શું ઊંઘતી વખતે તમે પણ કરો છો આવી ભૂલો? તો હવેથી ચેતી જજો નહિં તો આવશે હાર્ટ એટેક

જો તમે ‘હેલ્ધી સ્લીપ પેટર્ન’ ને અનુસરતા નથી, તો પછી તમને હૃદયની નિષ્ફળતા થવાનું જોખમ હોઈ શકે છે. એક સંશોધનથી આ વાત સામે આવી છે. આ સંશોધનમાં, 37 થી 73 વર્ષની વયના 408,802 બાયોબેંક સહભાગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંશોધન મુજબ સ્વસ્થ ઊંઘની રીત અપનાવનાર લોકોમાં હૃદયની નિષ્ફળતાનું જોખમ એ લોકો કરતા ઓછું છે, જે લોકો આ રીત નથી અપનાવતા. સંશોધનકારોએ જણાવ્યું હતું કે વહેલી સવારે ઉઠવું, 7 થી 8 કલાકની ઊંઘ લેવી એ તંદુરસ્ત સ્લિપ પેટર્નના મહત્વપૂર્ણ લક્ષણો છે.

પૂરતી ઊંઘ લેવી ફાયદાકારક છે

image soucre

સંશોધનકારો એમ પણ કહે છે કે ઊંઘમાં વારંવાર તકલીફ આવવી, ઊંઘતા સમયે નસકોરાનો અવાજ, ઊંઘ ન આવવી અથવા આખી રાત જાગતા રેહવું અને જરૂર કરતા વધારે સૂવું એ હૃદય માટે નુકસાનકારક છે. સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે 26 મિલિયનથી વધુ લોકો હૃદયની નિષ્ફળતાથી પ્રભાવિત છે અને આનું કારણ અનહેલ્ધી સ્લિપ પેટર્ન માનવામાં આવે છે.

image cource

સંશોધનકારોએ જણાવ્યું હતું કે ‘હેલ્ધી સ્લિપ પેટર્ન’ પાંચ આદતો પર નિર્ભર રહે છે, નસકોરા, અનિંદ્રા, ઊંઘમાં તકલીફ, જલ્દી ઉઠવું અને આખી રાત જાગતું રેહવું. સંશોધનકારોનું કેહવું છે કે હૃદયને સ્વસ્થ રાખવા માટે રાત્રે જલ્દી સૂવું અને સવારે જલ્દી ઉઠવું જોઈએ. આ નિયમ અપનાવવાથી તમારું હૃદય સ્વસ્થ રહે છે અને તમને ઘણી બીમારીથી બચાવે છે.

આંકડો શું કહે છે, તે વિશે જાણીએ

image source

સંશોધન સાથે સંકળાયેલા સહભાગીઓને ઊંઘનું વર્તન ટચસ્ક્રીન પ્રશ્નાવલીમાંથી એકત્રિત કરવામાં આવ્યું હતું. આમાં, ઊંઘની અવધિને ત્રણ જૂથોમાં વહેંચવામાં આવે છે, ખૂબ ઓછી ઊંઘ, 7 કલાકથી ઓછી ઊંઘ અને 7 થી 8 કલાક વચ્ચેની ઊંઘ એવી રીતે જૂથ બનાવ્યા. આ સંશોધનમાં એ લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો જે દિવસમાં 9 કલાકથી વધારે ઊંઘે છે અથવા તો દિવસ દરમિયાન સૂતા જ હોય છે. આ અધ્યયનમાં બહાર આવ્યું છે કે હેલ્દી સ્લિપ પેટર્ન ધરાવતા લોકોમાં હૃદયરોગના આરોગ્યનું જોખમ અનહેલ્દી સ્લિપ પેટર્ન ધરાવતા લોકો કરતા 42 ટકા ઓછું છે.

image source

અત્યારે વધતા કોરોનાના કેસ દરમિયાન આપણે આપણા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પણ જરૂરી છે. જેથી આપણે કોરોના અને અન્ય રોગથી પણ સુરક્ષિત રહીએ, શિયાળાના દિવસોમાં ઠંડી વધવાના કારણે લોકોનું હૃદય નબળું બનતું જાય છે તેથી તમારા હૃદયની વધુ કાળજી લેવા માટે તમે ‘હેલ્ધી સ્લીપ પેટર્ન’ને અનુસરો અને સ્વસ્થ રહો. સ્વસ્થ રહેવા માટે યોગ્ય અને પૂરતી ઊંઘની જરૂર છે. તેથી જરૂરિયાત મુજબ જ ઊંઘ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત