Skin care Tips: ચહેરા પર મસ્ત ગ્લો લાવવા રાત્રે આ ફેસ માસ્ક લગાવીને સૂઇ જાવો, સવારે થઇ જશે મસ્ત સ્કિન

દિવસની વ્યસ્ત જીવનશૈલીને કારણે ત્વચા નિર્જીવ અને શુષ્ક લાગે છે. ઘણી વખત કામ કરવાને કારણે, આપણે આપણી ત્વચા પર ધ્યાન આપતા નથી. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ત્વચાને હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ્ડ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. લાંબા સમય સુધી કામ કરવાનો અર્થ એ નથી કે તમે તમારી ત્વચા પર બિલકુલ ધ્યાન આપશો નહીં. જો તમને દિવસ દરમિયાન ત્વચાની સંભાળ લેવાની તક ન મળે, તો પછી તમે રાત્રિના સમયે ત્વચાની સંભાળ રાખી શકો છો. આ માટે તમે આખી રાત તમારા ચેહરા પર ફેસ માસ્ક લગાવી શકો છો અને સવારે ઉઠીને તમારા ચહેરાને પાણીથી ધોઈ લો. આ ફેસ માસ્કનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા એકદમ ગ્લોઈંગ અને સ્વસ્થ રહેશે, સાથે તમારા ચેહરા પરની દરેક સમસ્યાઓ પણ દૂર થશે. તો ચાલો અમે તમને જણાવીએ એ ફેસ-માસ્ક વિશે.

મધ અને ઓટ્સ

image source

આ માટે, 2 ચમચી મધ અને 2 ચમચી ઓટ્સ લો. જો તમે ઇચ્છતા હોવ તો, આ મિશ્રણમાં થોડા ટીપાં ગુલાબજળ પણ ઉમેરી શકો છો. હવે આ બને ચીજોને બરાબર મિક્સ કરીને ચેહરા પર લગાવો. હવે આ ફેસ માસ્ક આખી રાત ચેહરા પર રહેવા દો. ત્યારબાદ સવારે ઉઠો અને નવશેકા પાણીથી તમારો ચેહરો ધોઈ લો. જો તમારી ત્વચા તૈલીય અને ખીલવાળ છે, તો આ માસ્ક તમારા માટે યોગ્ય છે. ઓટમીલ તમારી ત્વચામાં કુદરતી એક્ફોલિએટર તરીકે કાર્ય કરે છે, જે મૃત ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે. તે જ સમયે, મધ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. તમે આ મિશ્રણનો ઉપયોગ અઠવાડિયામાં બે દિવસ કરી શકો છો.

દહીં અને મધ

image source

આ ફેસ પેક બનાવવા માટે, એક ચમચી મધ અને દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને ચેહરા પર લગાવો અને આખી રાત રહેવા દો. સવારે ઉઠીને તમારો ચેહરો સાફ પાણીથી ધોઈ લો. આ ફેસ માસ્કનો ઉપયોગ કરવાથી તમારા ચેહરા પરની ગંદકી દૂર થશે અને તમારો ચેહરો એકદમ ગ્લોઈંગ થશે. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે, જે ડેડ સ્કિનને દૂર કરવાનું કામ કરે છે. મધ ત્વચાને પોષવામાં તેમજ કુદરતી ગ્લોને વધારવામાં મદદ કરે છે.

કાકડી અને ઓલિવ તેલ

image source

આ ફેસ માસ્ક બનાવવા માટે, બે ચમચી કાકડીના રસમાં એક ચમચી ઓલિવ તેલ ઉમેરો. હવે આ મિક્ષણને તમારા ચેહરા પર લગાવો અને આખી રાત રહેવા દો. સવારે ઉઠ્યા પછી તમારો ચેહરો પાણીથી ધોઈ લો. કાકડીમાં ઠંડક ગુણધર્મો છે જે ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આ સિવાય, તે તમારી ત્વચામાં કુદરતી પીએચને સંતુલિત કરવાનું કામ કરે છે. બીજી બાજુ, ઓલિવ તેલ તમારી ત્વચાને નરમ અને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે.

