શું તમને પણ લાગે છે કે તમારા વાળ સુકાઈને એકદમ પાતળા થવા લાગ્યા છે તો અજમાવો આ એક ઉપાય…

આજકાલ લોકો વાળ ખરવાની સમસ્યાથી તો ત્રસ્ત છે જ, સાથે જ પાતળા થતા વાળથી પણ પરેશાન છે. તેવામાં તમારા વાળને ઘણી વધારે કેર ની જરૂર પડે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના વાળ ભરાવદાર અને ચમકીલા હોય, પણ આજકાલ લોકો વાળને લગતી ઘણી સમસ્યાઓથી પરેશાન છે. વાળ ખરવાની સમસ્યાથી તો ત્રસ્ત છે જ, સાથે જ પાતળા થતા વાળથી પણ પરેશાન છે. તેવામાં તમારા વાળને ઘણી વધારે કેર ની જરૂર પડે છે.

image source

વાળ પર આપણા ખાન-પાનની અસર પડે છે તો તેની બરાબર કેર ન થવાને કારણે પણ વાળ પાતળા થઈ રહ્યા છે. પાતળા વાળમાં કોઈ હેરસ્ટાઈલ સારી લાગતી નથી. જો તમે પણ વાળ પાતળા થવાની સમસ્યાથી પરેશાન છો તો કેટલાંક ઉપાય તમારી મદદ કરી શકે છે.

image source

મહિલાઓમાં વાળ ખરવાની સમસ્યા દિવસે દિવસે વધતો જઇ રહ્યો છે. યોગ્ય દેખરેખ છતાં મહિલાઓને આ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જો તમે પણ ખરતાં વાળથી પરેશાન છો તો આજે અમે તમને એક એવા હેર પેક માટે જણાવીશું જેની મદદથી વાળ ખરવાની સમસ્યા 50 ટકા ઓછી થઇ જશે.

મેથીના હેર પેક બનાવવાની રીત:

image source

તમારા વાળની લંબાઇ અનુસાર 1 અથવા 2 મુઠ્ઠી મેથી દાણા પાણીમાં પલાળી લો. એને આખી રાત પાણીમાં પડ્યા રહેલા દો. સવારે ઊઠીને બંને ચીજો મિક્સચરમાં નાંખીને પીસી લો, જ્યારે એક સારી પેસ્ટ તૈયાર થઇ જાય તો એને પોતાના વાળમાં લગાવી લો. ન્હાવાના એક કલાક પહેલા આ પેકને અપ્લાય કરો. સપ્તાહમાં 1 વખત આ હેર પેક વાળમાં જરૂરથી લગાવો.

પેક લગાવવાના ફાયદા:

ઘણા બધા મિનરલ્સ, વિટામિન અને એન્ટી ઑક્સીડેન્ટથી ભરપૂર મેથી દાણાના પેક વાળને જડમૂળથી મજબૂત કરે છે. જો તમે સારું રિઝલ્ટ ઇચ્છો છો તો મેથી દાણાનું સેવનપણ જરૂરી કરો. એનું સેવન તમારી પાચન ક્રિયા સારી કરશે. જેનાથી તમારા વાળની અંદરની પરતને મજબૂતી મળશે.

આંમળા અને લીંબુ કરશે કમાલ:

image source

આંમળાનો જ્યૂસ વાળને લાંબા અને ઘાટા બનાવે છે. જો તમે પણ તમારા વાળને જાડા અને કાળા બનાવવા ઈચ્છો છો રોજ સ્નાન કરતા પહેલા થોડીવાર વાળમાં આંમળા અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવો.

ઓછું ચીકણું હોય તેવું તેલ વાપરો:

image source

જો તમારા વાળ પાતળા છે તો તમારે હળવા અને ઓછા ચીકણા હેર ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ. તમે તમારા વાળમાં કોકોનટ ઓઈલ કે રોઝમેરી ઓઈલ લગાવી શકો છો. તેનાથી વાળ વધુ ચીકણાં નહી થાય અને વાળની મજબૂતી પણ વધશે.

વાળને મજબૂત બનાવશે ડુંગળીનો રસ:

image source

ઘણીવાર વાળ પાતળા હોવાની સાથે રૂક્ષ પણ દેખાય છે. તેના માટે અઠવાડિયામાં બે-ત્રણ વાર વાળમાં ડુંગળીનો રસ લગાવો. તેનાથી વાળ ચમકીલા બનશે.

વાળને ખેંચીને ન બાંધો:

image source

જો તમે તમારા વાળને ખેંચીને બાંધવાની ટેવ ધરાવો છો તો આ ટેવ બદલી નાખો. ચોટલો કે પોની બનાવતી વખતે વાળને હલ્કા હાથે અને ખેંચ્યા વગર બાંધો. નહીં તો તમારા વાળ વધારે તૂટશે.

યોગ્ય શેમ્પૂ પસંદ કરો:

image source

સૌથી પહેલા એ વાત પર ધ્યાન આપો કે તમારૂ શેમ્પૂ તમારા વાળ માટે સારૂ છે કે નહી. તમારા વાળ માટે એવું શેમ્પૂ પસંદ કરો જે વાળ માટે સારૂ હોય. તમે તમારા વાળ માટે કોઈ સારી બ્રાન્ડનું શેમ્પૂ ખરીદી શકો છો.

ભીના વાળ ન ઓળશો:

image source

મોટા દાંતાવાળા કાંસકાનો ઉપયોગ કરો. તેનાથી વાળ તૂટીને પાતળા નહી થાય. ભીના વાળમાં પણ કાંસકો ન ફેરવો. વાળને નેચરલી સૂકાવા દો. વારંવાર ડ્રાયરનો ઉપયોગ ન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત