કોરોના કાળમાં ઉધરસ અને કફ સાબિત થાય છે જીવલેણ, આ દેશી નુસ્ખાઓથી તરત જ મેળવો રાહત, છે 100 ટકા અસરકારક

આજકાલ જો તમને ગળામાં દુખાવો કે ઉધરસ હોય તો તે કોરોનાનું લક્ષણ પણ હોઈ શકે છે. જો કે, કેટલીક વાર હવામાન બદલાય અથવા કંઈક ખાટી અને ઠંડી વસ્તુઓ ખાવામાં આવે તો પણ તે સમસ્યા હોઈ શકે છે. ત્યારે ઘરેલુ ઉપચાર અપનાવીને કફ અને ઉધરસમાં પણ તમે રાહત મેળવી શકો છો.

કોરોના જેવા રોગચાળાના આ યુગમાં લોકોને હળવી શરદી અને ઉધરસનો પણ ડર હોય છે. જો તમે ગળામાં દુખાવો અને મ્યુકસની ફરિયાદ કરો છો, તો આ કોરોના વાયરસના લક્ષણો પણ હોઈ શકે છે. આ વાયરસ લોકોના ગળા પર અસર કરે છે. આવી સ્થિતિમાં જો તમે સહેજ ઉધરસની ફરિયાદ કરો છો, તો તમારે સાવચેતી રાખવાની ખાસ જરૂર છે.

જોકે, કેટલીક વાર હવામાનમાં ફેરફારને કારણે પણ ગળામાં દુખાવો થાય છે. વળી કંઈક ઠંડું ખાવાથી પણ ગળાની સમસ્યા થઈ શકે છે. આ કિસ્સામાં, તમે કેટલાક ઘરેલું ઉપચારો માંથી ગળા અને મ્યુકસમાં થતો દુખાવો પણ દૂર કરી શકો છો. તો ચાલો તેના ઘરેલું ઉપાય વિષે જાણીએ.

image source

મધ અને આદુ :

મધ ને ગળામાં થતા દુખાવા અને કફને દૂર કરવામાં ખૂબ અસરકારક માનવામાં આવે છે. તેને આદુ સાથે ખાવાથી શરદી અને મ્યુકસ પણ મટે છે. આદુને ઘસો અને તેમાં બે ચમચી મધ ઉમેરો. હવે આ મિશ્રણને દિવસમાં બે થી ત્રણ વાર ખાવું.

image source

ગોળ અને આદુ :

જો તમને સૌથી વધુ ઉધરસની સમસ્યા હોય તો તમે રોજ આદુ અને ગોળ ખાઈ શકો છો. તેનાથી તમને શરદી, ઉધરસ અને ગળામાં થતા દુખાવામાં ખૂબ રાહત મળે છે. આ માટે ગેસ પર આદુ ગરમ કરી ઘસો. હવે ગોળને થોડો નરમ કરી આદુમાં મિક્સ કરી લો. ત્યાર પછી તેને ખાવાથી તમારા ગળામાં ઘણો આરામ મળે છે.

image source

લીંબુ અને ડુંગળીનો રસ :

જો તમારી છાતીમાં મ્યુકસ હોય તો તમે ડુંગળી અને લીંબુનો રસ વાપરી શકો છો. કફ દૂર કરવા માટે આ ઉપાય સૌથી શ્રેષ્ઠ છે. આ માટે ડુંગળીને છોલીને પીસી લો. હવે તેમાં લીંબુનો રસ ઉમેરીને એક બાઉલમાં ઉકાળો. હવે એક ચમચી મધ ઉમેરીને તેને પીવો. તેને પીવાથી તમને ઘણી રાહત મળશે.

image source

મધ અને મરી :

મરીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે શરીરને રોગો સામે લડવાની ક્ષમતા આપે છે. આ ઉપરાંત જ્યારે તમે ઉધરસ અને મ્યુકસની ફરિયાદ કરો છો ત્યારે મરીનો પણ ઉપયોગ કરવો જોઈએ. તમે મરીને પીસી લો. હવે તેમાં એક ચમચી મધ ઉમેરીને થોડું ગરમ કરો. ત્યાર પછી તમે તેને સવાર સાંજ ખાઈ શકો છો.

image source

કાચી હળદર :

હળદર ગરમ તાસીરની હોય છે. આથી ઉધરસ અને કફ થવા પર હળદરનું સેવન કરવું હિતાવહ છે. ઔષધીય ગુણથી ભરપૂર હળદરનું સેવન કરવાથી શરદીમાં રાહત મળે છે. આ ઉપરાંત ખાંસી અને મ્યુકસ હોય તો પણ કાચી હળદર ખાવી હિતાવહ છે. આ માટે તમારા મોઢામાં કાચો હળદરનો રસ મૂકી થોડી વાર રાખો. આનાથી કફમાં ઘણો આસામ મળશે. આ સિવાય તમે દૂધમાં કાચી હળદર ઉમેરીને પણ પી શકો છો.

image source

મીઠાના પાણીના કોગળા :

કફ અને મ્યુકસ હોય ત્યારે મીઠું અને નવશેકા પાણીથી તેના કોગળા કરવા જોઈએ. તેનાથી ગળાનું મ્યુકસ સાફ થાય છે, અને કફ પણ દૂર થાય છે. સવારે અને સાંજે પાણીમાં બે ચપટી મીઠું ઉમેરીને કોગળા કરવા જોઈએ. આનાથી તમને ઘણી રાહત મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત