શું તમને પણ ઊંઘમાંથી ઉઠ્યા પછી દુખાય છે માથું? તો અપનાવો આ ઉપાયો અને મેળવો આ સમસ્યામાંથી છૂટકારો

જ્યારે તમારા કામનો ભાર વધી જાય છે,ત્યારે તમે આરામ કરવા માટે એક નાની ઊંઘ લો છો.આવી રીતે તમને થોડો આરામ મળશે.પરંતુ કેટલીકવાર તેના કારણે તમને માથામાં દુખાવો પણ થાય છે.આવી સ્થિતિમાં તમારી બેચેની વધી જાય છે.તો ચાલો જાણીએ માથાનો દુખાવો દૂર કરવાના ઉપાયો વિશે.

-અનિંદ્રાથી થતા માથાનો દુખાવો દૂર કરવા માટે આદુ એક ઉત્તમ ઉપાય છે.આ તમારા માથામાં રુધિરવાહિનીઓની બળતરા ઘટાડવામાં મદદ કરે છે.તેથી જો તમારા માથામાં દુખાવો થાય છે,તો આદુની ચા જરૂરથી પીવો.

image source

-જો તમારું શરીર ડિહાઇડ્રેટેડ છે,તો તે અધૂરી ઊંઘના કારણે માથાનો દુખાવો લાવી શકે છે.કોફી,આલ્કોહોલ વગેરેના વધુ પડતા સેવનને કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે.તેથી માથાનો દુખાવો ટાળવા માટે વધુ પાણીનો વપરાશ કરો કારણ કે તે તમારા શરીરને હાઇડ્રેટેડ રાખે છે.

image source

-વધુ ઉંઘને કારણે થતા માથાના દુખાવાની સમસ્યાને દૂર કરવા માટે યોગ એક ઉત્તમ ઉપાય છે.તે તમારા શરીરને આરામ આપે છે અને તે જ સમયે તમારા મગજમાં રાહત આપે છે.જો તમને વધુ ઊંઘ કર્યા પછી માથાનો દુખાવો થાય છે,તો તમારે યોગ મુદ્રાઓ અથવા સૂર્ય નમસ્કાર કરવા જોઈએ.

image source

-ફુદીનો એ માથાનો દુખાવો દૂર કરવા માટે એક અસરકારક ઉપાય છે કારણ કે તેમાં મેન્થોલ છે.મેન્થોલ માથાનો દુખાવો સરળતાથી અને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે.જ્યારે પણ વધુ ઊંઘ કર્યા પછી તમને માથાનો દુખાવો થાય છે,ત્યારે તમે ફુદીનાની ચા અથવા જ્યુસ બનાવી પી શકો છો.આ તમારા માથાના દુખાવાની સમસ્યાને સરળતાથી દૂર કરશે.

image source

-આઇસ પેકમાં ઠંડકની અસર હોય છે જે માથાના દુખાવાની સમસ્યા પેદા કરતા કોષોમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે.બરફ પીડાને સુન્ન કરવામાં મદદ કરે છે અને માથાનો દુખાવો દૂર કરી શકે છે.ટુવાલમાં થોડા બરફના ટુકડા લપેટી અને તેને તમારા કપાળ પર રાખો.

-અધૂરી ઊંઘના કારણે તમને માથાનો દુખાવો થતો હોય,તો તે માટે તમારા માથાની ચામડી પર તેલ માલિશ કરી શકો છો.તેલ માલિશ કરવાથી શરીરમાં લોહીનો પ્રવાહ સારો રહે છે અને તમને હળવાશ અનુભવો છો.તેથી જયારે પણ તમને માથાના દુખાવાની સમસ્યા હોય,ત્યારે નાળિયેર તેલ,બદામનું તેલ અથવા જૈતુનના તેલથી માલિશ કરો.

-માથાનો દુખાવો દૂર કરવા માટે ચંદન પણ ખુબ જ ઉપયોગી છે.તમે ચંદનના લાકડાને ઘસો અને તેની એક પેસ્ટ બનાવો.આ પેસ્ટ કપાળ પર લગાવવાથી માથાનો દુખાવો દૂર થાય છે.

image source

-વધુ પડતી ઊંઘના કારણે થતો માથાનો દુખાવો દૂર કરવા માટે તુલસી પણ ફાયદાકારક છે.તુલસીમાં દરેક તકલીફ દૂર કરવા માટેના ગુણધર્મો છે.આ ગુણધર્મોના કારણે જ તુલસી દરેક વ્યક્તિના ઘરોમાં હોય જ છે.માથાનો દુખાવો દૂર કરવા માટે તમે 5 થી 6 જેટલા તુલસીના પાંદ લો,ત્યારબાદ એક તપેલીમાં પાણી લો અને તેમાં તુલસીના પાંદને ઉકાળો.ત્યારબાદ તેમાં થોડું મધ ઉમેરીને સ્વાદિષ્ટ તુલસીની ચા પીવો.આ ચા તમારા માથાના દુખાવાના થોડીવારમાં જ દૂર કરશે.

-માથામાં થતા દુખાવાને દૂર કરવા માટે લવિંગ પણ ખુબ જ ફાયદાકારક છે.સૌથી પેહલા લવિંગનો ભૂકો કરો અને ત્યારબાદ તેને એક સાફ કપડામાં અથવા એક રૂમાલમાં નાખો.હવે જયારે પણ તમારા માથામાં દુખાવો થાય ત્યારે રૂમાલમાં રહેલો લવિંગનો ભૂકો સૂંઘો.આ તમારા માથાનો દુખાવો હળવો કરશે.

image source

-તમારા માથાનો દુખાવો દૂર કરવા માટે ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવો.આ ઉપાય તમારા માથાનો દુખાવો સરળતાથી દૂર કરશે.તમે આ પાણીમાં મધ પણ નાખી શકો છો.મધમાં રહેલા ગુણધર્મો માથાના દુખાવામાં જલ્દીથી અસર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત