સોરઠમાં મેઘરાજાએ ભીમ અગિયારસ કોરી ન જવા દીધી, જૂનાગઢ સહિત અનેક વિસ્તારમાં દે ધનાધન

સોરઠના વિસાવદર, ગીરગઢડા અને વેરાવળ વિસ્તારમા શનિવારના રોજ મેઘરાજાએ એન્ટ્રી કરીને હેત વરસાવ્યુ હતુ. તેથી રસ્તા પર ઠેર ઠેર પાણી વહેતા થઇ ગયા હતા. તેમા વિસાવદર અને ગીર ગઢડામા બપોરના સમયે અડધો ઈંચ જેટલો વરસાદ થયો હતો. તે પછી બપોર બાદ ફરીથી દોઢક ઈંચ જેટલો વરસાદ થતા ગીર ગઢડા વિસ્તારમાં આજે ૨ ઈંચ જેટલો વરસાદ થયો હતો. તેને લઈને વાતાવરણમા ખૂબ જ ઠંડક પ્રસરી ગઈ હતી. આ સિવાય જૂનાગઢ શહેરમા પણ પોણો ઈંચ જેટલો વરસાદ થયો હતો.

અસહ્ય બફારા પછી વરસાદ થયો :
આ ચાલુ વર્ષે ઉનાળામા પડી રહેલી આકરી ગરમીના લીધે લોકો અને વન્યપ્રાણીઓ ત્રાહિમામ પોકારી રહ્યા હતા. આ દરમિયાન છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમા અસહ્ય બફારાનો લોકો અનુભવ કરી રહ્યા હતા. ત્યારે આજના દિવસે ભીમ અગિયારસના દિવસે સવારથી જ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમા આકાશમા કાળા ડિબાંગ વાદળો છવાય ગયેલા જોવા મળતા હતા.

image sours

રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા ઇ ગયા હતા :

આ વચ્ચે બપોરના સમયે જૂનાગઢના વિસાવદર વિસ્તારના વાતાવરણમા અચાનક જ પલટો થવાની સાથે સાથે મેઘરાજાએ જોરદાર એન્ટ્રી પણ કરી હતી. સતત અડધી કલાક સુધી વરસાદ વરસી રહ્યો હતો. તેના લીધે આ પંથકના રસ્તાઓ પર વરસાદનું પાણી વહેતું થઇ ગયું હતું. તંત્રના કહ્યા અનુસાર ચાલુ વર્ષની સીઝનનો આ પહેલો વરસાદ વિસાવદર તાલુકામા બપોરના ૧૨ થી ૨ વાગ્યા દરમિયાન ૧૧MM (અડધો ઇંચ) જેટલો વરસાદ થયો છે.

વેરાવળમા પણ ધીમી ધારે વરસાદ વરસ્યો :

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામા પણ બપોરે અચાનક જ વાતાવરણમા પલટો થયો તે પછી મેઘરાજાએ પધરામણી કરી. સતત પોણો કલાક સુધી ધીમે ધીમે મેઘરાજાએ પોતાનું હેત વરસાવિને લોકોને અસહ્ય ગરમીમાથી રાહતની લાગણી પાથરી દીધી હતી. આ ગામ અને ત્યાના વિસ્તારોના રસ્તાઓ ભીના થઈ ગયા હતા. તંત્રના કહ્યા અનુસાર બપોરના ૧૨ થી ૨ દમિયાન આ પંથકમા ૧૬ MM(અડધો ઇંચ) વરસાદ વરસી થઈ ગયો છે. તેમજ બપોર પછી વધારે દોઢ ઈંચ જેટલો વરસાદ થયો હતો. આ જિલ્લા મથક વેરાવળમા પણ સવારના નવેક વાગ્યે મેઘરાજાએ પધરામણી કરીને અડધા કલાક જેવો ધીમે ધીમે હેત વરસાવ્યુ હતુ. વેરાવળમા પણ ૬ MM જેટલો વરસાદ થયો હતો. આ સિવાય બંને જિલ્લાના ઘણા તાલુકાઓમા મેઘરાજાએ ધીમી ધારે પધરામણી કરી હતી.

image sours

ગીર સોમનાથના ગીરગઢડામા દોઢ ઈંચ જેટલો વરસાદ થયો :
ભીમ અગિયારસના પાવન દિવસે આ પંથકમાં મેઘરાજાએ પધરામણી કરવાની સાથે સાથે ઓળઘોળ થયા હોય તેમ બીજા રાઉન્ડમા બપોરના ૨ થી ૪ દરમિયાન બે કલાકમા સૌથી વધારે ૩૮ MM (૧.૫ ઈંચ) વરસાદ વરસી જવાથી વાતાવરણમા ભારે ઠંડક પ્રસરી હતી. આ પંથકમા ૨ ઈંચની આજુબાજુ વરસાદ વરસતા શેરીઓ અને મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી હોવાનુ પણ નજરે દેખાયુ હતુ. આ પંથકમા મોટા પાયે ખેતી થતી હોવાથી વરસાદને લીધે ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા.

જૂનાગઢ શહેરમાં પણ મેઘ મહેર થઈ હતી :

શહેર અને તાલુકામા પણ મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી. જુનાગઢ અને તાલુકામા બપોરના અઢી વાગ્યા પછી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. તેમા ૨૧ MM એટ્લે કે પોણો ઈંચ જેટલો વરસાદ થવાથી વાતાવરણમા ભારે ઠંડક પ્રસરી હતી. આ સીઝનના પહેલા વરસાદનો લ્હાવો લેવા માટે બાળકો શેરીઓમાં અને અગાસી પર દોડી જઇને ન્હાવા લાગ્યા. શહેરની બજારોમા વરસાદી પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી. જૂનાગઢના ગિરનારમા પણ મેઘમહેર થઈ હતી. ગિરનાર પર્વત પર વરસાદ વરસતા પગથિયા પર પણ પાણી ફરી વળ્યા હતા. તેમજ પ્રવાસીઓને સીડી ચડવામા થોડી મુશ્કેલી પણ પડી હતી.

image sours