આ ફ્રુટ એક ડિશ ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ થાય છે સ્ટ્રોંગ, સાથે જાણો બીજા આ ફાયદાઓ પણ

ઈમ્યુનીટી મજબુત કરવાથી લઈને ઘરડાપણું અટકાવવા સુધી, ટેટીનું સેવન કરવાના છે કેટલાક કારણો.

ઉનાળાની ગરમીએ દસ્તક આપી દીધી છે. ઋતુ પરિવર્તન થવાના કારણે શરીરનું ધ્યાન રાખવું પણ ખુબ જ જરૂરી છે. ઉનાળાની ઋતુમાં શરીરને હાઈડ્રેટ રાખવી ખુબ જ જરૂરી છે. એટલા માટે ઋતુગત ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. ફળ ના ફક્ત શરીરને હાઈડ્રેટ રાખે છે ઉપરાંત શરીરની ઈમ્યુનીટીને વધારવામાં પણ મદદ કરે છે. આમ તો બધા ફળ શરીર માટે ફાયદાકારક હોય છે, પરંતુ ઉનાળાની ગરમીની ઋતુમાં ટેટી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખુબ જ ફાયદાકારક સિદ્ધ થાય છે. આ ગરમીની ઋતુમાં સરળતાથી આપને મળી જાય તેવું ફળ છે. ટેટી ખાવાથી શરીરમાં પાણીની અછત થતી નથી. ચાલો જાણીએ, ટેટીના ફાયદા વિષે….

image source

ટેટીમાં ફોલિક એસિડ મળી આવે છે. ફોલિક એસિડ લોહીના ગઠ્ઠા બનવાથી અટકાવે છે. વોટર રીટેન્શનને ઘટાડે છે. જયારે શરીરના અંગોમાં પાણી જમા થઈ જાય છે તો એનાથી હાથ, પગ, ચહેરા અને પેટની માંસપેશીઓમાં સોજો આવી જાય છે. ટેટીનું સેવન પીરીયડ્સ દરમિયાન કરવાથી માંસપેશીઓની જકડનને ઘટાડવામાં મદદ કરે છે અને દુઃખાવામાં રાહત આપે છે.

image source

ઉનાળાની ઋતુમાં વધતા તાપમાન અને હીટ સ્ટ્રોકના કારણે પેટ ખરાબ થઈ શકે છે. આ ઋતુમાં વધારે તળેલું અને મસાલાવાળું ભોજન કરવાથી કબ્જ અને પેટ સંબંધિત કેટલીક અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. ટેટીમાં ફાઈબરનું પ્રમાણ ભરપુર પ્રમાણમાં હોય છે. ટેટીનું સેવન કરવાથી ક્બ્જની સમસ્યા થતી નથી અને પેટ પણ ભરેલ રહે છે.

image source

ટેટી વિટામીન C થી ભરપુર હોય છે. આ સફેદ રક્ત કોશિકાઓને વધારીને ઈમ્યુનીટીને મજબુત કરે છે. ટેટીનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે જેનાથી વાયરસ અને બેક્ટેરીયલ ઇન્ફેકશનનું જોખમ દુર રહે છે. ટેટીમાં એંટી- એજિંગ ગુણ મળી આવે છે જે વ્યક્તિને જલ્દી ઘરડા થવા દેતા નથી. ટેટીનું સેવન કરવાથી પેટના અલ્સરને અટકાવે છે.

image source

ટેટીમાં રહેલ વિટામીન એ બીટા- કૈરોટીનના સ્વરૂપમાં હાજર હોય છે આ આંખોના તેજને વધારવામાં મદદ કરે છે અને મોતિયાબિંદના ખતરામાં ઘટાડો કરી દે છે. વિટામીન એ ત્વચાની ઉપરની કોશિકાઓ માટે પણ ફાયદાકારક હોય છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે.

image source

ઉનાળાની ઋતુમાં પરસેવો આવવો સ્વાભાવિક છે. શરીર માંથી પરસેવા દ્વારા જરૂરી મિનરલ વહી જાય છે જેનાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઈટ્સનું સંતુલનમાં ઘટાડો થઈ જાય છે. ટેટીમાં સોડીયમ અને પોટેશિયમ યોગ્ય પ્રમાણમાં હોય છે જે ઇલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે.

image source

જો આપ પણ કીડનીની પથરીની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો ટેટી સૌથી સારો વિકલ્પ છે. ટેટીમાં ઓક્સિકાઈન હોય છે જે કીડની સ્ટોનની સમસ્યાને ઠીક કરવામાં મદદ કરે છે. એમાં પાણીનું ભરપુર પ્રમાણ મળી આવે છે. દરરોજ ટેટીનું સેવન કરવાથી પથરી અને કીડનીની અન્ય સમસ્યાઓ ઠીક થઈ શકે છે.

image source

ટેટીમાં હાજર એડીનોસીન લોહીને પાતળું કરવાનું કામ કરે છે. આ લોહીના ગઠ્ઠાને બનવાથી અટકાવે છે. ટેટીનું સેવન કરવાથી કેટલાક પ્રકારની હ્રદય સંબંધિત બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. દરરોજ એક વ્યક્તિ અંદાજીત ૨૫૦- ૩૦૦ ગ્રામ ટેટીનું સેવન કરી શકે છે. એક્સપર્ટ કહે છે કે, ડાયાબીટીસના દર્દીઓ અંદાજીત ૧૦૦- ૧૫૦ ગ્રામ ટેટી દરરોજ નિયમિતપણે સેવન કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત