આ વસ્તુઓ ખાવાની કરી દો બંધ, ક્યારે નહિં પીડાવો કબજીયાતની સમસ્યાથી…

મિત્રો, કબજિયાત એ એક બીમારી છે કે, જો તે થાય છે તો સરળતાથી છોડતી નથી. તે અનેકવિધ રોગોનું મૂળ પણ છે. શરૂઆતમાં લોકો કબજિયાતની સમસ્યાની અવગણના કરે છે, જેના પરિણામે પાચનતંત્ર ગડબડી જાય છે. મધ્યમ આહાર અને કસરત દ્વારા તમે કબજિયાતની સમસ્યાને ખુબ જ સરળતાથી હરાવી શકો છો. આજે અમે તમને અમુક એવા ખોરાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે કબજિયાતની સમસ્યાને નિયંત્રણમા લાવી શકો છો. શરાબ :

image soucre

આ વસ્તુનુ સેવન એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. આ વસ્તુ પણ કબજિયાતની સમસ્યા ઉદ્ભવવા માટેનુ એક કારણ બને છે. ખાસ કરીને જ્યારે વધુ પ્રમાણમા આલ્કોહોલ પીવામાં આવે છે, ત્યારે ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. તે આપણા શરીરમા કબજિયાતનું જોખમ વધારે છે. આ અસરો દરેક વ્યક્તિમા જુદી-જુદી હોય શકે છે. પ્રોસેસ્ડ અનાજ :

image soucre

પ્રોસેસ્ડ અનાજ અને તેના ઉત્પાદનો જેમકે, સફેદ ચોખા, સફેદ પાસ્તા અને સફેદ બ્રેડ પણ કબજિયાતની સમસ્યા ઉદ્ભવવા માટેનુ કારણ બની શકે છે. તેમા આખા અનાજ કરતા ઓછું ફાઇબર હોય છે, જે સામાન્ય રીતે કબજિયાતની સમસ્યા માટેનુ કારણ બને છે. ડેરી પ્રોડક્ટ્સ :

image soucre

જો તમે દરરોજ ડેરી ઉત્પાદનોનો મોટા પ્રમાણમા વપરાશ કરો છો તો પછી પણ તમને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. ગાયના દૂધમા જોવા મળતા પ્રોટીન પ્રત્યેની સંવેદનશીલતાને કારણે તેનુ સેવન નવજાત બાળકો માટે જોખમકારક સાબિત થઇ શકે છે. લાલ માંસ :

image soucre

આ ઉપરાંત લાલ માંસના સેવનથી પણ કબજિયાતની સમસ્યા થઇ શકે છે. તેમા સામાન્ય રીતે ચરબીનુ પ્રમાણ વધારે હોય શકે છે અને ફાઈબરનુ પ્રમાણ ખુબ જ ઓછુ હોય છે. આ પોષક સંયોજનથી કબજિયાતનું જોખમ વધી શકે છે. લસયુક્ત ખાદ્યપદાર્થ :

imagw soucre

કબજિયાતની સમસ્યાને રોકવા માટે ગ્લુટેનયુક્ત ભોજનનુ સેવન અત્યંત આવશ્યક છે. ધાન્યના લોટમાં રહેલુ ગ્લુટેન દ્રવ્ય એ એક પ્રોટીન છે, જે ઘઉં, જવ, રાઈ, જેવા અનાજમા મુખ્યત્વે જોવા મળે છે. જ્યારે અમુક લોકો ગ્લુટેન ધરાવતા ખોરાક લે છે ત્યારે અમુક લોકોને કબજિયાતનો અનુભવ થઈ શકે છે. આ એવી સ્થિતિ છે કે, જેને ધાન્યના લોટમા રહેલુ ગ્લુટેન દ્રવ્ય અસહિષ્ણુતા અથવા સેલિયાક બીમારી તરીકે ઓળખાય છે. તળેલુ ખોરાક અથવા ફાસ્ટ ફૂડ :

image soucre

તળેલા ખોરાક અથવા ફાસ્ટફૂડમા વધારે પ્રમાણમા ચરબી સમાવિષ્ટ હોય છે અને ફાઇબરનુ પ્રમાણ ખુબ જ ઓછુ હોય છે. આ સંયોજન પાચનક્રિયાને ધીમુ કરી શકે છે. આ ઉપરાંત ચીપ્સ, કૂકીઝ, ચોકલેટ અને આઈસ્ક્રીમ જેવા ફાસ્ટફૂડ નાસ્તાને વધુ ફાઇબરથી સમૃદ્ધ નાસ્તાના વિકલ્પો સાથે બદલી શકાય છે. તેમને બદલે તમારે ફળો અને શાકભાજી ખાવા જોઈએ. અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે. વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. નોંધ – આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે. આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો! આપના સહકારની આશા સહ, ટીમ હેલ્થ ગુજરાત