પેટના બળ પર ઊંઘવાથી એક નહિં, પણ થાય છે આટલા બધા નુકસાન, તમે પણ આજથી જ બદલી નાખો તમારી આ ગંદી આદતને…

અત્યારે દરેક લોકોની જીવનશૈલી ભાગ-દોડવાળી બની છે, ક્યારે કઈ જગ્યાએ શું બનાવ બન્યો છે તે વિશે કોઈને ખબર હોતી જ નથી. દુનિયાભરના દરેક લોકો માત્ર પોતાના કામમાં જ વ્યસ્ત છે. આખા દિવસના થાક પછી વ્યક્તિ સાચી રીતે શાંત ત્યારે જ થાય જયારે તે પોતાના પલંગ પર આરામ કરે. આખા દિવસના થાકના કારણે લોકો પલંગ પર પોંહચીને ગમે એવી સ્થિતિમાં સુઈ જાય છે. પરંતુ તમે ક્યારેય ભૂલમાં તમારા પેટ પર એટલે કે ઊંઘ સુઈ જાવ છો ? જો હા તો શું તમે જાણો છો કે તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય પર કેટલી મોટી અસર કરી શકે છે ? તો ચાલો અમે તમને જણાવીએ પેટ પર સૂવાથી કેટલા નુકસાન થાય છે, આ જાણીને તમે આજથી જ તમારી આ ટેવ બદલશો.

પીઠ પર ખરાબ અસર

image soucre

તમને જાણીને આશ્ચર્ય થશે કે પેટ પર સૂવાથી સાંધાનો દુખાવો, ગળાના દુખાવા અને કમરનો દુખાવો થઈ શકે છે. જેના કારણે તમને યોગ્ય ઊંઘ નહીં થાય અને બીજા દિવસે તમને ખુબ તકલીફ થશે.

કરોડરજ્જુ પર ખેંચાણ વધે છે

image source

પેટ પર સૂવાથી કરોડરજ્જુ પર ઘણાં ખેંચાણ અને દબાણ થાય છે. કરોડરજ્જુ એક પાઇપલાઇનની જેમ કાર્ય કરે છે જેનાથી બાકીના શરીરમાં સુન્ન જેવી સ્થિતિ થાય છે અને જેથી તમારા સમગ્ર શરીરમાં પીડા થાય છે.

ગરદનમાં દુખાવો

image source

પેટ પર સૂવાથી તમારા માથાનો ભાગ અને તમારી કરોડરજ્જુને સીધી લાઈનમાં નથી રહેતી જેના કારણે ગરદનમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. જેનું નામ ‘હર્નીયેટેડ ડિસ્ક’ છે. આમાં તમારી કરોડરજ્જુ બદલાય છે જેના કારણે અંદર જિલેટીનસ ડિસ્કમાં સમસ્યા થાય છે. આ સમસ્યા થવાથી વ્યક્તિના આખા શરીરમાં વારંવાર દુખાવો થાય છે.

માથામાં દુખાવાની સમસ્યા

image source

જો તમને પણ પેટ પર સુવાની ટેવ છે તો તરત જ આ ટેવને બદલી નાખો કારણ કે તમારી આ ટેવ માથામાં દુખાવાની સમસ્યા અથવા આધાશીશી જેવી સમસ્યાનું કારણ બની શકે છે. આ રીતે સૂવાથી મગજમાં લોહી નથી પોહ્ચતું જેના કારણે મગજમાં પણ ગાંઠ થવાની શક્યતા રહે છે.

સંધિવા

image soucre

શરીર યોગ્ય સ્થિતિમાં ન હોવાને કારણે આખા શરીર પર દબાણ આવે છે. આને કારણે પગના સાંધામાં તકલીફ થઈ શકે છે, જેનાથી સંધિવા જેવી સમસ્યા થાય છે અને ચાલવામાં પણ મુશ્કેલી પડે છે.

પાચન સમસ્યા

image source

જે લોકો પેટ પર સૂતા હોય છે તેમને ઘણીવાર પેટની સમસ્યા રહે છે. પેટ પરના દબાણને કારણે તે પાચનતંત્રને અસર કરે છે. પેટ પર સૂવાથી ખોરાક યોગ્ય રીતે પચતો નથી, જેના કારણે પેટમાં દુખાવો અને પાચનની સમસ્યા થાય છે.

ત્વચા સંબંધિત સમસ્યા

image source

પેટ પર સૂવાથી ચહેરા પર ઓક્સિજન યોગ્ય રીતે નથી મળતું અને તમારા ઓશિકા પરના બેક્ટેરિયા ચહેરા પર ચોંટી જાય છે, જેના કારણે ચેહરા પર પિમ્પલ્સ અને લાલ ડાઘ જેવી સમસ્યાઓ થાય છે.

સાવધાની

આ ગેરફાયદાઓ જાણ્યા પછી પણ, જો તમે તમારા પેટ પર સૂઈ જાઓ છો, તો ધ્યાનમાં રાખો કે હંમેશાં સૂવા માટે પાતળા ઓશિકાઓનો ઉપયોગ કરો જેથી તમારા ગળા અને માથામાં વધુ તકલીફ ન થાય અને આ કરવાથી તમે સારી ઊંઘ મેળવી શકો. કારણ કે ઊંઘ આવ્યા પછી તમે ક્યારે કઈ સ્થિતિમાં જાવ છો તેની તમને ખબર નથી રહેતી, તેથી સુતા સમયે ઓશીકાનો ઉપયોગ જરૂરથી કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત