટોર કરવા માટે ભેજ ખરાબ સાબિત થઈ શકે છે. નક્કી કરી લો કે ખાવાનું બનાવતી સમયે તમે હંમેશા સાફ અને સૂકી ચમચીનો ઉપયોગ કરો. શક્ય હોય તો મસાલા દાનીમાં જ ચમચી હોય છે તેનો જ ઉપયોગ કરો. જેથી પાણીના ટીપાં પણ મસાલાને અડે નહીં અને તેના સ્વાદ અને રંગમાં ફરક ન આવે.

તો હવે આ ઉપરની તમામ ટિપ્સ અને ટ્રિક્સને ધ્યાનમાં રાખીને તમે મસાલાને સારી રીતે સ્ટોર કરશો તો તમારા બાર મહિનાના મસાલા ચોમાસાની સીઝનમાં પણ ખરાબ થશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત