શું તમે દરરોજ સ્પ્રાઉટ્સ ખાઓ છો? તો એમાં એડ કરો આ વસ્તુઓ, સ્વાદ થશે ચટાકેદાર અને સ્વાસ્થ્યને થશે આ ફાયદાઓ

જો તમને સ્પ્રાઉટ્સ ખુબ જ પસંદ છે, પરંતુ દરરોજ એક જ પ્રકારના સ્પ્રાઉટ્સ ખાવાથી કંટાળો આવે છે, તો તમારા રસોડામાં હાજર કેટલીક તંદુરસ્ત વસ્તુઓ સ્પ્રાઉટ્સમાં ઉમેરવાથી, તેના સ્વાદ અને ન્યુટ્રિશનલ વેલ્યુમાં વધારો કરી શકાય છે.

આરોગ્ય માટે અનેક બાબતોમાં તંદુરસ્ત સ્પ્રાઉટ્સના ફાયદાઓને ધ્યાનમાં રાખીને, એવા ઘણા લોકો છે જેઓ સ્પ્રાઉટ્સ સવારે ખાવાનું પસંદ કરે છે. જે લોકો જીમમાં જાય છે અથવા જેને તંદુરસ્ત રેહવું ગમે છે, તેઓ તેમના ખોરાકમાં ચોક્કસપણે સ્પ્રાઉટ્સ ઉમેરે છે. જો આપણે તેના ગુણધર્મો વિશે વાત કરીએ તો તેમાં ઘણાં એન્ટીઓકિસડન્ટો અને વિટામિન સી હોય છે, જે શરીરના ઘણા રોગોને દૂર રાખે છે.

image source

સ્પ્રાઉટ્સમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન એ, સી, કે, નિયાસિન, ફોલેટ, મેંગેનીઝ, કોપર, ઝીંક, આયરન અને કેલ્શિયમ પણ ભરપૂર હોય છે જે એન્ઝાઇમ્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ચયાપચય વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ બધા પોષક તત્વોની મદદથી આરોગ્ય સ્વસ્થ રહે છે, શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત રહે છે. સ્પ્રાઉટ્સના ફાયદાઓ જોઈને, તેનું સેવન નાસ્તામાં કરી શકાય છે. પરંતુ રોજ તે જ વસ્તુ ખાઈને કંટાળો આવે છે, તો ચાલો અમે તમને જણાવીએ સ્પ્રાઉટ્સમાં કઈ ચીજો ઉમેરીને તમે તેને વધુ ટેસ્ટ બનાવીને મજા લઈને ખાઈ શકો છો.

સ્પ્રાઉટ્સ શું છે ?

image source

સ્પ્રાઉટ્સ વિવિધ પ્રકારની દાળ, બદામ, બીજ, અનાજ અને કઠોળમાંથી બનાવી શકાય છે. ચણા, મગની દાળ, જવ વગેરે વસ્તુઓ પાણીમાં પલાળીને આખી રાત રાખવામાં આવે છે, ત્યારબાદ તેને કપડામાં બે થી ત્રણ દિવસ બાંધી રાખવામાં આવે છે. આ કર્યા પછી, તેમાં અંકુર આવે છે. અંકુર આવવા પર તેમાં હાજર પોષક તત્વો વધી જાય છે. સ્પ્રાઉટ્સમાં સ્ટાર્ચની માત્રા ઓછી હોવાને કારણે ચરબી વધતી નથી. લોકો તેને સલાડ તરીકે ખાવાનું વધુ પસંદ કરે છે.

આ વસ્તુઓ સ્પ્રાઉટ્સ સાથે ભેળવી શકાય છે

1. ડ્રાયફ્રુટ મિક્સરનો ઉપયોગ કરો

image source

તમે તમારા સ્પ્રાઉટ્સમાં બદામ, પિસ્તા, કાજુ, અખરોટ વગેરે ઉમેરીને પણ ખાઈ શકો છો. આ સાથે, તમે લેટ્સના પાંદડા ઉમેરો અને થોડું ચીઝ નાખો, ત્યારબાદ ઓલિવ તેલ ઉમેરીને ખાશો. સ્વાદની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક રહેશે.

2. વિવિધ પ્રકારના બીજ વાપરો

સ્પ્રાઉટ્સમાં, તમે કોળાના બીજ, ચિયા બીજ અને શણના બીજ જેવા તંદુરસ્ત બીજ ઉમેરી શકો છો. તેઓ ખોરાકનો સ્વાદ અને આરોગ્ય ગુણધર્મો વધારે છે. દરરોજ જુદા જુદા બીજનો ઉપયોગ કરો. સ્પ્રાઉટ્સને સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેમાં ફાયદાકારક બનાવો.

3. શાકભાજી ઉમેરો

image source

શાકભાજી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જ, સાથે તેને સ્પ્રાઉટ્સમાં ઉમેરીને તમે તેના વધુ ફાયદાઓ પણ મેળવી શકો છો. તમે સ્પ્રાઉટ્સમાં ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, કોથમીર અને અન્ય શાકભાજી ઉમેરી શકો છો. તેનાથી સ્પ્રાઉટ્સ સ્વાદિષ્ટ બને છે અને તેમાં એન્ટીઓક્સિડેન્ટ્સનું પ્રમાણ પણ અનેકગણું વધે છે.

4. કાળું મીઠું, શેકેલું જીરું અને લીંબુ

image source

સ્પ્રાઉટ્સને વધુ સ્વાદિષ્ટ અને સ્વસ્થ બનાવવા માટે તમે તેમાં સફેદ મીઠાને બદલે કાળા મીઠાનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત શેકેલા જીરુંનો પાઉડર નાખો અને થોડો લીંબુનો રસ પણ ઉમેરો. લીંબુમાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે, જે તેને વધુ સ્વસ્થ બનાવે છે.
અહીં જણાવેલી કોઈપણ રીત અપનાવવાથી તમારા સ્પ્રાઉટ્સ એકદમ ટેસ્ટી બનશે. જો તમે ઈચ્છો તો દરરોજ અલગ-અલગ રીતે સ્પ્રાઉટ્સ ખાઈ શકો છો. આ રીત દ્વારા તમારા ઘરના વડીલો અને બાળકો આનંદથી સ્પ્રાઉટ્સનું સેવન કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત