ફક્ત ખાંડ અને મીઠી વસ્તુઓથી જ નહિં પણ બટાકા, બ્રેડ સહિતની આ વસ્તુઓ ખાવાથી પણ વધી શકે છે બ્લડ સુગર લેવલ

દેશ અને દુનિયામાં ડાયાબિટીઝના દર્દીઓ વધતા જ જઈ રહ્યા છે. પહેલા જયારે ઉંમરની સાથે આ સમસ્યા થતી હતી ત્યારે હવે કોઈપણ ઉંમરે આ રોગ લોકોમાં લાગુ થઇ રહ્યો છે. ડાયાબિટીઝના દર્દીએ બ્લડ સુગર લેવલ એટલે કે લોહીમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રિત રાખવું બહુ જરૂરી છે. ચિકિત્સકોના મત અનુસાર ડાયાબિટીઝના દર્દીઓએ પોતાના ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ડાયાબિટીઝના અમુક દર્દીઓને એવો વહેમ હોય છે કે માત્ર ખાંડ, મીઠાઈ વગેરે ખાવાથી જ તેમનું બ્લડ સુગર લેવલ વધશે અન્ય ખાંપણથી નહિ. પરંતુ આપણા અમુક સામાન્ય ખાનપાનમાં આવતી ખાદ્યસામગ્રી પણ આપણા શરીરમાં બ્લડ સુગર લેવલ વધારી શકે છે અને નુક્શાનદેહ સાબિત થઇ શકે છે. તો ચાલો જાણીએ આ ખાદ્યસામગ્રી વિષે.

બટેટા અને શક્કરીયા

image source

ડાયાબિટીઝના દર્દીને બટેટા અને શક્કરિયાનું સેવન ન કરવું જોઈએ. જમીનની અંદર પાકતા બટેટા અને શક્કરિયામાં સ્ટાર્ચ પણ હોય છે. તમે ક્યારેક ક્યારેક બાફેલા શક્કરિયા ઓછી માત્રામાં ખાઈ શકો છો પણ ક્યારેક જ. સામાન્ય રીતે તેનું સેવન ન કરવું જ હિતકારી છે.

સફેદ ચોખા અને સામાન્ય બ્રેડ

image source

સફેદ ચોખા અને સામાન્ય બ્રેડમાં રીફાઇન્ડ કાર્બોઇડ્રેટ હોય છે. તેમાં પ્રોટીન અને ફાઈબર તત્વની ઉણપ હોય છે. તેમજ તે શર્કરામાં પરિવર્તન થવા લાગે છે એટલા માટે ડાયાબિટીઝના દર્દીઓ માટે તેનું સેવન હાનિકારક થઇ શકે છે. સફેદ ચોખા અને સામાન્ય બ્રેડના સ્થાને ડાયાબિટીઝના દર્દીઓ બ્રાઉન બ્રેડ અને બ્રાઉન રાઈસનું સેવન કરી શકે છે.

વધુ પડતું તળેલો અને ભુનેલો ખોરાક

image source

તળેલો અને ભુનેલો ખોરાક પણ આપણા શરીરમાં સુગર લેવલને પ્રભાવિત કરી શકે છે. તળેલા પદાર્થોમાં હાઈ કાર્બોહાઇડ્રેટ હોય છે. રીફાઇન્ડ તેલમાં તળેલું ભોજન ડાયાબિટીઝના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઇ શકે છે જેથી ચિકિત્સકો ડાયાબિટીઝના દર્દીઓને તળેલો અને ભુનેલો ખોરાક ન ખાવાની સલાહ આપે છે.

કેન્ડ ફૂડ

image source

ડાયાબિટીઝના દર્દીઓ માટે કેન્ડ ફૂડ પણ નુકશાનકારક સાબિત થઇ શકે છે. તેઓએ કૂકીઝ, પીનટ બટર અને ચિપ્સ જેવા પેકેજ્ડ ટ્રાન્સ ફેટ વાળા ખાદ્ય પદાર્થો ન ખાવા હિતાવહ છે. ટ્રાન્સ ફેટના કારણે ઇન્સ્યુલિન પ્રતિરોધ અને શરીરનું વજન બન્ને વધે છે. આવા ખોરાક ડાયાબિટીઝના દર્દીઓ માટે હાનિકારક ગણી શકાય.

ડેરી પ્રોડક્ટ

image source

ફૂલ ક્રીમ દૂધ અને આઈસ્ક્રીમ જેવા ડેરી પ્રોડક્ટમાં સેચુરેટેડ ફેટ હોય છે અને ડાયાબિટીઝના દર્દીઓએ આવી ડેરી પ્રોડક્ટ ખાવાથી બચવું જોઈએ. જો કે તેઓ લો ફેટ ડેરી પ્રોડક્ટ ખાઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત