Site icon Health Gujarat

રોગ પ્રતિકારક શક્તિ સહીત કેન્સર માટે પણ ફાયદાકારક છે તુલસી

કેન્સરમાં તુલસીના ફાયદા

તુલસી એક એવો છોડ છે જે આપને ભારત દેશના લગભગ બધા જ ઘરમાં જોવા મળે છે. જો કોઈના ઘરમાં તુલસીનો છોડને રોપવા માટે જમીન નથી તો તે વ્યક્તિ ઘરમાં માટીના પોટમાં કે પછી હાલમાં મળી રહેલ પ્લાસ્ટીકના પોટમાં પણ રોપીને ઘરમાં રાખવાનું પસંદ કરે છે. ઉપરાંત ઘણી વ્યક્તિઓને એવું પણ કહેતા સાંભળીયા છે કે, ઘરમાં અન્ય કોઈ ફૂલ-છોડ હોય કે ના હોય પણ તુલસીનો છોડ તો હોવો જ જોઈએ.

Advertisement
image source

ભારત દેશના કેટલાક ઘરોમાં તુલસીના છોડને દીકરી રૂપે પણ માનવામાં આવે છે. તેમજ જે પરિવારના ઘરમાં સંતાન તરીકે દીકરી નથી હોતી તેવા પરિવારના લોકો પોતાના ઘરના આંગણામાં રોપવામાં આવેલ તુલસીના છોડને દુલ્હનની જેમ સજાવીને શાલીગ્રામ ભગવાન સાથે વિધિ-વિધાન પૂર્વક લગ્ન કરાવવામાં આવે છે જેને તુલસી વિવાહ કહેવાય છે. આ તુલસી વિવાહ કરાવીને જે દંપતીને સંતાન રૂપે દીકરી નથી હોતી તેવા દંપતીને કન્યાદાન કર્યા નું પુણ્ય પ્રાપ્ત થાય છે.

કેન્સરની બીમારીમાં તુલસીના ફાયદા.:

Advertisement

તુલસીના પાનનું નિયમિત સેવન કરવાથી ના ફક્ત નાની-મોટી બીમારીઓ આપનાથી દુર રહે છે, પરંતુ તુલસીના પાનનું સેવન નિયમિત રીતે કરવાથી કેન્સર જેવી મોટી બીમારી સામે લડવામાં પણ ખુબ મદદગાર સાબિત થાય છે. જે વ્યક્તિને કેન્સરની બીમારીનો ઈલાજ કીમોથેરપી દ્વારા કરવામાં આવે છે આવા દર્દીઓને કેન્સરના નિષ્ણાંત ડોક્ટર પણ તુલસીના રસનું સેવન કરવાનું સૂચન કરે છે. કેમ કે, કીમોથેરપી દરમિયાન માનવ શરીરના કેટલાક ભાગને નુકસાન થાય છે. કીમોથેરપી લેવાથી દર્દીના શરીરમાં કીમોથેરપીની આડઅસર જોવા મળે છે. જેમાં કીમોથેરપીના રેડીએશનની અસરને દુર કરવા માટે કે પછી રાહત મેળવવા માટે તુલસીના રસનું સેવન કરવું જોઈએ.

image source

તેમજ વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે, તુલસીના પાનમાં ઘણા બધા પોષકત્તત્વો રહેલા છે જે આપણને થતા નાના-મોટા રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. તેમજ તુલસીનો છોડ ઘરના આંગણામાં રાખવાનું પણ ખાસ મહત્વ છે કારણ કે, આપણા ઘરમાં હવાની અવર-જવર મોટાભાગે ઘરના આંગણા તરફથી થાય છે જેથી કરીને ઘરમાં અવર-જવર કરતી હવા તુલસીના છોડના સંપર્કમાં થઈને પછી ઘરમાં પ્રવેશે છે જેથી કરીને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે છે.

Advertisement
Advertisement
Exit mobile version