Site icon Health Gujarat

આતંકીઓએ ટીવી એક્ટ્રેસ હત્યા કરી, ઘરમાં ઘુસીને કર્યો ગોળીબાર; ચાહકોમાં શોકનો માહોલ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દરરોજ સામાન્ય નાગરિકોને નિશાન બનાવે છે. આ દરમિયાન વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ વખતે આતંકવાદીઓએ બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં ટીવી એક્ટ્રેસ અમરીન ભટની હત્યા કરી નાખી છે.

આતંકવાદીઓએ ટીવી અભિનેત્રીની હત્યા કરી

બુધવારે, આતંકવાદીઓએ અભિનેત્રીને ગોળી મારી દીધી હતી, જેમાં તેણીનું મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે અમરીન ભટના ઘરમાં ઘૂસ્યા બાદ આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન અભિનેત્રીનો ભત્રીજો પણ ઘાયલ થયો હતો.

Advertisement
Advertisement

અહેવાલો અનુસાર, આસપાસના વિસ્તારને સંપૂર્ણ રીતે કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને આતંકવાદીઓને પકડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે. જણાવી દઈએ કે અભિનય સિવાય અમરીન ભટ એક મહાન ગાયિકા પણ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તે જ સમયે, તેના મૃત્યુના સમાચારથી ચાહકો આઘાતમાં છે અને તેઓ સોશિયલ મીડિયા પર અભિનેત્રીના ગુનેગારોને પકડવાની માંગ પણ કરી રહ્યા છે.

Advertisement
Advertisement
Exit mobile version