કેળા અને મધ

image source

તમે ઘણીવાર પાર્લરમાં કેળાનું ફેશિયલ અથવા મિક્સ ફ્રૂટ ફેશિયલ વિશે સાંભળ્યું જ હશે અને લગભગ તમે આ ફેશિયલ તમારા ચેહરા પર પણ લગાવ્યું હશે. તમે કેળાનું ફેસ માસ્ક ઘરે બનાવી શકો છો. કેળામાં વિટામિન એ, સી, ઇ, પોટેશિયમ, ઝીંક અને એમિનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે. આ બધા તત્વો તમારી ત્વચા પર આવતી કળચલીઓથી બચાવવામાં મદદગાર છે. બીજી બાજુ તેમાં જોવા મળતો એમિનો એસિડ જોડાયેલી પેશીઓને મજબૂત બનાવે છે અને ત્વચાની સ્થિતિસ્થાપકતા અને શક્તિને જાળવવામાં મદદ કરે છે. આ ફેસ-માસ્ક બનાવવા માટે એક પાકેલું કેળું અને 2-3 ચમચી દહીં, મધ અને ગુલાબજળ લો. ત્યારબાદ કેળાને કાપીને તેને સારી રીતે મેશ કરી, તેમાં મધ, ગુલાબજળ અને દહીં નાખો. હવે આ માસ્ક તમારા ચહેરા અને ગળા પર લગાવો. ત્યારબાદ આ ફેસ માસ્કને 20 મિનિટ સુધી સૂકવવા દો. આ પછી તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. સારા પરિણામ મેળવવા માટે તમે આ પેકને અઠવાડિયામાં 2-3 વાર લગાડી શકો છો.

ચંદન પાવડર, મુલતાની માટી અને ગુલાબજળ

image source

ચેહરા પર પિમ્પલ્સની સમસ્યા દૂર કરવા માટે મુલતાની માટીની 1 ચમચી, 1 ચમચી ગુલાબજળ, 1/2 ચમચી ચંદન પાવડર અને એક ચપટી હળદર લો. પહેલા એક બાઉલ લો અને તેમાં મુલતાની માટી અને ચંદન પાવડર નાખો. હવે તેમાં 1 ચમચી ગુલાબજળ ઉમેરો. જો પેસ્ટ સૂકાઈ જાય તો તમે થોડું વધુ ગુલાબજળ ઉમેરી શકો છો. ત્યારબાદ આ મિશ્રણમાં એક ચપટી હળદર ઉમેરો અને આ પેસ્ટને ચહેરા પર લગાવો. ધ્યાનમાં રાખો કે તમારે આ પેસ્ટને બ્રશની મદદથી જ ચહેરા પર લગાવવી, ત્યારબાદ 15 મિનિટ પછી તમારો ચેહરો ઠંડા પાણીથી ધોઈ લો. યાદ રાખો કે ચેહરો ધોતી વખતે ચેહરાને રગડો નહીં. હળવા હાથથી તમારો ચેહરો ધોઈ લો. આ પેસ્ટને અઠવાડિયામાં 2-3 વાર ચહેરા પર લગાવો, તમને પિમ્પલ્સની સમસ્યામાં રાહત મળશે અને ચેહરો ગ્લોઈંગ બનશે.

ચોખાનો લોટ અને ટમેટાનો રસ

image source

ટમેટાંનો રસ ટેનિંગને દૂર કરે છે. ચેહરાને ગ્લોઈંગ બનાવવા માટે બે ચમચી ટમેટાના રસ લો અને તેમાં એક ચમચી ચોખાના લોટ ઉમેરો. જો તમારી પાસે મધ હોય, તો તમે આ ફેસ માસ્કમાં અડધી ચમચી મધ પણ ઉમેરી શકો છો. હવે આ મિક્ષણને મિક્સ કરીને ચેહરા પર લગાવો અને થોડા સમય પછી હળવા હાથે આ ફેસ માસ્ક દૂર કરો. તમને તરત જ તમારા ચેહરા પર તફાવત જોવા મળશે.

બટેટા અને હળદર

image source

બટેટા અને હળદરનું ફેસ માસ્ક બનાવવા માટે અડધા બટેટાને છીણી નાંખો, ત્યારબાદ તેમાં એક ચપટી હળદર નાખી તેની એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો અને અડધા કલાક સુધી રહેવા દો. ત્યારબાદ સાદા પાણીથી તમારો ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં એકવાર આ ફેસ માસ્ક લગાવવાથી તમારા ચેહરા પર તફાવત તમે તમારી રીતે જોશો.

લીંબુ અને ગ્રીન ટી ફેસ માસ્ક

image source

એક ચમચી તાજી બનાવેલી ઠંડી ગ્રીન ટી, એક ચમચી લીંબુનો રસ, થોડું કોટન. સૌથી પેહલા ઠંડી ગ્રીન ટી અને લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને કોટનની મદદથી ચહેરા પર લગાવો. આ મિક્ષણને 10 મિનિટ સુધી ચેહરા પર રહેવા દો. 10 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. લીંબુના રસમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, જે ત્વચા પર થતી કોઈપણ બળતરાને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત તેમાં હાજર વિટામિન સી ત્વચાની કાળાશ દૂર કરવામાં મદદ કરી શકે છે. એટલું જ નહીં, વિટામિન સી ત્વચાને સૂર્યની હાનિકારક કિરણો દ્વારા થતાં નુકસાનથી બચાવવામાં પણ મદદ કરી શકે છે. આ માટે તમે ચેહરા પર લગાવવાના બદલે ગ્રીન ટીમાં લીંબુનો રસ મિક્સ કરીને આ મિક્ષણ પી શકો છો.

એલોવેરા જેલ

image source

અત્યારના સમયમાં બધાના ઘરમાં એલોવેરા તો ઉગાડવામાં આવે જ છે, પણ એલોવેરાનો ઉપયોગ ત્વચાનો ગ્લો વધારવા માટે પણ થઈ શકે છે. એલોવેરાના ફાયદા વિશે વાત કરીએ તેમાં ત્વચાની સમસ્યાને દૂર કરવા માટેના બધા જ ફાયદાઓ શામેલ છે. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું પણ કામ પણ કરે છે. એક અભ્યાસ મુજબ જાણવામાં આવ્યું છે કે એલોવેરામાં એન્ટી એજિંગ ગુણધર્મો છે, જે ત્વચાની સ્થિતિસ્થાપકતામાં સુધારો કરી શકે છે અને કરચલીઓ ઘટાડી શકે છે. તેના મોઇશ્ચરાઇઝિંગ ગુણ શુષ્ક ત્વચાની સમસ્યાને દૂર કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે અને તેના ખીલ વિરોધી ગુણધર્મો ચેહરા પર થતા ખીલ દૂર કરી શકે છે. એલોવેરા ત્વચા પર થતી બળતરા દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચહેરા પર ગ્લો વધારવા માટે તમે તમારા ચેહરા પર એલોવેરા જેલ લગાવવી તેને થોડીવાર માટે મસાજ કરો અને ત્યારબાદ તમારો ચેહરો સાફ પાણીથી ધોઈ લો. તમે ઈચ્છો તો આખી રાત એલોવેરા જેલ ચેહરા પર લગાડી શકો છો, આ તમારા ચેહરાની દરેક સમસ્યા દૂર કરશે અને તમારા ચેહરાને વધુ ગ્લોઈંગ બનાવવામાં મદદ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત