Site icon Health Gujarat

આ ઘરેલુ ફેસ-પેક તમારી ત્વચાની ઘણી સમસ્યા દૂર કરશે અને ત્વચામાં એક અલગ ચમક આપશે.

ત્વચા પર ખીલ અને ખીલના નિશાન એક સામાન્ય સમસ્યા છે. તેમાંથી છુટકારો મેળવવા માટે, ઘણા લોકો બજારના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. આ હંમેશા અસરકારક હોતા નથી. આવી સ્થિતિમાં, તમે કેટલાક ઘરેલૂ ઉપાયો પણ અજમાવી શકો છો.

image soucre

કુદરતી ચીજો ખીલના નિશાનને સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે. તમે કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને ઘરે જ આયુર્વેદિક ફેસ-પેક બનાવી શકો છો. આ નાણાં બચાવવામાં મદદ કરશે, સાથે તે અસરકારક રીતે કામ પણ કરશે.

Advertisement

ખીલના નિશાન દૂર કરવા 7 હોમમેઇડ ફેસ પેક

લીમડો અને ગુલાબજળ –

Advertisement
image source

લીમડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. લીમડાનો ઉપયોગ સામાન્ય રીતે ત્વચા અને વાળની સંભાળ માટે થાય છે. તમે ખીલ માટે લીમડાના પાનની પેસ્ટ બનાવી શકો છો. હવે તેમાં થોડું ગુલાબજળ ઉમેરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સુકાઈ ગયા બાદ તમારો ચેહરો ધોઈ લો.

મધ અને લસણનું ફેસ- પેક –

Advertisement
image source

મધ અને લસણ બંનેમાં ઘણા ઔષધીય ગુણો છે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ હોય છે. ખીલ માટે, તેને તમારી ત્વચાના ખીલગ્રસ્ત વિસ્તાર પર લગાવો. તે ત્વચાને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. આ ફેસ-પેક બનાવવા માટે લસણ અને મધને પીસી લો અને જ્યાં જરૂર છે, ત્યાં તેને કોટન સ્વેબથી લગાવો. તેને 20 મિનિટ સુધી રાખો અને પછી તમારી ત્વચા ધોઈ લો.

હળદર અને એલોવેરા –

Advertisement
image source

એલોવેરા ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તે બળતરા વિરોધી ગુણધર્મોથી ભરપૂર છે. હળદરને તમામ મસાલાઓના રાજા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. જો આ બંનેની પેસ્ટ ખીલગ્રસ્ત વિસ્તાર પર લગાવવામાં આવે તો તે તમારી ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે, સાથે જ તે ત્વચા પરના ડાઘ દૂર કરે છે. આ માટે હળદર અને એલોવેરા જેલને યોગ્ય રીતે મિક્સ કરી લો. હવે તેને તમારી ત્વચા પર લગાવો. થોડા સમય પછી સાદા પાણીથી તમારી ત્વચા સાફ કરો.

જાયફળ અને દૂધ –

Advertisement
image source

આ માટે એક ચમચી જાયફળ પાવડર અને એક ચમચી કાચું દૂધ ભેળવીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટ ત્વચા પર લગાવો. 20 મિનિટ પછી તમારી ત્વચા ધોઈ લો. જો તમે ઈચ્છો તો આ પેસ્ટમાં કેસર પણ ઉમેરી શકો છો.

મુલ્તાની માટી અને ગુલાબજળ –

Advertisement
image socure

ખીલનો અર્થ એ છે કે તમારી ત્વચા તૈલી છે અને તેનો અર્થ એ કે તમારે એવા ઘટકોની જરૂર છે જે વધુ તેલ શોષી લે. મુલ્તાની માટી આ સમસ્યા દૂર કરવા માટે એક જાણીતી સામગ્રી છે. આ માટે મુલતાની માટીમાં લીંબુના થોડા ટીપાં અને ગુલાબજળ મિક્સ કરો, હવે આ મિક્ષણને તમારી ત્વચા પર લગાવો. થોડા સમય પછી તમારી ત્વચા પાણીથી ધોઈ લો. આ ઉપાય તમારા ડાઘ દૂર કરશે અને તમારી ત્વચાને સાફ રાખશે.

મધ અને ફુદીનો –

Advertisement
image source

કેટલાક ફુદીનાના પાનને પીસીને તેમાં થોડું મધ ઉમેરીને પેસ્ટ બનાવો. હવે આ મિક્ષણ આખા ચહેરા પર લગાવો અને તેને સુકાવા દો. તે પછી તમારી ત્વચા હુંફાળા પાણીથી ધોઈ લો.

તજ અને મધ –

Advertisement
image source

ઘરમાં આ બંને સરળતાથી ઉપલબ્ધ ઘટકોમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે જે ખીલ માટે શ્રેષ્ઠ કામ કરે છે. તેથી બંનેને એકસાથે મિક્સ કરો અને તેને તમારી ત્વચા પર યોગ્ય રીતે લગાવો. જયારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યાં સુધી તેને રહેવા દો. તે પછી તમારી ત્વચા ધોઈ લો. તે તમારી ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવવામાં મદદ કરે છે, સાથે જ ત્વચાની અન્ય સમસ્યાઓ પણ દૂર કરે છે.

Advertisement
Advertisement
Exit mobile version