ટામેટા ખાવાથી કેન્સરનું જોખમ ઘટી જાય છે, જાણો બીજા આટલા બધા ફાયદાઓ વિશે પણ

દાળ અને શાકનો સ્વાદ વધારતા લાલ ટામેટા તમારી સ્કિન માટે પણ ખૂબ જ લાભદાયી હોય છે. ટામેટાની સ્લાઈસ ચહેરા પર ઘસવાથી સ્કિનમાં કસાવ આવે છે. એટલું જ નહીં ટામેટા તમને યુવાન બનાવી રાખે છે અને સાથે સાથે તમને ઘણી બીમારીઓથી પણ બચાવે છે.

એન્ટીઓક્સીડેન્ટ અને પ્રોટીનથી ભરપૂર ટામેટા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. એમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ પણ ઓછું હોય છે.

image source

ટામેટા ખાવાથી ભૂખ ઉઘડે છે. એ સિવાય એ ડાઈઝેશન સિસ્ટમ અને પેટ સાથે જોડાયેલી અન્ય તકલીફોને પણ દૂર કરે છે

ટામેટા ખાવાથી પેટ સાફ રહે છે અને તમારી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે.

ટામેટામાં રહેલા લાઈકોપીન સ્કિનને સૂર્યની અલ્ટ્રાવોયલેટ કિરણોથી બચાવે છે. ટામેટા ખાવાથી સનબર્ન અને ટેન સ્કિનની સમસ્યા પણ દૂર થઈ જાય છે.

image source

ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ ટામેટા ખાવા ખૂબ જ લાભદાયી છે. રોજ એક કાકડી અને એક ટામેટું ખાવાથી ડાયાબિટીસના પેશન્ટને ઘણો જ લાભ થાય છે.

*ટામેટા આંખો અને યુરિન સંબંધિત બીમારીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. ટામેટા ખાવાથી લીવર અને કિડનીની કાર્યક્ષમતામાં વધારો થાય છે. રોજ ટામેટાનું સૂપ પીવાથી લીવર અને કિડનીમાં ફાયદો થાય છે.

image source

જો તમારે ટામેટા જેવી સ્કિન જોઈએ તો પોતાની ડાયટમાં આજે જ ટામેટાને જરૂર સામેલ કરો. ટામેટાને સલાડના રૂપમાં, શાકમાં નાખીને કે સૂપ બનાવીને પીવો.

ટામેટા ખાવાથી કેન્સરનું જોખમ પણ ઓછું થઈ જાય છે.

image source

ટામેટા ઉમદા એન્ટી ઇજિંગનું કામ કરે છે, એને ખાવાથી સ્કિન યુવાન દેખાય છે અને સ્કિન સંબંધિત બીમારીઓ પણ નથી થતી.

બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ ટામેટા ખૂબ જ સારા હોય છે.

સવારના નાસ્તામાં ફક્ત બે ટામેટા કમ્પ્લીટ મિલનું કામ કરે છે. ટામેટા વજન વધતું અટકાવે છે એટલે જે લોકોને વજન ઘટાડવું હોય એમના માટે ટામેટા કોઈ વરદાનથી જરાય ઓછા નથી. એક મીડીયમ સાઈઝ ટામેટામાં ફક્ત 12 કેલેરી હોય છે.

image source

સ્ત્રીઓ માટે પણ ટામેટા ખૂબ જ ફાયદાકારક હોય છે. પ્રેગ્નનસી દરમિયાન અને ડિલિવરી પછી શારીરિક શક્તિ વધારવા માટે રોજ સવાર સાંજ 100 ગ્રામ ટામેટાનો રસ પીવો.

શરીરમાં લોહીની ઉણપ હોય તો રોજ 100 ગ્રામ ટામેટાનો રસ કે ટામેટાનું સલાડ ખાઓ.

બાળકોને નકસીરની તકલીફ હોય તો એમને રોજ પાકેલા ટામેટાનો રસ પીવડાવો.

image source

ગરમીની સીઝનમાં રોજ ટામેટાનો રસ પીવાથી ફોલ્લીઓ તેમજ અન્ય સ્કિન સંબંધિત બીમારીઓથી બચી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત