Health Gujarat

શરીરના સાત ચક્ર – વાંચો કયું ચક્ર તમારા શરીરને કઈ બીમારીથી રક્ષણ આપે છે..

માણસના શરીરમાં ઊર્જાના સાત કેન્દ્ર આવેલા છે. જેને સામાન્ય ભાષામાં ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. શરીરમાંથી નકામી ઊર્જાને બહાર કાઢવાનું કામ અને સકારાત્મક ઊર્જા ગ્રહણ કરવાનું કામ આ ચક્રના માધ્યમથી જ થાય છે. આમ તો માણસના શરીરમાં 112 ચક્ર હોય છે પરંતુ આદિયોગી શિવએ તેને સાત વર્ગમાં વિભાજીત કરી અને સપ્ત ઋષિઓને દીક્ષિત કર્યા હતા. તેના કારણે સાત ચક્રોનું મહત્વ વધારે છે.

image source

૧. શરીરના આ સાત ચક્ર જો જાગૃત થઈ જાય તો વ્યક્તિ અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. પરંતુ વર્તમાન જીવનશૈલીમાં આ ચક્રોને જાગૃત કરવા લગભગ અશક્ય બાબત બની જાય છે. તો ચાલો આજે જાણી લો શરીરના સાત ચક્રોના મહત્વ વિશે અને તે ચક્ર સક્રિય ન હોય તો કેવી સમસ્યા થાય છે તેના વિશે.

Advertisement

સહસ્ર ચક્ર એ મગજના ઉપરના ભાગમાં આવેલું છે. જો સહસ્ર ચક્ર સક્રિય ન હોય તો તેને કારણે હતાશા, કંપવા, સ્કીઝોફેનિયા, અલ્ઝાઈમર જેવા માનસિક રોગ થઈ શકે છે.

image source

૨. આજ્ઞા ચક્ર એ કપાળના મધ્યમાં આવેલું છે. આ સાત ચક્રોમાંનું બીજું ચક્ર છે. જો આજ્ઞા ચક્ર સક્રિય ન થાય તો તેને કારણે ચિંતા, તાણ, માથાનો દુઃખાવો, માઈગ્રેન, આંખની ઊણપો, દૃષ્ટિની ખામી, ગ્લુકોમા, મોતિયા, સાઈનસની સમસ્યાઓ, કાનની સમસ્યાઓ વગેરે ઉદ્‌ભવી શકે.

Advertisement
image source

૩.વિશુદ્ધ ચક્ર ગળા અને શ્વાસનળીના ભાગમાં આવેલું હોય છે. જો વિશુદ્ધ ચક્ર સક્રિય ન હોય તો તેને કારણે થાઈરોઈડ, અસ્થમા, બ્રોન્કાઈટિસ, સાંભળવાની સમસ્યાઓ વગેરે જેવી સમસ્યાઓ ઉદ્‌ભવી શકે.

image source

૪.અનાહત ચક્ર હૃદયના ભાગમાં આવેલું છે. જો અનાહત ચક્ર સક્રિય ન હોય તો તે હૃદય રોગ, સ્નાયુઓનો દુખાવો જેવી બીમારીઓને પણ નોતરી શકે છે. આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિની ખામી, એલર્જીઓ, બ્રેસ્ટ કેન્સર વગેરે જેવી સમસ્યા પણ ઉદ્‌ભવી શકે છે.

Advertisement
image source

૫.મણિપુર ચક્ર જે પિત્તાશય, બરોળ અને જઠરમાં આવેલું હોય છે. આ ચક્ર, સાત ચક્રોમાંનું પાંચમું ચક્ર છે. જો આ મણિપુર ચક્ર સક્રિય ન હોય તો તેને કારણે ડાયાબિટિસ, પેન્ક્રિયાટાઈટીસ, પિત્તાશયના રોગો, પેપ્ટીક અલ્સર, પેટના દુખાવાના રોગ, પિત્તાશયમાં પથરી વગેરે જેવાં રોગ થઈ શકે છે.

image source

૬.સ્વાદિસ્થાન ચક્ર એ ગર્ભાશયના ભાગમાં આવેલું હોય છે. આ ચક્ર સક્રિય થયેલું ન હોય તો તેને કારણે માસિકની સમસ્યા, યુટેરાઈન ફ્રાઈબ્રોઈડ્‌સ, અંડાશયની કોથળીમાં થતી પાણીની ગાંઠો, આંતરડાની પીડા જેવા રોગ થઈ શકે છે.

Advertisement
image source

૭.મૂલાધાર ચક્ર કરોડરજ્જુના આધાર સ્થાનમાં આવેલું હોય છે. જો મૂલાધાર ચક્ર સક્રિય થયેલું ન હોય તો તેને કારણે કબજીયાત, ડાયેરિયા, પાઈલ્સ, કોલીટીસ, કરોડના રોગો, આંગળીઓ અને ટેરવાઓ ઠંડા પડી જવા, વારંવાર પેશાબ જવાની સમસ્યા ઉદ્‌ભવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version