Site icon Health Gujarat

સ્વસ્થતા અને સુંદરતા બન્નેનો સમન્વય છે આ યોગાસનો – આજથી જ શરૂ કરી દો

સ્વાસ્થ્ય જ નહી, સુંદરતામાં પણ ચાર ચાંદ લગાવી દે છે આ પાંચ યોગાસન, આજથી શરુ કરી દો.

યોગ હમેશાથી જ ભારતની પ્રાચીન પરંપરાનો એક અમુલ્ય ભાગ રહ્યો છે. યોગ શરીરને સ્વસ્થ રાખવાની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ બનાવી રાખવામાં વ્યક્તિની મદદ કરે છે. યોગ કરનાર વ્યક્તિઓ આ વાત જાણતા જ હશે કે, યોગનો નિયમિત અભ્યાસ કરવાથી શરીરને ફીટ અને ચુસ્ત બની રહે છે પણ તેમને કદાચ આ વાત નહી ખબર હોય કે યોગની મદદથી તેઓ સુંદર ત્વચાનું સપનું પણ પૂરું શકે છે. ચાલો જાણીએ એવા પાંચ યોગાસન વિષે જેને નિયમિત રીતે કરવાથી ત્વચા થઈ જાય છે અત્યંત સુંદર.

Advertisement
image source

યોગ કરવાથી શરીરમાં રક્ત સંચાર બની રહેવાની સાથે આખા શરીરમાં ઓક્સીજનની સપ્લાઈ પણ મળી રહે છે. જેના કારણથી વ્યક્તિની ત્વચા પર કુદરતી નિખાર જોવા મળે છે. યોગ વ્યક્તિનું સ્વાસ્થ્ય બનાવી રાખવાની સાથેજ તણાવ મુક્ત પણ રાખે છે. યોગ કરવા દરમિયાન વ્યક્તિના શરીર માંથી પરસેવા અને શ્વાસના માધ્યમથી બધા જ વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે અને શરીર ડીટોક્સીફાય થઈ જાય છે.

ચહેરા પર રક્તના પ્રવાહને વધારે છે ઉત્તાનાસન:

Advertisement

ઉત્તાનાસન કરવાથી વ્યક્તિના મસ્તિષ્કમાં રક્ત સંચાર વધી જાય છે. જેના કારણથી તેમના મસ્તિષ્ક અને ત્વચા બંને સ્વસ્થ બની રહે છે. આ યોગ અભ્યાસ કરનાર સાધકોના ચેહરા પર જલ્દી ઘરડાપણું કે ઝુરિયો નથી જોવા મળતી.

કરચલીઓ ખતમ કરે છે સિંહાસન:

Advertisement
image source

સિંહાસનનો અભ્યાસ કરવાથી પણ શરીરમાં રક્તનો પ્રવાહ સારો થાય છે, જેનાથી માંસપેશીયોને આરામ મળવાની સાથે તણાવ પણ દુર થાય છે. આપ પણ આ યોગાસનને કરીને પોતાના માથા પર જોવા મળતી ઝુરીયોને ઘટાડી શકો છો.

ત્વચાની ચમક વધારે છે મરીચ્યાસન:

Advertisement

મરીચ્યાસન, ધનુરાસન, હલાસન આ બધા એ આસન છે જેને કરવાથી આપની ત્વચાનો થાક જલ્દી જ દુર થઈ જાય છે. થાક દુર કરવાની સાથે આ આસન ચેહરા પર એક ચમક પણ લાવે છે. ખાસ વાત એ છે કે, આ આસનને કરવાથી આપને ખીલથી પણ છુટકારો મેળવી શકો છો.

ચહેરા પરની ચરબી ઓછી કરે છે હાસ્ય યોગ:

Advertisement
image source

જો આપ પણ પોતાના ચહેરા પર જમા થયેલ વધારાની ચરબીથી પરેશાન છો તો આજથી જ હાસ્ય યોગ કરવાનું શરુ કરી દો. જોર-જોરથી હસવાથી આપના ચહેરા પર જમા થયેલ ચરબી ઓછી થવાની સાથે સાથે મસ્તિષ્કને પણ દુરસ્ત બનાવી રાખશે.

લાંબા વાળ માટે કરો વજ્રાસન:

Advertisement

આપના લાંબા, કાળા વાળનું સપનું કેટલાક સારા યોગાસન પૂરું કરી શકે છે. આ આસન ના ફક્ત વાળને ખરતા રોકે છે ઉપરાંત વાળને મજબુત અને કાળા બનાવવામાં પણ મદદ કરે છે.

Advertisement
Advertisement
Exit mobile version