કોરોના કાળમાં દાંતની તકલીફો માટે ડોક્ટર પાસે ના જવું હોય તો આ ઉપાયો છે જોરદાર અસરકારક, નોંધી લો ફટાફટ

અત્યરે કોરોના એ દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે, તેવામાં કોઈ ડોક્ટર પાસે જવું પણ રિસ્કી બને છે. ત્યારે તમારા દાંતને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તેનો ઘરે જ ઈલાજ થાય છે. તો ચાલો આપણે આ લેખમાં દાંતના ઘરેલું ઉપાય વિષે જાણીએ.

image source

દાંત અને પેઢાને લગતી સમસ્યાને દુર કરવા માટેનો બેસ્ટ ઉપાય. અત્યરે બધા લોકોને દાંતમાં થતા પાયોરિયા, દાંતનો દુખાવો, દાંતનો સડો જેવી અનેક સમસ્યા જોવા મળે છે. તે બધી સમસ્યા ને ડોક્ટર પાસે જવા કરતા ઘરે જ કોઈ પણ પૈસાનો ખર્ચ કર્યા વગર દુર કરી શકાય છે.

image source

આપના દાંતનું બંધારણ માં મિનરલ,વિટામીન એ અને ડી અને કેલ્શિયમ ની ખાસ ભૂમિકા રહે છે, એટલા માટે તેને બચાવવા માટે તેની આપૂર્તિ કરવી જરૂરી છે. ભોજનમાં એવી વસ્તુઓ જરૂર સામેલ કરો જેનાથી આપણા શરીરને આવશ્યક તત્વોને જરૂરીયાત પૂરી પડી શકે. બાવળ ના લાકડાના કોલસા ૨૦ ગ્રામ વાટીને કપડાથી ચાળીને મૂકી રાખો , ૧૦ ગ્રામ ફટકડી ને તાવડી ઉપર શેકી લો, તે બિલકુલ ચૂર્ણ બની જશે. ત્યારબાદ તેમા ૨૦ ગ્રામ હળદર ઉમેરી આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરો.

image source

હવે સવારે મંજન કરતી વખતે તેને લો અને તેમાં ૨ ટીપા લવિંગનું તેલ લઈને તેને સારી રીતે ભેળવી દો, આ મંજન ને એક તો જે દાંત ખરાબ થઇ ચુક્યા છે તે ખરાબ દાંતની ઉપર આંગળી ની મદદ થી થોડી વાર સુધી લગાવી રાખો, અને જ્યાં દાંતોમાં ખાડા છે તે ખાડામાં મિશ્રણ ભરી દો.

image source

બાકી મંજન ને દાંતો અને પેઢા ઉપર આંગળીની મદદ થી સારી રીતે લગાવી દો અને ઓછામાં ઓછું ૧૦ મિનીટ રહેવા દો. આ ઉપાય કરવાથી પાયોરીયાની સમસ્યા થોડા જ દિવસમાં દુર થાય છે. આ ઉપાય કરવાથી આપણા દાંત પણ મજબુત બને છે. હિંગને પાણીમાં ઓગાળી તેના કોગળા કરવાથી દાંતનો દુખાવો દુર થાય છે. દાંત પીળા હોય તો નિમક અને ખાવાના સોડાને મિક્સ કરી દાંત પર ઘસવાથી દાંતમાં રહેલી પીડાસ દુર થાય છે.

image source

તુલસીના પાનનો ઉકાળો કરી તેના કોગળા કરવાથી દાંત મજબુત બને છે. તુલસીના પાંચ પાન લઇ તેમાં પાચ દાણા મરીના નાખી ને વાટીને રાખો, હવે આ ચટણી જેવું ચૂર્ણ દાંતના પેઢા પર દાબવી દો, તેનાથી દાંતના દુખાવામાં ખુબ જ રાહત થાય છે. લવિંગનું તેલ અને તલનું તેલ બન્ને સરખા ભાગે લઈને મિક્સ કરવું, તેમાં સહેજ કપૂર નાખો હવે આ મિશ્રણ રૂં પર લઈને દુખતા દાંત ના પેઢા પર મુકવાથી રાહત થાય છે, લવિંગ નું તેલ ડાયરેક્ટ પેઢા પર લગાવવું નહિ કેમકે તેનાથી ગાલ માં છાલું પડી શકે છે.

image source

એક ચમચી સરસવના તેલમાં અડધી ચમચી હળદર નાખીને તેને મિક્સ પેસ્ટ બનાવીને આંગળીના ટેરવાની મદદ થી દાંત પર ઘસવું, દરરોજ આ પ્રયોગ કરવાથી દાંત મજબૂત થાય છે અને પીળા પડતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત