બાપ રે! વ્યક્તિએ સેકન્ડ હેન્ડ સામાન ખરીદ્યો, અંદરથી નીકળ્યા 60 કરોડની રોકડ

એક વ્યક્તિએ સ્ટોરેજ માટે લગભગ 40 હજાર રૂપિયામાં એક વસ્તુ ખરીદી. જેની અંદરથી 60 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. જો કે, પછી પૈસાના અસલી માલિકને પણ તેની જાણ થઈ. જે બાદ વ્યક્તિએ તેને પરત કરવા પડ્યા .

ટીવી શો સ્ટોરેજ વોર્સના હોસ્ટ ડેન ડોટસને 4 વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર આ ઘટનાનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તેના એક ક્લાયન્ટે હરાજી દરમિયાન કેટલીક વસ્તુઓ ખરીદી હતી. તેમાંથી ચોંકાવનારી બાબતો બહાર આવી હતી. સોશિયલ મીડિયા પર એક ક્લિપ પોસ્ટ કરીને, ડેને જણાવ્યું કે કેવી રીતે એક વ્યક્તિને ખબર પડી કે તે રાતોરાત કરોડપતિ બની ગયો છે.

image source

ડેને આગળ કહ્યું – જે વ્યક્તિએ સ્ટોરેજ કન્ટેનર ખરીદ્યું હતું તેણે કન્ટેનરમાં એક બેગ જોઈ. તેણે બેગ ખોલવા માટે અન્ય વ્યક્તિને બોલાવ્યો. જ્યારે તેણે બેગ ખોલી તો તેમાં લગભગ 60 કરોડ રૂપિયા હતા.

જો કે, તે બોક્સના માલિકને થોડા દિવસો પછી તેની ભૂલ સમજાઈ અને તેણે વકીલોને તે વ્યક્તિ પાસે મોકલ્યા. ધ બ્લાસ્ટ મેગેઝિન સાથેની વાતચીતમાં ડેને કહ્યું – શરૂઆતમાં વકીલોએ વ્યક્તિને લગભગ 4 કરોડ રૂપિયાના ઈનામની ઓફર કરી હતી. જેને વ્યક્તિએ ઠુકરાવી દીધી હતી. બીજી વખત આ વ્યક્તિને લગભગ 9 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. જેના માટે તે સંમત થયો હતો.

ડેને કહ્યું- મને નથી લાગતું કે તમે બેગમાં 60 કરોડ રોકડા રાખીને ભૂલી શકો. એવું લાગે છે કે આ રોકડ અન્ય કોઈને રાખવા માટે આપવામાં આવી હતી. જો કે, માત્ર તેના પૈસા માટે કોઈને 9 કરોડ રૂપિયાનું ઈનામ આપવું એ મોટી વાત છે. જે સામાન્ય રીતે કોઈ કરી શકતું નથી.