Site icon Health Gujarat

તમારે પણ ઈ-મેમો આવ્યો હોય અને જો ન ભર્યો હોય તો ભરી દેજો, ACPની અપીલ બાદ રાજકોટ ટ્રાફિક ઓફિસે લોકોની કાયદેસર લાઈન લાગી

રાજકોટ ટ્રાફિક ACPએ લોકોને ટ્રાફિક મેમા ભરી દેવા તાકીદ કરી છે. 26 જૂન સુધીમાં મેમો નહીં ભર્યો હોય તો કેસ લોક અદાલતમાં જશે. ત્યારે ACPની તાકીદ બાદ રાજકોટમાં ઈ-મેમો ભરવા લોકોની લાઈન લાગી છે. લોક અદાલતમાં ફરિયાદની જાહેરાત બાદ લોકો ઇ-મેમો ભરવા પહોંચ્યા છે. ટ્રાફિક ઓફિસે મેમો ભરવા લોકોની લાઇન લાગી છે. ટ્રાફિક શાખા દ્વારા મોબાઈલમાં મેસેજ મોકલવાની શરૂઆત કરાઈ છે.’

image source

જો કે, બીજી બાજુ રાજકોટમાં ઈ-મેમો સામે લડત ચલાવનાર એડવોકેટ હેમાંશુ પારેખનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. એડવોકેટ હેમાંશુ પારેખનું કહેવું છે કે, ‘છેલ્લાં 2 વર્ષથી ઇ-મેમા બાબતે અમે લોકઝુંબેશને કાનૂની લડત આપી રહ્યાં છીએ. રાજકોટ ટ્રાફિક ACPની દંડ ભરી જવાની તાકીદ અયોગ્ય છે. લોક અદાલતમાં સમાધાન થાય, પોલીસની કેસની તાકીદ અયોગ્ય છે. આ પ્રકારનું સમાધાન ફરજિયાત નથી હોતું.’

Advertisement
image source

વધુમાં જણાવ્યું કે, ‘ઇ-મેમા બાબતે જે નોટિસ અને જે મેસેજ છે તે સ્પષ્ટતાવાળા કોઇ મેસેજ નથી એટલે લોકોમાં આ બાબતે ભય ફેલાયો છે. હકીકતમાં નામદાર અદાલતના હુકમ અને કાયદાકીય જોગવાઇઓ મુજબ કોઇ પણ વ્યક્તિને ચલણ ઇશ્યુ કરવામાં આવે, તે ચલણ કે નોટિસ જે-તે વ્યક્તિ 6 માસની અંદર પોતાનો મેમો પોલીસ તંત્રમાં ના ભરે તો તેમની સામે નામદાર અદાલતમાં પોલીસ તંત્ર દ્વારા NC કેસ દાખલ કરવો પડે. બાદમાં નામદાર અદાલત તે વ્યક્તિને બોલાવે અને તે બાબતે તે પોતાનો ખુલાસો રજૂ કરી અને તે કાનૂની કાર્યવાહી આગળ વધારી શકે.’

Advertisement
Advertisement
Exit mobile version