જો તમારે પણ સિક્સ પેક એબ્સ બનાવવાની ઇચ્છા હોય તો ખાસ ખાઓ આ 5 શાકભાજી

જો તમે શુદ્ધ શાકાહારી છો અને સિક્સ પેક બનાવવા માંગતા હો.તેમજ જો તમે ફિટ રહેવા માંગતા હોવ,તો અમે તમને એવા ડાયટ વિશે જણાવી રહ્યા છીએ જે તમારા સિક્સ પેક બનાવવામાં તમારી મદદ કરશે.આ આહાર માત્ર પ્રોટીનથી ભરપૂર જ નહીં,પરંતુ તમારા સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે.

પાલક

image source

પાલક માત્ર આયર્નથી સમૃદ્ધ જ નહીં પરંતુ લોહીની સંખ્યામાં પણ સુધારો કરે છે.એક કપ પાલકમાં 30 ગ્રામ પ્રોટીન હોય છે.તે સિક્સ પેક એબ્સ બનાવવામાં મદદ કરે છે.

કોબી

image source

ફાઇબરથી ભરપુર કોબી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.એક કપ કોબીમાં 70 ગ્રામ પ્રોટીન હોય છે,જે સિક્સ પેક બનાવવા માટે પણ મદદ કરે છે.

બ્રોકોલી

image source

ઘણા લોકોને બ્રોકોલી ખાવાનું પસંદ નથી.પરંતુ એક કપ બ્રોકોલીમાં 91 ગ્રામ પ્રોટીન હોય છે.દરરોજ તેને ખાવાથી શરીરની માંસપેશીઓ સુધરે છે.

ફુલકોબી

image source

પ્રોટીનથી સમૃદ્ધ આહાર ફુલકોબીમાં 100 ગ્રામ પ્રોટીન હોય છે અને તેમાં ફક્ત 25 કેલરી હોય છે.ફુલકોબી વજન ઘટાડવા અને સિક્સ પેક એબ્સ બનાવવા માટે પણ સારી ભૂમિકા ભજવી શકે છે.

મશરૂમ

image source

સફેદ મશરૂમમાં પણ ખૂબ પ્રોટીન હોય છે.એક કપ મશરૂમમાં 103 ગ્રામ પ્રોટીન હોય છે.સિક્સ પેક એબ્સ બનાવવા માટે તે ફાયદાકારક શાકભાજી છે.

જાણો સિક્સ પેક એબ્સ બનાવવા માટેના બીજા ઘણા ઉપાયો

1 સીટ અપ્સ કરો

image source

સિક્સ પેક એબ્સ અને પેટ ઓછું કરવા માટે આ કસરત જરૂરથી કરો.

જમીન પર સુઈ જાઓ અને તમારા બંને ઘૂંટણ ઉંચા કરો,તમારા પગની પેની જમીનને અડાડીને જ રાખવી અને તમારા હાથને તમારા માથા પાછળ રાખવા.

તમે તમારા માથાને તમારા ઘૂંટણને અડાડો અને ફરીથી સુઈ જાઓ.

તમે તમારા ઘૂંટણને કોઈ પાસે પકડાવી પણ શકો છો.

2 સાઈકલિંગ

image source

આ કસરત આપણે બાળપણમાં ખુબ જ કરી છે અને નાનપણમાં આપણે બેડ પર સુતા-સુતા પણ પગ ઉંચા કરીને સાઈકલિંગ કરતા હતા.
સિક્સ પેક એબ્સ બનાવવા માટે સૌથી સરળ કસરત સાઈકલિંગ જ છે.

જમીન પર કમરના આધાર પર સુઈ જાઓ અને હાથથી તમારું માથું ઉંચુ કરો.

હવે ઘૂંટણને તમારી છાતી પર અડાડો અને પગથી સાઈકલિંગ કરો.

ટોટલ 3 રાઉન્ડ કરો અને એક રાઉન્ડમાં 10 થી 12 વખત સાઈકલિંગ કરો.

3 વર્ટિકલ લેગ ક્રંચ

image source

સિક્સ પેક એબ્સ અથવા એઈટ પેક એબ્સ માટે વર્ટિકલ લેગ ક્રંચ સૌથી વધુ અસરકારક છે.

જમીન પર સીધા સુઈ જાઓ અને તમારા પગ 90 ડિગ્રીના એંગલ પર રાખો.હાથને માથાની નીચે રાખો.

હવે તમારા પગને તમારી છાતી પાસે અડાળવાનો પ્રયત્ન કરો પછી ઉપરની તરફ લઈ જાઓ.

આ કસરત કરવા સમયે આ કસરતના 3 રાઉન્ડ લો અને દરેક રાઉન્ડમાં 10 વખત કરો.

4 બોલ ક્રંચ

image source

જો તમે જીમ પર જતા હસો તો ત્યાં તમે બોલ જોયા જ હશે.અહીંયા તમને જણાવીએ કે બોલની મદદથી સિક્સ પેક એબ્સ કેવી રીતે બનાવવા.

એક બોલ લો તેની ઉપર સીધા સુઈ જાઓ અને એવી રીતે સુવો કે તમારું શરીર બેલેન્સ બનાવી રાખે.

હવે બંને હાથને માથાની પાછળ રાખો અને તમારા શરીરનો ઉપરનો ભાગ નીચેની તરફ લઈ જવો.

તમે આ કસરતને ઓનલાઈન સર્ચ કરીને પણ જોઈ શકો છો.

દરરોજ આ કસરતને 3 રાઉન્ડ લો અને દરેક રાઉન્ડમાં 10 વખત આ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત