Site icon Health Gujarat

રસોડામાં રહેલી આ વસ્તુથી ટાલ પર વાળ આવવા લાગે છે ફટાફટ, જાણો અને કરો તમે પણ આ ઉપાય

તમારા વાળ ગમે તેટલા સ્વસ્થ અને ચમકદાર હોય, છતાં વાળ ખરવા અથવા માથા પર ટાલ આવવી એ એક ઉંમરે ચિંતાનો વિષય છે જ. અત્યારની પેઢી મતલબ છોકરો હોય કે છોકરી તેમના માટે વાળ ખરવાની સમસ્યા સામાન્ય છે આ સમસ્યામાં તમારા જનીનો અને હવામાન પરિસ્થિતિઓ મુખ્ય ભૂમિકા ભજવે છે, ત્યારે તમારી જીવનશૈલી અને દૈનિક ટેવ પણ તમારા તાણને અસર કરે છે અને એ તાણના કારણે વાળ ખરવાની સમસ્યા વધી શકે છે. તમારી સમસ્યાઓ અનંત છે પરંતુ તમારી વાળ ખરવાની સમસ્યાને દૂર કરવા માટેના ઉપાયો આજે અમે તમને જણાવીશું. ખરતા વાળ અને માથામાં પડતી ટાલની સમસ્યા દૂર કરવા માટે આ 5 ઘરેલુ ઉપાય અજમાવો. તમારા વાળની સમસ્યા દૂર થશે. આ સમસ્યા દૂર કરવા માટે તમારે કોઈ પ્રોડક્ટ્સ અથવા કોઈ મોંઘી ચીજો ખરીદવાની જરૂર નથી માત્ર તમારા ઘરના રસોડામાં હાજર રહેલી થોડી ચીજો તમારી આ સમસ્યા દૂર કરશે.

1 ડુંગળીનો રસ

Advertisement
image source

ડુંગળીમાં સલ્ફર વધારે હોય છે, જે વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે. ડુંગળીનો પલ્પ વાળના ફોલિકલ્સમાં લોહીનું પરિભ્રમણ વધારે છે અને બળતરા ઘટાડે છે. ડુંગળીના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો તમારા માથા પરની ચામડીના કોઈપણ બેક્ટેરિયા અને ફૂગને મારી નાખે છે અને તમારા વાળ સ્વસ્થ બનાવે છે. જ્યારે તમે તમારા વાળ ધોવ છો, ત્યારે તમારા વાળ પર ડુંગળીનો રસ લગાવો. તમે કોટનની મદદથી તમારા માથા પરની ચામડી પર પણ ડુંગળીનો રસ લગાવી શકો છો. સારા પરિણામ માટે અઠવાડિયામાં બે વાર આ ઉપાય કરો.

2 એલોવેરા જેલ

Advertisement
image source

એલોવેરા જેલ એ એક બહુમુખી ઘટક છે જે આપણા શરીર, વાળ અને ત્વચાની સમસ્યા દૂર કરવા માટે ઉપયોગી છે. તે આપણા વાળના મૂળને મજબૂત કરે છે અને તમારા માથા પરની ચામડી પરના બેક્ટેરિયા સામે લડે છે. આટલું જ નહીં એલોવેરા માથા પર આવતી ખંજવાળ અને ખોળાની સમસ્યા દૂર કરે છે. આ માટે ધીમે ધીમે તમારા માથા પરની ચામડી પર તાજા એલોવેરા જેલની માલિશ કરો અને તેને 30 મિનિટ સુધી રહેવા દો, ત્યારબાદ તમારું માથું ધોઈ લો અને સારી રીતે સુકવી લો.

3 લવંડર તેલ મસાજ!

Advertisement
image source

લવંડર તેલ તમારા વાળ અને માથા પરની ચામડીને ચમકદાર બનાવે છે. લવંડરના એન્ટિસેપ્ટિક અને એન્ટિફેંગલ ગુણધર્મો તમારા વાળ માટે જાદુ જેવું કામ કરે છે. તમારા વાળ પડતા અટકાવવા સિવાય લવંડર તેલ તમારા વાળ ચમકદાર બનાવે છે. ઝડપી અસર જોવા માટે દર અઠવાડિયે એક વાર ગરમ લવંડર તેલની તમારા વાળ પર મસાજ કરો.

4 લીમડાનો ઉપયોગ

Advertisement
image source

લીમડો તેના ઔષધીય ગુણધર્મો માટે જાણીતો છે, ખરું ને ? જો તમે વાળ ખરવાની સમસ્યા દૂર કરવા માંગો છો અને તમે ઝડપી પરિણામો ઈચ્છો છો તો આજથી જ લીમડાનો ઉપયોગ કરવાનું શરુ કરો. લીમડો તંદુરસ્ત માથા પરની ચામડી, વાળના વિકાસ અને વાળ ખરવાને નિયંત્રિત કરે છે. આ માટે લીમડાના પાનને સારી માત્રામાં પાણીમાં ઉકાળો અને તે જ પાણીથી તમારા વાળ થોડીવાર માટે ઘસો, ત્યારબાદ સાફ પાણીથી તમારા વાળ ધોઈ લો. તંદુરસ્ત વાળ માટે અઠવાડિયામાં આ ઉપાય 2-3 વખત કરો.

5 દહીંની પેસ્ટ

Advertisement
image source

દહીં એ કુદરતી વાળ માટેનું કન્ડિશનર છે. તે ખોળાની સમસ્યા દૂર કરે છે, સાથે માથા પરની ખંજવાળને મટાડે છે અને વાળ ખરતા અટકાવે છે. દહીંમાં રહેલું લેક્ટિક એસિડ તમારા માથા પરની ચામડી પરના બધા બેક્ટેરિયાને દૂર કરે છે. આ માટે દહીં તમારા માથા પરની ચામડી પર લગાવો અને તેને 45 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તમારા વાળ ઠંડા પાણીથી ધોઈ લો. ઝડપી પરિણામો માટે દર 10 દિવસમાં 1 વાર આ ઉપાય અજમાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version