વધારે પ્રમાણમાં ચા પીવી એ તમારા સ્વાસ્થ્ય માટે ક્યાંક હાનીકારક સાબિત ના થાય એની ખાસ તકેદારી રાખજો…

ચા.. એવા ઘણા મિત્રો હશે જેમને ચા પીધા વગર કાઈ સુજતુ નથી હોતું. દિવસની શરૂઆત ચા થી જ કરતા હોય છે. ચા વિષે તમે ઘણું જાણતા હશો અને પીતા પણ હશો. પણ શી તમે જાણો છો કે ચા પીવી એ સ્વાસ્થ્ય માટે કેટલી હાનીકારક છે. ચા પીવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. ચાલો આજે તમને જણાવીએ રોજ ચા પીવાથી શરીરમાં શું ફેરફાર થતો હોય છે.

૧. એકવાર બનેલી ચાને વારંવાર ગરમ કરીને ક્યારેય પીવી નહિ કારણકે આમ કરવાથી એ ગરમ કરેલ ચા એ એસીડ સમાન બની જાય છે.

image source

૨. જે પણ મિત્રોને અનિન્દ્રા અને ડીપ્રેશનની તકલીફ હોય તેમણે વધારે માત્રામાં ચા ક્યારેય પીવી જોઈએ નહિ. કારણ કે ચા પીવાથી ઊંઘ આવતી નથી.

image source

૩. ચા એ એસીડીટી વધારવાનું કામ કરતી હોય છે, વધારે ચા પીવાથી આંતરડા ખરાબ થઇ જતા હોય છે. વધારે પડતી ચા પીવાથી પેટની સમસ્યા થતી હોય છે.

image source

૪. જો તમે ભૂખ્યા પેટે ચા પીવો છો તો પાચનશક્તિ નબળી પડે છે. જો તમે સવારે ચા પીવો છો તો તમારે ચા સાથે થોડો નાસ્તો જરૂર કરવો જોઈએ.

image source

૫. લોહીમાં જો આર્યનની કમી હોય છે તો તેના કારણે શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી બની હાય છે.

૬. વધારે માત્રામાં ચા પીવાથી હૃદયના ધબકારા વધી જાય છે અને હૃદયની બીમારી થવાના ચાન્સ વધે છે.

image source

૭. ચા એ આપણા લોહીમાં રહેલ આર્યન તત્વને ઘટાડે છે.

૮. ચા નિયમિત વધારે માત્રામાં પીવાથી પેટ અને કમર પાસે ચરબી જામી જાય છે. તમારી સ્થૂળતા પાછળ ક્યાંક ચા તો જવાબદાર નથીને.

image source

૯. ચા ના એક કપમાં ૧૩ પીપી એમ ફ્લોરાઈડ હોય છે. જયારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે આપણા શરીર માટે ૧.૫ પીપી એમ ફ્લોરાઈડ હોવું એ યોગ્ય છે.

ચા એ થોડા સમય માટે તમને સ્ફૂર્તિ જરૂર આપશે પણ જયારે વધારે માત્રામાં નિયમિત ચા નું સેવન એ શરીરને નુકશાન પહોચાડી શકે છે.
તો તમારા ચા ના ઘેલા મિત્રોને ટેગ જરૂર કરજો અથવા તો આ લિંક તેમની સાથે અચૂક શેર કરજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત