Site icon Health Gujarat

આ 5 આયુર્વેદિક ટીપ્સ તમને બનાવી શકે છે તણાવમુક્ત, આજે જ જાણો આ ટીપ્સ અને રહો સ્ટ્રેસ ફ્રી

મિત્રો, તણાવ અને ચિંતા આ દિવસોમા આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ચુકી છે. અમુક સમયે આપણે પોતાની જાતને તાણમુક્ત રાખવા માટે સમર્થ નથી હોતા અને તેના કારણે જ ધીમે-ધીમે આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરવાનુ શરૂ કરે છે પરંતુ, આપણે એ વાતને સમજવી જોઈએ કે, તણાવ એ એક કુદરતી પ્રક્રિયા છે, જેને તમે રોકી શકો નહિ.

image source

હા, આપણે આપણી જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને તેની અસરો ઘટાડી શકીએ છીએ.આવી સ્થિતિમાં, તમારી જીવનશૈલીમા તમારે નિયમિત વ્યાયામની આદત કેળવવી પડશે. આ સમયે તમારે સકારાત્મક રહીને ખુશ રહેવાનો પ્રયત્ન કરવો એ આપણને ઘણી સમસ્યાઓ સામે રક્ષણ આપી શકે છે.

Advertisement

આ સિવાય આયુર્વેદની સહાયતાથી આપણે તાણ અને અસ્વસ્થતાની કુદરતી પ્રક્રિયાને પણ નિયંત્રિત કરી શકીએ છીએ. તેનાથી તમને સારી એવી રાહત મળી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આયુર્વેદની મદદથી આપણે કેવી રીતે ચિંતા અને તાણને દૂર રાખી શકીએ.

image source

આયુર્વેદ મુજબ જો તમે સતત તાણમા રહો છો તો મસાજને તમારી રોજીંદી જીવનચર્યામા સ્થાન આપો. જો તમે તણાવ દૂર કરવા માટે તલના તેલની માલિશ કરો છો તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. જો તમારી પાસે તલનુ તેલ નથી તો તમે માથાની માલિશ અને બોડી મસાજ માટે આમલા તેલ અથવા બદામ તેલનો ઉપયોગ પણ કરી શકો છો.

Advertisement

તે તમારા તાણને ઓછું કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત, તમે રાત્રે સૂતા પહેલા દરરોજ પગની મસાજ કરો છો તો પણ તમે ખૂબ હળવાશ અનુભવો છો. આ સિવાય તમે તમારા દિવસની શરૂઆત પ્રાણાયામથી કરી શકો છો. જો તમે પ્રાણાયામ નથી જાણતા, તો પછી શ્વાસ લેવાની કસરત કરો. આ કસરત તમારા મગજને આરામ આપે છે અને તમે આરામ અનુભવો છો.

image source

આ સિવાય વાત દોષ દ્વારા આપણા શરીરમાં ચિંતા અને તાણ પણ વધે છે. શક્ય બને તેટલુ ફ્રાય વસ્તુઓ, જંક અને ફાસ્ટ ફૂડ વગેરેથી બચવું. ચા અને કોફી પણ શરીરમા વાતનું પ્રમાણ વધારે છે એટલે આવી સ્થિતિમા તેમની પાસેથી શક્ય તેટલું અંતર બનાવો.

Advertisement

જો તમે તાણમાંથી સ્વસ્થ થવામાં અસમર્થ છો, તો તમારા આહારમાં આમલા મુરબ્બો, અશ્વગંધા, બ્રાહ્મીનો સમાવેશ કરો. આ સિવાય રાત્રે પાણીમા બદામ પલાળીને દૂધ સાથે તેનુ સેવન કરવુ, તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તે તમારા મગજને હળવા કરવામા ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version