લગ્ન પહેલા કુંડળી ટેસ્ટ નહિં, પણ કરાવો આ 6 પ્રકારના મેડિકલ ટેસ્ટ, નહિં તો પસ્તાશો આખી જીંદગી…

છોકરાઓ તેમજ છોકરીઓની જ્યારે સગાઇ અને લગ્ન કરવાની વાત આવે ત્યારે તેમના ગુણો, રંગ-રૂપ તેમજ કુંડળી મેળવવામાં આવે છે. આમ, જો તમે પણ આજની આ ફાસ્ટ લાઇફમાં તમારા સંતાનોની સગાઇ કે લગ્ન કરતા પહેલા કુંડળી મેળવવામાં માનો છો તો તે તમારી મોટી ભૂલ છે, કારણકે આજના આ યુગમાં કુંડળી મેળવવા કરતા બંન્ને વ્યક્તિના અમુક પ્રકારના મેડિકલ ટેસ્ટ કરાવવા ખૂબ જ જરૂરી છે.
આજકાલ અનેક પ્રકારના રોગો એવા હોય છે જે લગ્ન પછી ખબર પડે તો તેનાથી અનેક ઘણી તકલીફો થવા લાગે છે. તો આજે અમે તમને જણાવીશું કે, લગ્ન પહેલા કયા પ્રકારના મેડિકલ ટેસ્ટ તમારે તમારા સંતાનોના કરાવવા જોઇએ જેથી કરીને ભવિષ્યમાં તેમને કોઇ તકલીફ ના થાય.

image source

જેનેટિક ટેસ્ટ

image source

લગ્ન પહેલા દરેક વ્યક્તિએ જેનેટિક ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે. જેનેટિક ડિસીસ જાણવા માટે જેનેટિક ટેસ્ટ કરાવવો યોગ્ય છે કારણ કે તેનાથી ખબર પડે છે કે તમારા ભાવિ પાર્ટનરને કોઈ બીમારી તો નથી ને. એક અહેવાલ અનુસાર કોઈ પણ યુવકમાં 60 ટકા બીમારીઓ જેનેટિક હોય છે

એસટીડી ટેસ્ટ

image source

આ ટેસ્ટ પુરુષ અને મહિલા એમ બંન્ને લોકોએ કરાવવો જોઇએ. આ ટેસ્ટ કરાવવાથી ખબર પડે છે કે, બંન્નેમાંથી કોઇ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગનો શિકાર તો નથી ને. આ રોગ બહુ ખતરનાક સાબિત થાય છે માટે લગ્ન પહેલા આ ટેસ્ટ દરેક વ્યક્તિએ કરાવવો ખૂબ જ જરૂરી છે.

ઓવરીની તપાસ

image source

જો તમારી ઉંમર 30 વર્ષથી વધુ હોય તો લગ્ન પહેલા ઓવરીની તપાસ જરૂર કરાવો. તેનાથી તમને જાણવા મળશે કે તમારી ઓવરી કેટલી હેલ્ધી છે અને તમારે લગ્ન બાદ તુરંત માતા બનવું જોઈએ કે નહિ. તમે આ પ્રોસેસ માટે થોડોક સમય લઈ શકો છો. જો તમને જાણવા મળે કે, ઓવરી હેલ્ધી નથી તો તમે સમય રહેતા તેની સારવાર પણ કરાવી શકો છો.

એજિંગ ટેસ્ટ

આજકાલ અનેક છોકરીઓ 28 વર્ષની ઉંમર પછી લગ્ન કરતી હોય છે. આ ઉંમર પછી માતા બનવાના ચાન્સિસ ખૂબ જ ઘટી જાય છે. આમ, આ ટેસ્ટ કરાવવાથી ખબર પડે છે કે આ ઉંમરમાં તે માતા બનવા માટે સક્ષમ છે કે નહિં.

HIV ટેસ્ટ

image source

કુંડળી મેળવવા કરતા HIV ટેસ્ટ વધુ જરુરી છે. જ્યારે પણ આ ટેસ્ટ કરાવો ત્યારબાદ 90 દિવસ પછી આ ટેસ્ટ ફરી કરાવો જેથી સચોટ જાણકારી મળી જાય.

થેલેસીમિયા ટેસ્ટ

image source

લગ્ન પહેલા આ ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે. આજના આ સમયમાં ઘણા કપલ એવા હોય છે કે જેમને લગ્ન પહેલા થેલેસીમિયા ટેસ્ટ કરાવ્યો ના હોય અને તે પાછળથી ખબર પડતા અનેક પ્રકારના પ્રોબ્લેમ્સ ઉભા થયા હોય. જો બેમાંથી એક વ્યક્તિને થેલેસીમિયા માઇનર હોય તો બહુ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. પરંતુ જ્યારે બંન્ને વ્યક્તિને ટેસ્ટ કરાવ્યા પછી માઇનર આવે તો આ એક ચિંતાનો વિષય છે, કારણકે બેમાં જો થેલેસીમિયા માઇનર હોય તો લગ્ન પછી જ્યારે સંતાનનુ પ્લાનિંગ કરો ત્યારે બાળક થેલેસીમિયા મેજર આવવાના ચાન્સિસ વધી જાય છે. યાદ રાખો રિલેશન રાખતી વખતે બંન્નેનો આનંદ અને સંતોષ હોવો પણ ખૂબ જ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત