આજથી જ આ દેશ ઉબટનનો આ રીતે કરો ઉપયોગ, અને નિખારી દો ત્વચાને

દરેક વ્યક્તિનું સ્વપ્ન સુંદર અને ચમકતી ત્વચા હોય છે,જેના માટે તમે મોંઘા અને ખર્ચાળ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો.પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં હાજર કેટલીક ચીજોનો ઉપયોગ કરવાથી કોઈ પણ આડઅસર વિના ચહેરાના રંગમાં સરળતાથી સુધારો થઈ શકે છે.આજે અમે તમને જણાવીશું કે ઘરેલું ઉપાયથી કેવી રીતે તમે સુંદર અને ચમકતી ત્વચા મેળવી શકો છો.

1-ચણાના લોટ અને હળદરનું ફેસ પેક

image source

– 2 ચમચી ચણાનો લોટ

– 2 ચમચી હળદર

– 1 ટીસ્પૂન ચંદન પાવડર </p.
– 2 ચમચી દૂધ અથવા ગુલાબજળ,

– અડધી ચમચી લીંબુનો રસ

આ બધી ચીજોને એક બાઉલમાં મિક્સ કરીને એક પેસ્ટ બનાવો.શુષ્ક ત્વચા માટે દૂધ અને તેલયુક્ત ત્વચા માટે ગુલાબજળ નાખો .આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ માટે લગાવો અને પછી તેને પાણીથી ધોઈ લો.જો તમારી ત્વચા ખૂબ શુષ્ક છે,તો પછી તમે તેમાં ફ્રેશ ક્રીમ પણ ઉમેરી શકો છો.

પપૈયા અને મધનું ફેસ પેક

image source

– 1 કપ સમારેલ પપૈયા,

– 2 ચમચી દૂધ,

– 1 ચમચી મધ,

ત્રણેય ચીજોને એક બાઉલમાં મિક્સ કરો.આ પછી તેને ચહેરા પર સારી રીતે લગાવો અને તેને 15-20 મિનિટ માટે લગાવો.આ પછી ચહેરો ધોઈ નાખો અને મોઇશ્ચરાઇઝર લગાવો.

કાકડી અને ટમેટાનું ફેસપેક

image source

– અડધા ટમેટાનો રસ

-ચોથા ભાગની કાકડી અધકચરી કરવી

એક બાઉલમાં બંને સામગ્રી સારી રીતે મિક્સ કરી લો.આ મિક્ષણને કોટનની મદદથી તમારા ચેહરા પર લગાવો અને 15-20 મિનિટ માટે તેને સુકાવા દો.સુકાઈ ગયા પછી ચેહરાને સાફ પાણીથી ધોઈ લો અને પછી સાફ ટુવાલથી ચેહરો બરાબર રીતે સાફ કરી લો.

લોટ,દૂધ અને લીંબુના રસનું ફેસપેક

image source

– 2 ચમચી લોટ

– 2 ચમચી દૂધ

– 4 ચમચી લીંબુનો રસ

2 ચમચી લોટને ઉકાળી લો.હવે તેમાં 2 ચમચી દૂધ અને 4 ચમચી લીંબુનો રસ મિક્સ કરો.ઠંડુ થયા પછી તેને ચહેરા પર 20 થી 25 મિનિટ સુધી લગાવો.આ કરવાથી ત્વચાની શુષ્કતા દૂર થાય છે.

એલોવેરા અને સંતરાની છાલનું ફેસ પેક

image source

-સંતરાની છાલ

-એલોવેરા

સંતરાની છાલને ગ્રાઈન્ડ કરી એક પેસ્ટ તૈયાર કરો.તેમાં એલોવેરા જેલ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો અને તે પેસ્ટ તમારા ચહેરા પર લગાવો.પાંચ-દસ મિનિટ પછી તેને ધોઈ લો અને તમારા મોંને ટુવાલ વડે સાફ કરો. અઠવાડિયામાં એકવાર આ ફેસ પેકનો ઉપયોગ કર્યા પછી,તમે આપમેળે આ અસરકારક અસર જોશો.

ગુલાબનું ફેસપેક

image source

થોડી ગુલાબની પાંખડીઓ

બે ચમચી ચંદન પાવડર

બે ચમચી દૂધ

આ બધી ચીજોને મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો.હવે આ મિશ્રણને ચહેરા પર લગાવો અને થોડી વાર સુકાવા દો.ત્યારબાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો.તમે આ ફેસ પેકને અઠવાડિયામાં બે વાર લગાવો.

મુલતાની માંટ્ટીનું ફેસપેક

image source

-એક ચમચી મુલતાની માંટ્ટી

-એક ચમચી એલોવેરા જેલ

-એક ચમચી દહીં

આ બધી ચીજોને એક બાઉલમાં મિક્સ કરો અને એક પેસ્ટ બનાવો.ત્યાર બાદ તેને તમારા ચેહરા પર લગાવો પણ ધ્યાન રાખો કે આ પેસ્ટ જરા પણ તમારા આંખમાં ન જાય.આ પેસ્ટ સુકાઈ જાય પછી થોડા ગરમ પાણીથી તમારો ચેહરો સાફ કરી લો.તમે આ ફેસ પેકનો ઉપયોગ અઠવાડિયામાં 2 વાર કરી શકો છો.

ચંદનનો ફેસપેક

image source

-બે ચમચી ચંદનનો પાવડર

-એક ચમચી કાચું દૂધ

-એક ચપટી કેસર

કેસરને થોડીવાર માટે દૂધમાં પલાળી રાખો.એક બાઉલમાં ચંદનનો પાવડર લો અને તેમાં કેસરવાળું દૂધ નાખી પેસ્ટ બનાવો.આ પેસ્ટને તમારા ચેહરા પર લગાવો અને ખાસ કરીને ડાઘ અને પિમ્પલ્સવાળી જગ્યા પર લગાવો.આ પેસ્ટને થોડીવાર માટે સુકાવા દો અને ત્યારબાદ તમારો ચેહરો સાફ પાણીથી ધોઈ લો.

બદામનું ફેસપેક

image source

-પાંચ થી છ બદામ

-બે ચમચી દૂધ

આખી રાત બદામ પાણીમાં પલાળી રાખો.બીજા દિવસે પલાળેલી બદામ અને દૂધને મિક્સચરમાં નાખી પેસ્ટ બનાવો.જો તમને દૂધ ઓછું લાગે તો થોડું વધુ નાખી શકો છો.આ પેસ્ટને તમારા ચેહરા અને ગળા પર લગાવો અને 15-20 મિનિટ પછી તમારો ચેહરો ધોઈ લો.

બટેટાનું ફેસપેક

image source

-બે ચમચી બટેટાનો રસ

-બે ચમચી લીંબુનો રસ

-અડધી ચમચી મધ

બટેટા અને લીંબુના રસમાં મધ મિક્સ કરો.હવે આ પેસ્ટને તમારા ચેહરા પર લગાવો.સુકાઈ ગયા પછી તમે સાફ પાણીથી તમારો ચેહરો ધોઈ લો.આ ઉપાય તમે અઠવાડિયામાં બે વખત કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત