તુલસીના પાનમાંથી બનાવો આ અલગ-અલગ ફેસ પેક, અને દૂર કરો પિંપલ્સથી લઇને બીજા અનેક સ્કિન પ્રોબ્લેમ્સ…

તુલસીમાં અનેક પ્રકારના ઔષધીઓ ગુણો હોય છે. તુલસી શરીરને સ્વસ્થ રાખવા માટે એકદમ બેસ્ટ ઉપાય છે. તુલસીમાં અનેક ગુણો એવા પણ છે જે સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે તુલસીથી અનેક સ્કિન પ્રોબ્લેમ્સમાંથી છૂટકારો મેળવી શકાય છે. તુલસીમાંથી અનેક ફેસ પેક તૈયાર થાય છે જે સ્કિનને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. તુલસીમાંથી બનતા આ ફેસ પેક સ્કિન પર ગ્લો લાવવાથી લઇને પિંપલ્સ જેવી અનેક સમસ્યાઓમાંથી છૂટકારો અપાવે છે. તુલસીથી કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ થતી નથી. તો જાણી લો તમે પણ તુલસીમાંથી બનતા આ અલગ-અલગ પ્રકારના ફેસ પેક તમને કેવી રીતે ઉપયોગી થશે.

image source

આ ફેસ પેક બનાવવા માટે સૌ પ્રથમ તુલસીના પાનને તડકામાં સુકવી લો અને તેને પીસીને પાવડર બનાવી લો.

તુલસી અને મુલ્તાની માટી

image source

આ પેક બનાવવા માટે વાટકીમાં તુલસી પાવડર, ચંદન પાવડર, મુલતાની માટી, જૈતુનનુ તેલ અને ગુલાબજળ મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને તેને 15-20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી ફેસ ધોઇ લો. આ ફેસ પેક તમારા ચહેરા પરના ડાઘા-ધબ્બા તેમજ ખીલમાંથી જલદી છૂટકારો અપાવે છે. જો તમે આ પેક રેગ્યુલરલી દસ દિવસ સુધી લગાવો છો તો સ્કિનની આ સમસ્યાઓમાંથી જલદી છૂટકારો મળી જશે. આ પેક તમારે રોજ રાત્રે લગાવવાનો રહેશે. આ તુલસીના ફેસ પેકનો સૌથી મોટો ફાયદો એ છે કે, જ્યારે તમે આ પેક લગાવો છો ત્યારે તમારા આખા દિવસનો થાક ઉતરી જાય છે અને તમે રિલેક્સ ફિલ કરો છો.

તુલસી અને ટામેટા

image source

જે છોકરીઓ તેમજ છોકરાઓના ફેસ પર ખીલ થતા હોય તેમના માટે આ ફેસ પેક ખૂબ જ ફાયદાકારક છે. આ પેસ્ટ બનાવવા માટે સૌ પ્રથમ ટામેટાની પેસ્ટ બનાવી લો અને તેમાં તુલસીનો પાવડર મિક્સ કરી લો. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર લગાવો અને તેને 20 મિનિટ સુધી તેને રહેવા દો. પછી ફેસને ઠંડા પાણીથી ધોઇ લો. જો તમે આ પ્રોસેસ અઠવાડિયામાં ત્રણ વાર કરશો તો ખીલની સમસ્યામાંથી જલદી જ છૂટકારો મળી જશે.

તુલસી અને લીમડાના પાન

image source

આ પેક બનાવવા માટે સૌ પ્રથમ 2 લવિંગ લો અને તેને થોડા સમય માટે પાણીમાં પલાળી દો. ત્યારબાદ તેને પીસીને તુલસી અને લીમડાના પાનને પીસી લો. હવે આ પેસ્ટને 30 મિનિટ સુધી રહેવા દો અને પછી ચહેરો ઠંડા પાણીથી ધોઇ લો. આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં બે વાર કરવાની રહેશે. જો તમે આ પ્રોસેસ રેગ્યુલરલી કરશો તો તમને સ્કિનની અનેક સમસ્યાઓમાંથી સરળતાથી છૂટકારો મળી જશે. આ પેકનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેનાથી તમારી સ્કિન ગ્લો કરશે અને ચહેરા પર ચમક આવશે.

તુલસી અને લીંબૂનો ફેસ પેક

image source

ચહેરા પરના પિંપલ્સ અને ડેડ સ્કિનને દૂર કરવા માટે તુલસી અને લીંબૂનો આ પેક એકદમ બેસ્ટ છે. આ પેસ્ટ બનાવવા માટે સૌ પ્રથમ તુલસીનો પાવડર લો અને તેમાં લીંબૂના રસના થોડા ટીપાં એડ કરો. હવે આ પેસ્ટને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો અને તેને ઠંડા પાણીથી ધોઇ લો. આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં ચાર વાર કરવાની રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત