જો તમને ઓછા કામમાં પણ લાગતો હોય વધુ થાક તો આજે શરૂ કરી દો આ વસ્તુ ખાવાની

ઘણા લોકો હંમેશાં થાક અને સુસ્તીની ફરિયાદ કરે છે. આને કારણે કોઈ પણ કામમાં મન નથી લાગતું. આ થાક પાછળ ઘણા કારણો હોઈ શકે છે જેમ કે ઉંઘનો અભાવ, અંદરથી શક્તિનો અભાવ, ખરાબ આહાર, રોજ થાકેલા રહેવું એ પણ સૂચવે છે કે શરીરમાં કોઈ પણ અગત્યની વસ્તુની ઉણપ છે.

કેટલાક વિટામિન્સની અછત

સામાન્ય રીતે આ લક્ષણો વિટામિન્સના અભાવને કારણે થાય છે. લોકો શરીરમાં વિટામિનની ઉણપને ગંભીરતાથી લેતા નથી. સતત સુસ્તી અને થાકને લીધે, જો તમને પણ કામ કરવામાં મુશ્કેલી આવી રહી છે, તો પછી તમને કેટલાક વિટામિન્સની અછત થઈ શકે છે. ચાલો તેમના વિશે જાણીએ.

વિટામિન- B12ના શ્રોત

image source

શરીરમાં લોહીના કોષો અને ડીએનએ બનાવવા માટે વિટામિન બી 12 જરૂરી છે. મજબૂત નર્વસ સિસ્ટમ માટે વિટામિન બી 12 પણ ખૂબ મહત્વનું છે. શરીરમાં વિટામિન બી 12 ના અભાવથી વ્યક્તિના શરીરંમાં થાક અને નબળાઇનું કારણ બને છે. વિટામિન બી 12 ની ઉણપને કારણે, શરીરમાં રક્તકણોની રચના થતી નથી અને જેના કારણે વ્યક્તિ દરેક સમયે થાક અનુભવે છે. વિટામિન બી 12 ની ઉણપને પૂર્ણ કરવા માટે, તમારા આહારમાં માછલી, માંસ, ઇંડા અને આખા અનાજનો સમાવેશ કરો.

ચીઝ

નોર્મલી તમને બજારમાં બાર પ્રકારના ચીઝ મળી રહેશે, જેમાં વિટામિન બી-12 હોય છે, પરંતુ કોટેઝ ચીઝમાં વિટામિન બી-12 સારા એવા પ્રમાણમાં હોય છે.

ઓટમીલ

image source

સવારે બ્રેકફાસ્ટમાં ઓટમીલ ખાવાથી પોષણ અને વિટામિન બંને મળે છે, એટલું જ નહીં તેમાંથી સારા એવા પ્રમાણમાં વિટામિન બી-12 પણ મળી રહે છે.

દહીં

દહીંમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી-1, બી-2 અને બી-12 હોય છે, તેમાં પણ જો દહીં લો ફેટવાળું હોય તો તે વધારે ફાયદાકારક છે. બની શકે તો ફ્લેવર્ડ દહીં લેવાનું ટાળવું જોઈએ.

સોયા પ્રોડક્ટ્સ

image source

સોયાની દરેક પ્રોડક્ટ જેવી કે સોયાબીન, સોયા દૂધ કે સોયા પનીર-ટોફુ એ દરેકમાં વિટામિન બી-12 સારી એવી માત્રામાં મળી રહે છે.

દૂધ

ફુલ ફેટવાળાં દૂધમાં વિટામિન બી-12 ઘણી એવી માત્રામાં હોય છે, જો તમે નોનવેજ ન ખાતા હો તો દૂધ એ બેસ્ટ ઓપ્શન છે વિટામિન બી-12 મેળવવા માટે.

