Site icon Health Gujarat

તમને અંદાજો પણ નહીં હોય તે દરેક ગુજરાતી પર સરેરાશ 45,948 રૂપિયાનું દેવું છે, રાજ્ય સરકાર કુલ 3 લાખ કરોડનું દેવું કરીને બેઠી

રાજ્ય સરકારે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યનું કુલ જાહેર દેવુંં 3 લાખ કરોડ રૂપિયા છે જે દેશના અન્ય મોટા રાજ્યો કરતા ઘણું ઓછું છે. ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે રાજ્યના જાહેર દેવાનું કદ જીડીપીના માત્ર 16 ટકા છે. જેની સરખામણીમાં અન્ય મોટા રાજ્યોનું જાહેર દેવુંં જીડીપીના 22થી 24 ટકા જેટલું છે.

image source

વિધાનસભામાં સરકારે આપેલી માહિતી અનુસાર રાજ્યનું કુલ જાહેર દેવુંં 3,00,963 કરોડ રૂપિયા છે. એટલે કે કુલ દેવાની રકમ રાજ્યની 6.55 કરોડની વસ્તીને સરખેભાગે વહેંચવામાં આવે તો દરેક નાગરિકના માથે સરેરાશ 45,948 રૂપિયા દેવુંં છે.

Advertisement
image source

વાઘાણી કે જેઓ રાજ્ય સરકારના પ્રવકત્તા પણ છે તેમણે કહ્યું હતું કે આગામી ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં રસ્તાના 12,200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ઉમરગામથી નારાયણ સરોવર સુધીના કૉસ્ટલ હાઇવેનો 2,700 કરોડનો પ્રોજેક્ટ પણ સામેલ છે.

Advertisement
Advertisement
Exit mobile version