માત્ર એક જ અઠવાડિયામાં ચહેરા પરના ડાધને દૂર કરવા આ રીતે કરો ટામેટાના ફેસ પેકનો ઉપયોગ, જાણો કેવી રીતે બનાવશો ઘરે

દરેક છોકરી એવું જ સપનું જોતું હોય છે,કે તેમનો ચેહરો હંમેશા સુંદર દેખાય અને તેમના ચેહરા પર એક પણ ડાઘ ન હોય.આવી સુંદરતા જાળવવા માટે તેઓ કેટલા પ્રકારના બજારમાં મળતા કોસ્મેટિક્સનો ઉપયોગ કરે છે.આ કોસ્મેટિક્સનો ઉપયોગ કર્યા પછી તેમનો ચેહરો સુંદર તો બને જ છે,પરંતુ થોડા સમય માટે જ.કારણકે આનાથી તેમના ચેહરા પર થોડીક ક્ષણો ચમક જોવા મળે છે,ત્યારબાદ મેકઅપ ધોવાથી તેમનો વાસ્તવિક ચહેરો દેખાવા લાગે છે,જો તમે તમારી ત્વચા પર કુદરતી ગ્લો જોવા માંગો છો,તો પછી બજારમાં ઉપલબ્ધ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ બંધ કરો અને ઘરમાં હાજર કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરો.

image source

દરેક છોકરી અથવા સ્ત્રી તેમની ત્વચા સુંદર અને ગ્લોઇંગ રાખવા માંગે છે અને ઘણી છોકરીઓને તેમની ઈચ્છા પ્રમાણે બ્યુટી પ્રોડક્સનો ઉપયોગ કરે છે,પરંતુ આ બ્યુટી પ્રોડક્ટ્સમાં ઘણાં વિવિધ પ્રકારનાં રસાયણો હોય છે જે તમારી ત્વચાને સુંદર બનાવવાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.તેથી બ્યુટી પ્રોડક્ટ્સ પરથી તમારું ધ્યાન દૂર કરીને ઘરે જ રહેલી કુદરતી ચીજોનું ફેસપેક બનાવી તમારી ત્વચા ગ્લોઈંગ બનાવો.આજે અમે તમને ટમેટાના ફેસપેક વિષે જણાવીશું.જી હા,આ સાંભળીને તમને આશ્ચ્ર્ય થશે પણ આ સાચું છે,ટમેટાનું ફેસપેક તમારા ચેહરાને ગ્લોઈંગ તો બનાવશે જ પણ સાથે તમારા ચેહરાના ડાઘ અને ફોલ્લીઓ દૂર કરીને તમારી ત્વચાને એકદમ કોમળ બનાવશે.તેથી તમારે દરેક બ્યુટી પ્રોડક્ટ્સથી તમારું ધ્યાન દૂર કરીને ટમેટાના ફેસપેક ઉપર ધ્યાન આપવું જોઈએ.

ટમેટા અને ખાંડ

image source

ટમેટા અને ખાંડનું ફેસપેક બનાવવા માટે પહેલા ટમેટાંને બે ભાગમાં કાપી લો,તે પછી કાપેલા વિસ્તારમાં ખાંડ સારી રીતે લગાવો,ત્યારબાદ તેને 15 મિનિટ સુધી સ્ક્રબની જેમ ચહેરા પર ઘસો.હવે તમારા ચેહરાને નવશેકા પાણીથી ધોઈ લો.આ ઉપાય કરવાથી તમારા ચેહરા પરનો ગ્લો વધી જશે.
ટમેટા અને મધ

image source

ટમેટા અને મધનું ફેસ પેક બનાવવા માટે પહેલા એક ટમેટાને છીણી લો,ત્યારબાદ તેમાં એક ચમચી મધ નાખો, આ મિશ્રણને બરાબર મિક્સ કરી ફેસ પેકની જેમ ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ચહેરો પાણીથી ધોઈ લો.

ટમેટા અને લીંબુ

image source

તૈલીય ત્વચા દૂર કરવામાં આ ફેસ પેક ખૂબ અસરકારક છે તેને બનાવવા માટે એક ટમેટાને છીણી લો અને તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો આ ફેસ પેકને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો અને ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.આ ફેસપેક તમારી તૈલીય ત્વચા દૂર કરશે અને તમારા ચેહરા પરના ડાઘ પણ દૂર કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત