તમારા ઘરમાં હાજર રહેલી આ વસ્તુઓની મદદથી ફાટેલી એડીઓને કરી દો રિપેર, થઇ જશે એકદમ મુલાયમ

ફાટેલી પગની ઘૂંટીની સમસ્યાઓ કોઈપણ ઋતુમાં થઈ શકે છે. આ સમસ્યા દૂર કરવા માટે ઘણા ઘરેલું ઉપાય છે, જે આ સમસ્યાને સરળતાથી દૂર કરે છે. જો તમને પણ પગની એડી ફાટવાની સમસ્યા છે, તો અમે સમજી શકીએ છીએ કે આ કેટલું દુઃખદાયક હોય શકે છે. ફાટેલી પગની એડીની સમસ્યા ફક્ત શિયાળામાં જ નહીં પણ ઉનાળામાં પણ હોય છે. પગની એડી ફાટવાના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ મુખ્યત્વે વધારે વજન, શરીરમાં કેલ્શિયમનો અભાવ, સોરાયિસસ અને વધતી ઉંમરને લીધે માનવામાં આવે છે. જો ફાટેલી પગની એડીની શરૂઆતમાં કાળજી લેવામાં નહીં આવે, તો આ સમસ્યા પગના તળિયામાં ફેલાય છે. તમે ઘરે આ સમસ્યા સરળતાથી દૂર કરી શકો છો. તમારા ઘરમાં હાજર અમુક ચીજોની મદદથી આ સમસ્યા થોડા દિવસોમાં જ દૂર થશે. તો ચાલો અમે તમને જણાવીએ ફાટેલી પગની એડી દૂર કરવા માટેના સરળ ઘરેલુ ઉપાય.

ફાટેલી પગની એડી માટેના ઘરેલું ઉપચાર અને પદ્ધતિ

લીમડો

image source

ડોકટરો કહે છે કે લીમડો એ એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ છે. લીમડાનો ઉપયોગ ફાટેલી એડીની સારવાર માટે થઈ શકે છે.

1. લીમડાના પાનને ક્રશ કરો અને તેમાં હળદર મિક્સ કરો અને ફાટેલા પગની એડી પર લગાવો. થોડા સમય પછી તમારા પગ હળવા પાણીથી ધોઈ લો. આ ઉપાય થોડા દિવસો કરવાથી તમારા પગની એડી એકદમ નરમ થશે.

2. ગ્લિસરિન અને લીમડાનું તેલ રાત્રે લોશનની જેમ એડી પર લગાવો અને સવારે તમારા પગ સાદા પાણીથી ધોઈ લ.

3. 30 મિલી લીમડાનું તેલ, 90 મિલી તલનું તેલ, 30 મિલી ગાય ઘી, 10 ગ્રામ હળદર પાવડર અને 10 ગ્રામ લીમડાનો પાઉડર મિક્સ કરીને તેને ટાઈટ કન્ટેનરમાં રાખી દો અને તેને રાત્રે સૂતી વખતે ફાટેલી પગની એડી પર લગાવો. આ ઉપાય નિયમિત કરવાથી તમારા પગની એડી એકદમ સાફ અને નરમ થશે.

ચોખા

image source

ચોખાનો લોટ એક એક્ફોલિએટર છે. તે આ રીતે ફાટેલ પગની એડી માટે વાપરી શકાય છે.

  • 1. ચોખાના લોટ, લીમડાનું તેલ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને એક સ્ક્રબ બનાવો. હવે આ સ્ક્રબ0 ફાટેલી પગની એડી પર લગાવો અને થોડા સમય માટે મસાજ કરો. ત્યારબાદ તેને રહેવા દો, પછી સાફ પાણીથી તમારી એડી ધોઈ લો.
  • 2. 10 મિલી એરંડા તેલને, 10 મીલી લીમડાના તેલ સાથે મિક્સ કરો. આ પેસ્ટને ફાટેલી પગની એડી પર રાત્રે લગાવો.
  • 3. ચોખાના લોટમાં અડધા લીંબુનો રસ ઉમેરો. આ બંનેને બરાબર મિક્સ કરી લો. હવે આ સ્ક્રબને પગની એડી પર લગાવો. આ સ્ક્રબ મૃત કોષો દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપાયથી ફાટેલી પગની એડીની સમસ્યા દૂર થાય છે.
  • લીંબુ
    image source

    દરરોજ લીંબુના ટુકડાને 20 ગ્રામ ખાંડ સાથે ઉમેરીને તેનો ઉપયોગ સ્ક્રબની જેમ થઈ શકે છે.

    2. નવશેકા પાણીના એક ટબમાં, એલોવેરા જેલ, લીંબુનો રસ, સિંધવ મીઠું અને 1-2 ડ્રોપ ટી ટ્રી તેલ નાખો અને તમારા પગને તેમાં 10-15 મિનિટ માટે રહેવા દો. પછી તમારા પગની એડી પર સ્ક્રબ કરો. ત્વચાની અન્ય સમસ્યાઓમાં પણ લીંબુ ફાયદાકારક છે.

    ફાટેલ પગની એડીની સમસ્યા દૂર કરવા માટેના અન્ય ઘરેલું ઉપાય

    દૂધ

    image source

    બે કપ દૂધ નવશેકું બનાવો, તેમાં 1 કપ મધ ઉમેરો. આ મિશ્રણમાં તમારા પગને 10 મિનિટ સુધી પલાળો. જયારે તમારા પગ સુકાય પછી બિવેક્સ લગાવો. જો તમારા પગ વધુ શુષ્ક લાગે ત્યારે જ તમારે આ કરવું જોઈએ.

    ગાય ઘી

    image source

    ચંદનના પાવડરમાં ગાયનું ઘી મિક્સ કરો. તેનો ઉપયોગ લોશન તરીકે થઈ શકે છે. તે પગની બળતરા અને ફાટેલી એડીની સમસ્યા દૂર કરે છે.

    સરસવનું તેલ

    image source

    સરસવનું તેલ દરેક ઘરમાં જોવા મળે છે. ફાટેલા પગની એડીની સમસ્યા દૂર કરવા માટે તમે આ સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે, સરસવનું તેલ ગરમ કરો અને તેમાં મીણ ઉમેરો. જયારે તે ઠંડુ થાય ત્યારે તેમાં કપૂર ઉમેરો. હવે આ મિશ્રણને ઠંડુ થવા દો અને દરરોજ પગની એડી પર લગાવો. આ ઉપાયથી તમારા પગની ફાટેલી એડીની સમસ્યા દૂર થશે.

    અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

    વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

    નોંધ –

    આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

    આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

    આપના સહકારની આશા સહ,

    ટીમ હેલ્થ ગુજરાત