વિટામિન- D

image source

શરીરને યોગ્ય રીતે ચલાવવા માટે વિટામિન ડી ખૂબ મહત્વનું છે. દાંત અને હાડકાં માટે પણ વિટામિન ડી જરૂરી છે. એટલું જ નહીં, વિટામિન ડી સીધી રોગપ્રતિકારક શક્તિને પણ અસર કરે છે. તેની ઉણપને કારણે, શરીરમાં હંમેશા સુસ્તી રહે છે. વિટામિન ડી નો શ્રેષ્ઠ સ્રોત એ સૂર્યપ્રકાશ છે. તડકામાં બહાર નીકળીને શરીરમાં વિટામિન ડી ઉત્પન્ન થાય છે. વિટામિન ડી સાલ્મન માછલી, કોડ યકૃત તેલ, ઇંડાની જરદી, મશરૂમ્સ અને ફોર્ટિફાઇડ ખોરાકમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.

વિટામિન- C

image source

વિટામિન સી ઈમ્યૂનિટી વધારવા માટે જાણીતું છે. તે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. વિટામિન સીની ઉણપનું પ્રથમ લક્ષણ અતિશય થાકની લાગણી છે. વિટામિન સી ખાટાં ફળ, કીવી, અનેનાસ, પપૈયા, સ્ટ્રોબેરી, તરબૂચ અને કેરીમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. વિટામિન સીની ઉણપ ધરાવતા લોકો સામાન્ય રીતે વાયરલ ફ્લ્યુ, શરદી, ઘા, અને અહીં સુધી કે હૃદય રોગોથી વધુ ગ્રસ્ત હોય છે.

વિટામીન- C ના સ્ત્રોત

વીટામીન સી યુક્ત ખાધ્ય પદાર્થ ને ગેસ કે ઓવનમા વધુ સમય ઉકાળવામાં કે સ્ટોર કરવામાં આવે તો તેની પૌષ્ટિકતા ઓછી થાય છે, માટે જ વિટામિન સીનો વધુમાં વધુ ફ્ળો દ્વારા જ મેળવવું જોઇએ.

વિટામિન સીની ઉણપના કારણે મોતીયો, ચામડીની એલર્જી, ગર્ભપાત, ભૂખ ન લાગવી વગેરે બિમારી થઈ શકે છે. વિટામીન સી શ્વાસને લગતી બીમારી તેમજ પાચન સંબંધી સમસ્યાઓથી મુક્ત કરે છે.

image source

વિટામીન સીમાં ખાટા રસવાળા ફ્ળો જેવા કે આમળા, નારંગી, લીંબુ, સંતરા, બોર, દ્રાક્ષ, ટામેટા, સફ્રજન, જામફ્ળ વગેરેમાંથી પ્રાપ્ત થાય છે.
વિટામીન સીને ખાધ્યપદાર્થોના માધ્યમથી જ પ્રાપ્ત કરી શકાય છે. સામાન્ય રીતે વિટામીન સીના સારા સ્ત્રોત બટાકા, ટામેટા, સંતરા વગેરે છે. આ સિવાય લાલ મરચુ, અનાનસ, સ્ટ્રોબેરી, સફ્રજન તેમજ શાકભાજી માંથી પણ વિટામિન સી મળે છે.

વિટામિન સી માત્ર સ્કર્વી નામના રોગમાંથી જ નથી બચાવતુ પરંતુ તેનાથી કેન્સરની શક્યતા પણ ઓછી થાય છે. વિટામિન સીની મદદથી હાડકાને જોડતો કોલાજન નામનો પદાર્થ રક્તવાહિનીઓ, લિગામેન્ટસ વગેરે અંગોનું પુર્ણરૂપથી નિર્માણ થાય છે.

image source

વીટામિન સી મગજના રસાયણ સેરોટોનિનને બનાવવામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે અને સેરોટીન નામનુ રસાયણ આપણી ઊંઘ માટે ખુબ જ જરૂરી છે. વિટામિન સી કોલેસ્ટેરોલને પણ કાબુમાં રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત