શું આપ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છો તો આવી રીતે રાખો પોતાની ત્વચાનું ધ્યાન.

શું આપ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છો તો આવી રીતે રાખો પોતાની ત્વચાનું ધ્યાન.

કેટલીક મહિલાઓને આખો દિવસ ઘર અને ઓફિસનું કામ કરવામાં જ સમય વીતી જાય છે. જેના કારણે તેઓ પોતાની ત્વચાની સંભાળ રાખવા માટેના રૂટીનને ફોલો કરી શકતા નથી. આવામાં તેમનો ચહેરો ડ્રાઈ અને ડલ થવાની સાથે જ ગ્લો ગુમાવવા લાગે છે. એટલા માટે કામની સાથે આપે પોતાની ત્વચાનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.

સ્ક્રબિંગ કરો.:

image source

માન્યું કે લોકડાઉનના કારણે આપ ઘરની બહાર નથી નીકળી શકતા. પણ એનો મતલબ એવો નથી કે આપ પોતાની સ્કીનનું ધ્યાન ના રાખો. એટલા માટે અઠવાડિયામાં બે વાર ચહેરાને સ્ક્રબિંગ જરૂર કરો. આની સાથે જ મોઈશ્ચરાઈઝરનો પણ ઉપયોગ કરો. એનાથી ડેડ સ્કીન સેલ્સ અને ત્વચા પર જામી ગયેલ ધૂળ-માટી દુર થશે. સ્કીન સાફ, મુલાયમ અને ગ્લોઇન્ગ બનશે.

ફેસપેક લગાવો.:

પોતાના કામમાંથી થોડો સમય કાઢીને ફેસપેક તૈયાર કરીને લગાવો. આપ કિચનમાં રહેલ બેસન, દૂધ, હળદર વગેરે વસ્તુઓથી ફેસપેક તૈયાર કરીને લગાવી શકો છો. એનાથી આપની સ્કીનને પોષણ મળશે. સાથેજ ત્વચા સાફ, નીખરી, ગ્લોઇન્ગ અને ફ્રેશ જોવા મળશે. આના સિવાય સ્કીન સંબંધિત તકલીફોથી રાહત મળશે.

પાણીની બોટલ જોડે રાખો.:

કામ કરતા પહેલા પોતાની સાથે પાણીની બોટલ જરૂરથી રાખો. દર ૩૦ મિનીટ પછી પાણી પીવું. સાથે જ પાણીના ખતમ થવા પર કોઈને કહેવાને બદલે જાતેજ ભરવા ઉભા થાવ. એનાથી સતત બેસવાથી આપના શરીર અક્ડાશે નહી. સાથેજ બોડી હાઈડ્રેટ રહેશે. આના સિવાય સવારે ખાલી પેટ ૧ ગ્લાસ હુંફાળું પાણી પીવું પણ જરૂરી છે.

ખાંડનો ઉપયોગ ઓછો કરો.:

image source

મોટાભાગે ઘરે કામ કરવા દરમિયાન જે મળે છે તે આપણે ખાઈ લઈએ છીએ. આવામાં બધાજ વધારે પ્રમાણમાં પેકેટ્સ ફૂડ અને ગળી વસ્તુઓનું સેવન કરીએ છીએ. એનાથી સ્વસ્થ અને સ્કીનને ભારે નુકસાન પહોચે છે. આ દિવસોમાં ખાવાની જગ્યાએ જયારે ભૂખ લાગે ત્યારે ફક્ત બે બિસ્કીટ ખાવ. કઈક ગળ્યું ખાવાને બદલે ફળનું સેવન કરો. આની સાથેજ ખાવામાં ઓછા કાર્બ્સવાળી વસ્તુઓને સામેલ કરો.

એકસરસાઈઝ કરો.:

કામમાંથી થોડો સમય કાઢીને ૧૦થી ૧૫ મિનીટ એકસરસાઈઝ કરો. આપ ઈચ્છો તો કોઈ સારું મ્યુઝીક સાંભળતા ડાંસ પણ કરી શકો છો. એનાથી શરીરમાં પરસેવો આવશે અને સ્કીન પોર્સને ખૂલવામાં મદદ મળશે. સાથેજ બ્લડસર્ક્યુલેશન વધારે સારી રીતે થશે. આવામાં શરીરમાં એનર્જી આવવાની સાથે ચહેરા પર નેચરલ ગ્લો પણ આવશે.

ભરપુર ઊંઘ લો.:

ઘરે કામ કરવાનો અર્થ એવો નથી કે આખો દિવસ ઓફીસના કામમાં વ્યસ્ત રહો. પોતાના સમય મુજબ ટેન્શન ફ્રી થઈને કામ કરો. સમયસર સુઈ જાવ અને ૭-૮ કલાકની પૂરી ઊંઘ લો. જેથી ડાર્ક સર્કલ્સની તકલીફથી બચી શકાય છે. આની સાથેજ પૂરી ઊંઘ લેવાથી આપ દિવસભર ફ્રેશ અને સક્રિય મહેસુસ કરશો.