તુલસીના પાનનું સેવન કરવાથી બીમારીઓ રહે દુર, શરીરને વાઈરલ ઇન્ફેકશનનો ખતરો ઘટી જાય છે.

તુલસીના પાનનું સેવન કરવાથી બીમારીઓ રહે દુર, શરીરને વાઈરલ ઇન્ફેકશનનો ખતરો ઘટી જાય છે.

આયુર્વેદમાં તુલસીને એક ખાસ પ્રકારની ઔષધી માનવામાં આવે છે. કારણ કે, તુલસીના પાનમાં ફાઈબર અને એંટીઓક્સીડન્ટ ભરપુર પ્રમાણમાં મળતા હોવાથી તુલસીને આયુર્વેદમાં એક પ્રકારની ઔષધી માનવામાં આવે છે. તુલસીના પાન આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

તુલસીના પાનમાં ફાઈબરનું પ્રમાણ વધારે મળી આવે છે જેનાથી આપણા શરીરનું પાચનતંત્ર મજબુત થાય છે. ઉપરાંત પેટને લગતી તકલીફો પણ દુર થાય છે. તુલસીના પાનમાં રહેલ એંટી ડાયબેટિક ગુણ શરીરને ડાયાબીટીસના ખતરાને ઘટાડવામાં મદદ કરે છે.

image source

એટલા માટે ડાયાબીટીસથી પીડાઈ રહેલ વ્યક્તિએ દરરોજ નિયમિતપણે તુલસીના પાનનું સેવન કરવાથી શરીરનું સ્વસ્સ્થ્ય જાળવી શકાય છે. નિયમિત રીતે તુલસીના પાનનું સેવન કરવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા પણ મજબુત થાય છે.

તુલસીના પાનને આપ ચામાં નાખીને સરળતાથી સેવન કરી શકો છો. આપે ચા પત્તીની સાથે તુલસીના પાન ઉકાળીને સેવન કરો. કેમ કે તુલસીના પાનમાં રહેલ ઈમ્યુનીટી બુસ્ટર ગુણ પાણીમાં સરળતાથી ભળી જાય છે અને જયારે આપણે આ પાણીનું સેવન કરીએ છીએ તો આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા મજબુત થાય છે.

આના સિવાય તુલસીના પાનમાં એંટીઓક્સીડન્ટ પણ પર્યાપ્ત પ્રમાણમાં ગુણ મળી આવે છે જે આપણી સ્કીનને પોષણ આપવામાં મદદ કરે છે. તુલસીના પાનમાં રહેલ તત્વો આપણી સ્કીનને નિખારવા માટે અને ત્વચાના એંટીએજિંગ ગુણોને સક્રિય કરવામાં મદદ કરે છે.

image source

તુલસીના પાનના પાણીનું સેવન કરવાથી આપણા શરીરને ડીટોક્સિફાઈ કરવામાં સરળતા રહે છે. એનાથી આપણા શરીરને કેટલાક પ્રકારના રોગોથી બચાવી શકાય છે અને આપણે સ્વસ્થ રહીએ છીએ.

તુલસીના બીજને પલાળીને ખાવાથી ના ફક્ત ડાયાબીટીસ કંટ્રોલમાં રહે છે ઉપરાંત આપણા શરીરની સ્કીનને લગતી સમસ્યાઓ પણ દુર થઈ જાય છે. આપ વધતા ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે તુલસીના બીજને રાતના દુધમાં કે પાણીમાં પલાળીને રાખી દો. ત્યાર પછી તેને સવારે ઉઠીને ખાલી પેટે તુલસીના બીજનું સેવન કરો.

તુલસીના પાનનું નિયમિત સેવન કરવાથી આપને થતી પેટ સંબંધિત કેટલીક તકલીફો જેવી કે, એસીડીટી, ગેસ, ગેસ, અપચો જેવી સમસ્યાઓમાં રાહત આપે છે અને આપના પાચનતંત્રને મજબુત બનાવે છે. આપનું પાચનતંત્ર મજબુત હોવાથી આપ લાંબુ અને સ્વસ્થ જીવન વિતાવી શકવામાં ખુબ મદદરૂપ થાય છે.